________________
તથા સરસ કાંતિવાળા બનેલા અને જાણે કે મુખને કુટુંબી-સગો-જ ન હોય એવી રીતે મુખ સાથે એકાકાર થયેલા એવા શેભાગુણના સમુદાય વડે તે વધુ શેભીતી લાગે છે, તેનાં લોચન કમળ જેવાં નિર્મળ વિશાળ અને રમણીય છે એવી, કાંતિને લીધે ઝગારા મારતા બન્ને હાથમાં કમળ રાખેલાં છે અને કમળમાંથી મકરંદનાં પાણીનાં ટીપાં ટપકયાં કરે છે એવી, ગરમી લાગે છે માટે નહીં પણ માત્ર મેજને ખાતર વીંજાતા પંખાવડે શેભતી એવી, એકદમ છૂટા છૂટા ગૂંચ વિનાના, કાળા, ઘટ્ટ, ઝીણુ–સૂવાળા અને લાંબા વાળ વાળે એને કેશકલાપ છે એવી, પદ્મદ્રહના કમળ ઊપર નિવાસ કરતી અને હિમવંત પર્વતના શિખર ઊપર દિગ્ગજોની વિશાળ અને પુષ્ટ સૂંઢમાંથી નીકળતા પાણીવડે જેણીને અભિષેક થયા કરે છે એવી ભગવતી લહમીદેવીને ત્રિશલા રાણી ચોથે સ્વએ જૂએ છે. ૪
૩૮ પછી વળી, પાંચમે સ્વપે આકાશમાંથી નીચે પડતી માળાને જૂએ છે. મંદારનાં તાજો ફલો ગુંથેલાં હાઈને એ માળા સુંદર લાગે છે, એમાં ચંપ, આસોપાલવ, પુનાગ, નાગકેસર, પ્રિયંગુ, સરસડો, મોગરો, મલ્લિકા, જાઈ, જૂઇ, અંકલ, ફ, કરંટકપત્ર, મ -ડમરો, નવમાલિકા, બકુલ, તિલક, વાસંતીવેલ, સૂર્યવિકાસી કમળો ચંદ્રવિકાસી કમળો, પાટલ, કંદ, અતિમુક્તક, સહકાર–આંબે એ બધાં કેટલાંક વૃક્ષો અને કેટલીક વેલડી–લતા–ઓ તથા કેટલાક ગુચ્છાઓનાં ફૂલો ગુંથીને એ માળા બનેલી હોવાથી ઘણી જ સુગંધવાળી છે તથા એ માળાની અનોપમ મનહર સુગંધને લીધે દશે દિશાઓ મહેક મહેક થઈ રહી છે, વળી, એ માળામાં તમામ તુમાં ખિલતાં સુગંધી ફૂલે ગુંથેલાં છે, અર્થાત્ એમાં છએ ઋતુમાં ખિલતાં ફૂલની માળાઓ મળેલી છે, માળાને મુખ્યવર્ણ ધોળો છે છતાં તેમાં બીજાં બીજાં રંગબેરંગી ફેલે ભળેલાં હોવાથી તે વિવિધ રંગી રોભાયમાન અને મનહર દીસે છે તથા એમાં વિવિધ ભાત પડે એ રીતે ફેલ ગોઠવેલાં છે એથી એ અચરજ પમાડે એવી લાગે છે, વળી, એ માળામાં ઊપર નીચે આગળ પાછળ એમ બધી બાજુઓમાં ગણગણાટ કરતાં ષદ, મધમાખી અને ભમરાઓનાં ટોળાં મળેલાં છે એથી એ માળાના તમામ ભાગો ગુંજતા જણાય છે એવી એ માળા આકાશમાંથી નીચે આવતી દેખાય છે. ૫
૩૯ હવે છેકે માતા ચંદ્રને જુએ છે. એ ચંદ્ર ગાયનું દૂધ, પાણીનાં ફીણ, પાણીનાં બિંદુઓ અને રૂપાને ઘડો એ બધાની જે વર્ણ–રંગે ધોળો છે, શુભ છે, હદય અને નયન એ બન્નેને ગમે એવો છે, બરાબર સંપૂર્ણ-પૂરેપૂરો છે, ગાઢાં અને ઘેરાં અધારાંવાળાં સ્થળોને અંધારાં વગરનાં બનાવનાર એ એ ચંદ્ર છે તથા પક્ષ પૂરો થતાં એટલે શુકલપક્ષ પૂરો થતાં છેલ્લે દિવસે જેની આનંદ આપનારી તમામ કળાઓ પૂરેપૂરી રીતે ખિલી નીકળે છે એ, કુમુદનાં વનને ખિલવનાર, રાત્રિને શોભાવનાર, ચોકખા કરેલા દર્પણના કાચ જેવો ચમકતો, હંસ સમાન ધળા વર્ણવાળે, તારા અને