________________
(૧) સ્વભાવ અસ્થિરતા અને (૨) સ્વરૂપ અસ્થિરતા. આત્મપ્રદેશો જ્યાં સુધી પુદ્ગલ સાથે જોડાઈને રહે ત્યાં સુધી સ્વરૂપની અસ્થિરતા રહે. આત્મ સ્વભાવ પુદ્ગલના સ્વભાવ પ્રમાણે જ્યાં સુધી પરિણમે ત્યાં સુધી સ્વભાવની અસ્થિરતા રહે. આથી સ્વભાવની સ્થિરતા માટે ભેદજ્ઞાન જરૂરી.
“ભેદજ્ઞાન શિવમાર્ગÈ, જ્ઞાન–ોય ઈહમાંe; ધ્યાન-ધ્યેયકી શુદ્ધતા, ભેદજ્ઞાન બિનુ નાદ" (દ્રવ્યપ્રકાશ)
(પૂદેવચંદ્રવિજયજી મ.સા.) આત્માએ શુદ્ધ થવા ધ્યેય શુદ્ધિ જરૂરી. ધ્યેયની શુદ્ધતા વિના ધ્યાન ઘટે નહીં. ધ્યાતા-ધ્યેય સાથે જ્યારે જોડાય ત્યારે ધ્યાન ઘટે. તે વિના નહીં. ધ્યાતા (આત્મા) અનાદિથી પુગલની સાથે ક્ષીરનીરની જેમ જોડાયેલો છે. આથી ધ્યેયરૂપ (પુદ્ગલ) દેહ સહજ બનેલો છે. આત્માને પોતાના જ્ઞાનમાં શેયરૂપે અરૂપી આત્માને બદલે રૂપી આકારને ધારણ કરનાર દેહાધ્યાસનો ભ્રમ થયો છે. કર્મના સંયોગને કારણે દેહભાવની પ્રતીતિ થવાથી દેહમાં આત્માનો ભ્રમ અનાદિથી જીવને થયેલો છે.
“દેહાત્માદ્યવિવેકોર્ષ, સર્વદા સુલભો ભવે, ભવ કોદ્યાપિ તભેદ, વિવેકસ્વતિ દુર્લભ
(જ્ઞાનસારઃ ૧૫-ર) દેહ એ જ હું આત્મા છું આવો વિવેક આત્માને સહજ સુલભ અનાદિથી છે. ક્રોડો ભવે પણ દેહ આત્માનો ભેદ થવો દુષ્કર છે. આ વાત જ્ઞાનસારમાં વિવેક અષ્ટકમાં પૂ. મહો. યશોવિજય મહારાજ કહે છે.
જ્યાં સુધી આત્માનું ભેદજ્ઞાન ન થાય ત્યાં સુધી આત્માનું ધ્યાન દુર્લભ છે. અસ્થિર સ્વભાવી પુદ્ગલ સાથે એકમેક થઈને રહેવાને કારણે આત્મામાં ચલાયમાનતા રહેવાની, ત્યાં સુધી કર્મનો બંધ પણ રહેશે. આથી પુગલના યોગથી છૂટા થયા વિના આત્મામાં સ્થિરતા ન આવે. આત્મામાં સ્થિરતાની પ્રાપ્તિ માટે જ કાઉસ્સગ્ગ ધ્યાનમાં ઉતાવ કાર્ય ઠાણેણં, મોણેણં, ઝાણેણં અપ્પાણે વોસિરામિ પ્રતિજ્ઞા કરવામાં આવે છે અર્થાત્ પુદ્ગલ સ્વરૂપ અસ્થિર એવા મન- વચનકાયાના યોગોને હું આત્મામાં સ્થિર થવા વોસિરાવું છું.
અજીવ તત્ત્વ | 87