________________
બરાબર માપસર, શોભાયમાન અને કર્યું છે એવા, રતા કમળની પાંખડી જેવા કોમળ સુંવાળા તાળવાવાળા અને જેની ઉત્તમ જીભ બહાર લપલપાયમાન-લટકતી–છે, એવા, જેની બને આંખ સનીની મૂસમાં પડેલા તપાવેલા ઉત્તમ સેનાની પેઠે હલાહલ કરે છે, બરાબર ગેળ છે તથા ચકખી વીજળીની પેઠે ઝગારા માર્યા કરે છે એવી ઉત્તમ આંખવાળા, વિશાળ અને ખુબ પુષ્ટ ઉત્તમ સાથળવાળા, બરાબર પૂર્ણપણે ભરાવદાર એવા જેનાં ચકખાં કાંધ છે એવા, તથા જેની યાળ-કેસરાવળી-કોમળ, પેળી, પાતળી, સુંદર લક્ષણવાળી, અને ફેલાયેલી છે એવી વાળના આડંબરથી જે શેભિત છે એવા, જેનું પૂછડું કાચું, પછાડીને ઊંચું કરેલ હોવાથી ગળાકારે વળેલું અને સુંદર છે એવા, સૌમ્ય, સૌમ્ય દેખાવદાર, ગેલ કરતા, આકાશમાંથી ઊતરતા અને પોતાના મોંમાં પેસતા તથા નહાર જેના ભારે અણીવાળા છે એવા તથા જાણે કે મુખની શોભાએ પિતાને પાલવ ન ફેલાયેલો હોય એવી સુંદર લટકતી જીભવાળા સિંહને તે ત્રિશલા ત્રીજે સ્વપ્ન જુએ છે. ૩ - ૩૭ ત્યાર પછી વળી, તે પૂર્ણચંદ્રમુખી ત્રિશલા દેવી એથે સ્વ લહમીદેવીને - જાએ છે. એ લહમીદેવી ઊંચા પહાડ ઉપર ઉગેલા ઉત્તમ કમળના આસન પર બરાબર બેઠેલી છે, સુંદર રૂપવાળી છે, એના બન્ને પગના ફણા બરાબર ગોઠવાયેલા સેનાના કાચબા જેવા ઉંચા છે. અતિ ઉંચાં અને પુષ્ટ એવાં અંગૂઠા તથા આંગળીઓમાં એના નખ જાણે રંગેલા ન હોય એવા લાલ, માંસથી ભરેલા, ઉંચા પાતળા, તાંબા સમાન રાતા અને કાંતિથી ચમકદાર છે. કમળની પાંદડીઓ જેવી સુંવાળી એના હાથ અને પગની કોમળ અને ઉત્તમ આંગળીઓ છે. એની અને જાંઘ ચડઊતર પ્રમાણે મોથના વળાંકની પેઠે ગોળ વળાંકવાળી છે, શરીર પુષ્ટ હોવાથી એના બન્ને ઘુંટણ બહાર દેખાતા નથી, એના સાથળ ઉત્તમ હાથીની સૂંઢ જેવા પુષ્ટ છે તથા એણે કેડ ઉપરે સેનાને કંદોરો પહેરે છે એવી એણીની કેડ કાંતિવાળી અને વિશાળ ઘેરાવાવાળી છે. જેણીના શરીર ઉપરનાં રુવાટાં ઉત્તમ આંજણ, ભમરાનું ટેળું, મેઘનું જૂથ, એ બધાં જેવાં શ્યામ તથા સીધાં, બરાબર સરખાં, આંતરા વિના લગોલગ ઉગેલાં, અતિશય પાતળાં, સુંદર મનહર સૂવાળામાં સૂવાળા નરમ અને રમણીય છે, નાભિમંડળને લીધે જેણીનાં જઘન સુંદર વિશાળ અને સરસ લક્ષણવાળાં છે એવી, હથેળીમાં માઈ જાય તે પાતળા સુંદર ત્રિવલીવાળ જેણીના શરીરને મધ્યભાગ છે એવી, અંગે અંગે વિવિધ મણિનાં, રતનનાં, પીળા સેનાનાં, ચોકખા લાલ સેનાનાં જેણીએ આભરણે અને ભૂષણે સજેલાં છે એવી, જેણીનાં સ્તનયુગલ ઝળહળતા છે, નિર્મળ કળશની સમાન ગોળ અને કઠણ છે, મોતીના હારથી તથા કંદ-મેગરા વગેરેનાં ફૂલની માળાથી સજેલાં છે એવી, વચ્ચે વચ્ચે જ્યાં શોભે ત્યાં પન્નાનાં ન જડેલાં હાઈને શોભાયમાન બનેલા તથા આંખને ગમે તેવી રીતે મોતીનાં ઝુમખાં લટકતાં હોઈને વિશેષ ચમક્તા એવા મોતીના હારથી સુશોભિત એવી, છાતી ઉપર પહેરેલી ગીનીની માળાથી વિરાજિત એવી, તથા ગળામાં પહેરેલા મણિસૂત્રથી સેહામણી એવી તે લકમીરવીએ ખભા સુધી લટકતાં ચમક્તાં બે કંડલને પહેરેલાં છે તેથી વધારે સેહામણા