SearchBrowseAboutContactDonate
Page Preview
Page 386
Loading...
Download File
Download File
Page Text
________________ નક્ષત્રોમાં પ્રધાન, તથા તેમને શોભાવનાર, અંધારાંને શત્રુ, કામદેવના બાણેને ભરવાજ ભાથા સમાન, દરિયાના પાણીને ઊછાળનારો, જમણી અને પતિ વગરની વિરહીશ્રીને ચંદ્ર પોતાનાં કિરણો વડે સૂકવી નાખે છે એવો, વળી, એ ચંદ્ર સૌમ્ય અને સુંદર રૂપવાળછે, વળી વિશાળ ગગનમંડળમાં સામ્ય રીતે ફરતે તે, જાણે ગગનમંડળનું હાલતું ચાલતું તિલક ન હોય એ, રોહિણીના મનને સુખ એને એ રહિણીને ભરથાર છે એવા, સારી રીતે ઉલ્લસતા એ પૂર્ણચંદ્રને તે ત્રિશલાદેવી સ્વમમાં જુએ છે. ૬ ૪ત્યાર પછી વળી, અંધારાં પડળને ફોડી નાખનાર, તેજથી ઝળહળતો, રાતે આસોપાલવ, ખિલેલાં કેસૂડાં, પિપટની ચાંચ, ચણોઠીને અડધે લાલબાગ એ બધાનાં રંગ જે લાલચોળ, કમળનાં વનને ખિલવનાર, વળી, જ્યોતિષચક્ર ઊપર ફરનારે હોવાથી તેના લક્ષણને જણાવનાર, આકાશતળમાં દીવા જે, હિમનાં પડળોને ગળે પકડનાર એટલે ગાળી નાખનાર, ગ્રહમંડળને મુખ્ય નાયક, સવિને નાશ કરનાર, ઊગતાં અને આથમતાં ઘડીભર બરાબર સારી રીતે જોઈ શકાય એ, બીજે વખતે જેની સામે જોઈ જ ન શકાય એવા સ્વયવાળો, તથા રાત્રિમાં ઝપાટાબંધ દોડતા ચોર જાર વગેરેને અટકાવનાર, ઠંડીના વેગને હટાવી નાખનાર, મેરુપર્વતની આસપાસ નિરંતર ફેરા ફરનાર, વિશાળ અને ચમકતા ચંદ્ર તારા વગેરેની શેભાને પિતાનાં હકાર કિરણ વડે દાબી દેનાર એવા સૂર્યને માતા સાતમે સ્વપ્ન જુએ છે. ૭ . ૪૧ ત્યાર પછી વળી, ઉત્તમ સોનાના દંડની ટોચ ઉપર બરાબર બેસાડેલે, ભેગાં મળેલાં નીલાં રાતાં પીળાં અને ધાળાં તથા સુંવાળાં, વળી, પવનને લીધે લહેરખીઓ લેતાં જેને માથે મારપીંછાં વાળની પેઠે શેભી રહ્યાં છે એવા વજને માતા આજે સ્વપ્ન જુએ છે, એ ધ્વજ અધિક ભાવાળો છે. જે વજને મથાળે-ઉપરના ભાગમાં– સ્ફટિક અથવા તોડેલો શંખ, અંકરત્ન, મોગરે, પાણીનાં બિંદુઓ અને રૂપાને કળશ એ બધાની જેવા ધળા રંગને શોભતે સિંહ શોભી રહેલ છે જાણે કે એ સિંહ ગગનતળને ફાડી નાખવાને ફાળ ભરત ન હોય એવું દેખાય છે એ એ ધ્વજ છે તથા એ ધ્વજ, સુખકારી મંદમંદ પવનને લીધે ફરફરી રહેલ છે, ઘણો મોટો છે અને માણસોને એ ભારે દેખાવડો લાગે છે. ૮ - ૪૨ ત્યાર પછી વળી, ઊત્તમ કંચનની જેવા ઊજળા રૂપવાળા, ચકખા પાણીથી ભરેલો, ઉત્તમ, ઝગારા મારતી કાંતિવાળો કમળોના જસ્થાથી ચારે બાજુ શોભતો એ પાને કળશ મતાને નવમે સ્વપ્ન દેખાય છે, તમામ પ્રકારના મંગલના ભેદ એ કળશમાં . ભેગા થયેલા છે એ એ સર્વ મંગલમય છે, ઉત્તમ રત્નને જડીને બનાવેલા કમળ ઊપર એ કળશ શોભી રહેલ છે, જેને જોતાં જ આંખ ખુશખુશ થઈ જાય છે એ એ રૂપાળો છે, વળી, એ પિતાની પ્રભાને ચારે કેર ફેલાવી રહ્યો છે, તમામ દિશાઓને
SR No.032597
Book TitlePavitra Kalpasutra
Original Sutra AuthorN/A
AuthorPunyavijay, Bechardas Jivraj Doshi, Sarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year1952
Total Pages458
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_kalpsutra
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy