________________
જતા મોટું વૃક્ષ બની જશે એટલે પૂર્ણતા આવી જશે. ઉમે ગુણઠાણે પ્રમાદને દૂર કરી શકે છે પણ ત્યાં કાળ અલ્પ છે એનો દીર્ઘકાળ સુધી આત્મા અભ્યાસ કરે પછી એ આગળ જતા શ્રેણી માંડી શકે છે તે પ્રમાદથી રહિત બની શકે છે. સર્વાર્થ સિદ્ધમાં આત્મા ૩૩ સાગરોપમ સુધી વિચારણા રૂપ તત્ત્વ રમણતા કરી શકે છે પણ એનાથી આગળ કાંઈ કરી શકતા નથી માટે જ મનુષ્યભવની વિશેષતા છે કે મનુષ્ય મુનિપણામાં સ્વની પૂર્ણતા પ્રાપ્ત કરી શકે છે માટે જ દેવો પણ મનુષ્યને નમસ્કાર કરે છે દેવાવિ તં નમસંતિ જસ્ટ ધએ સયા મણો દશવૈકાલિકમાં વાત મૂકી.
મનુષ્યભવમાં આપણે ભવનો ભાવ ટળી જાય એ કરવાનું છે. સ્વપ્નમાં પણ હવે ભવનો ભાવ ન આવે એ રીતે સર્વજ્ઞ પરમાત્માના તત્ત્વનો નિર્ણય થવો જોઈએ, સ્વભાવનો જ ભાવ છે તે સિવાય હવે બીજું કશું જ ન હોવું જોઈએ. માટે જ યોગશાસ્ત્રમાં આપણી પરમ જાગૃતિ માટે કલિકાલસર્વજ્ઞ ભગવંતે પ્રથમ શબ્દ મોક્ષ લખ્યો ને છેલ્લે ધ્યાન શબ્દ લખ્યો. પરથી મોક્ષ કરવાનો છે ત્યારે જ ધ્યાન આવશે અને તે માટે સૌ પ્રથમ ભેદજ્ઞાન જરૂરી છે, પછી જ જ્ઞાન ધ્યાન સ્વરૂપ બનશે. आत्मज्ञानफलं ध्यान, मात्मज्ञानं चं मुक्तिदम्।
(અધ્યાત્મસાર) આત્માની દ્રવ્યગતિઃ
આત્માની મૂળ ગતિ ઊર્ધ્વ જ છે પણ હવે એ પુદ્ગલના સંયોગવાળો આત્મા પુદ્ગલને અનુસાર આડી અવળી ગતિ કરે છે. આત્મા જ્યારે સર્વ પર પુદ્ગલ સંગથી રહિત થશે ત્યારે તે માત્ર ઊર્ધ્વ ગતિ કરી શકશે અને લોકાંતે પહોંચશે. મારી હવે આ જ ઊર્ધ્વ ગતિ છે તે નિશ્ચય થવો જોઈએ. તે સિવાયની તમામ બીજી બધી ગતિ પુદ્ગલના આધારે જ થતી હોય છે અને તે હેય જ માનવી પડે, પછી હોંશે હોંશે ગતિ ન જ થાય. પરમાત્માનો માર્ગ એવો સિદ્ધ થયેલો છે કે જેની આરાધના કરવાથી સિદ્ધિ મળી જ જાય. તો તેવા સિદ્ધ થયેલા જિનમતને (જિનશાસનને) તમે પ્રયત્નપૂર્વક નમો. જિનમતના પ્રભાવે સદા જ્ઞાનના ફળ રૂપે સંયમ અને આનંદની વૃદ્ધિ થાય. આત્માની મૂળ ગતિ ઊર્ધ્વ છે અને કર્મ-કાયા ઈન્દ્રિયને વશ થઈ પુદ્ગલની આડી અવળી ગતિ કરવા વડે અસંયમ કરે છે તેમાંથી છૂટવા જ્ઞાનિઓએ સંયમાનુષ્ઠાન દ્વારા ઊર્ધ્વ ગતિમાં આવવાનું અદ્ભુત માર્ગ બતાવ્યો છે. 124 | નવ તત્ત્વ