________________
(સુમતિનાથ ભગવાન સ્તવન-પૂ.આનંદઘનજી મ.સા.) કાયાથી જુદો છું. અહીં કાંઈ મેળવવાનું નથી જે છે તે છોડવાનું છે. જો મેળવવાનો ભાવ હજી છૂટતો નથી તો આપણે ધર્મ કરવા માટે કેટલા યોગ્ય છીએ?? તે વિચારવા યોગ્ય છે. આપણો માલ અંદર પડ્યો છે. કર્મને છોડો એટલે આપણો માલ મળવાનો જ છે. કાયામાં રહેલો છું પણ કાયામાં રહેવાનું નથી, જ્યાં સુધી કાયામાંથી સર્વથા છુટોન થાઉં ત્યા સુધી કાયામાં માત્ર સાક્ષીભૂત ઉદાસીન પરિણામે રહે અને તે માટે દેહઆત્માનું ભેદજ્ઞાન જરૂરી, તે ભેદજ્ઞાન માટેની વાત પરિણામી જીવ મુત્ત ગાથામાં મૂકવામાં આવેલી છે. પદ્રવ્યના સ્વભાવની વાત એમાં છે. આત્મા દ્રવ્યને જાણવા એનો નિર્ણય કરવા માટે ૬ એ દ્રવ્યને જાણવા જરૂરી છે. ૬ એ દ્રવ્યોમાં કોણ કેવો છે? જીવ અને પુદ્ગલ પરિણામી છે, બાકી બધા અપરિણામી છે. બે દ્રવ્યોની વાત કરીને અથંપત્તિથી બાકીના દ્રવ્યોની વાત કહી દીધી.
જે ફેરફાર થાય છે તે જીવદ્રવ્યને પુદ્ગલમાં જ થાય છે કારણ તે પરિણામી છે, માટે આત્માના અહિતમાં પુદ્ગલ દ્રવ્ય જ નિમિત્ત બને છે. બાકીના દ્રવ્યો આત્માના અહિતમાં નિમિત્ત બનતા નથી. આ બે દ્રવ્ય સમાન પરિણામ સ્વરૂપવાળા ભેગા થાય પણ સાથે તે બંને વિપરીત સ્વભાવવાળા પણ છે. પુદ્ગલ તો પોતાનામાં જ પરિણામ પામે છે પણ જીવ પોતાના સ્વભાવ પ્રમાણે નહીં વર્તતા, પણ પુલના સ્વભાવ પ્રમાણે વર્તે છે અને એ જ મોટામાં મોટું પાપ છે કે પોતાના સ્વભાવને છોડીને તે પરમાં ગયો એને પાછું આવવું પડે માટે એને પ્રતિક્રમણ કરવાનું છે. કેવલીને પ્રતિક્રમણ કરવાનું નથી કારણ તેઓ સ્વભાવમાં જ સદા રમે છે. આપણને આ વાત સમજાય કે જ્યાં સુધી હું મારા સ્વભાવમાં પૂર્ણ નહીં રમું ત્યાં સુધી મારે પ્રતિક્રમણ ફરજિયાત છે, તો પાપથી પાછા ફરવાનું સરળ થઈ જશે. વિભાવમાં ભ્રમણ છતાં આપણે આપણી જાતને ધર્મી માની બેઠા છીએ, આ મિથ્યાત્વ નીકળી જાય પછી તરવું અત્યંત સહેલું છે.
92 | નવ તત્ત્વ