________________
૧૫
પણ સુગંધી ફૂલે, સુગંધી ચૂર્ણો વેરેલાં હેાવાથી સુગંધિત બનેલી તે પથારીમાં પડેલી સૂતીજાગતી અને ઉંઘતી ઉંઘતી ત્રિશલા ક્ષત્રિયાણી આગલી રાતના અંત . આવતાં અને પાછલી રાતની શરૂઆત થતાં ખરાખર મધરાતે, આ એ પ્રકારનાં ઉદાર ચૌદ મહાસ્વપ્રોને જોઇને જાગી ગઈ. તે ચૌદ મહાસ્વપ્રો આ પ્રમાણે છે: ૧ હાથી, ૨ વૃષભ, ૩ સિંહ, ૪ અભિષેક, ૫ માળા, ૬ ચંદ્ર, ૭ સૂર્ય, ૮ ધ્વજ, ૯ કુંભ, ૧૦ પદ્મોથી ભરેલું સરાવર, ૧૧ સમુદ્ર, ૧૨ વિમાન કે ભવન, ૧૩ રતનેાના ઢગલા અને ૧૪ અગ્નિ.
૩૪ હવે તે ત્રિશલા ક્ષત્રિયાણીએ સૌથી પહેલાં સ્વમામાં હાથીને જોયે, એ હાથી ભારે આજવાળા, ચાર દાંતવાળા, ઊંચા, ગળી ગયેલા ભારે મેઘની સમાન ધેાળા તથા ભેગા કરેલા માતીના હાર, દૂધના રિચા, ચંદ્રનાં કિરણેા, પાણીનાં બિંદુએ, રૂપાના મેાટા પહાડ એ બધા પદાર્થો જેવા ધેાળા હતા. એ હાથીના ગંડસ્થળમાંથી સુગંધી મદ ઝર્યાં કરે છે અને સુગંધથી ખેંચાયેલા ભમરાઓ ત્યાં ટાળે મળ્યા છે એવું એના કપાળનું મૂળ છે, વળી, એ હાથી દેવાના રાજાના હાથી જેવા છે—ઐરાવણુ હાથી જેવા છે, તથા પાણીથી પરિપૂર્ણ રીતે ભરેલા વિપુલ મેઘની ગર્જના જેવા ગંભીર અને મનેાહર એવા એ હાથીના ગુલગુલાટ છે તથા એ હાથી શુભ છે, તમામ જાતનાં શુભ લક્ષણાથી અંકિત છે તથા એ હાથીના સાથળ ઉત્તમ છે એવા હાથીને ત્રિશલાદેવી સ્વમામાં જુએ છે. ૧
૩૫ ત્યાર પછી વળી, ધેાળાં કમળની પાંખડીએના ઢગલાથી પણ વધારે રૂપની પ્રભાવાળા, કાંતિના અંબારના ફેલાવાના લીધે સર્વે ખાજીએને દીપાવતા, જેની કાંધ જાણે કે અતિશય શાભાને લીધે ડેલહુલ ન થતી હાય એવી કાંતિવાળી શાલતી અને મનેાહર કાંધ વાળા તથા જેની રુંવાટી ઘણી પાતળી ચાકખી અને સૂંવાળી છે અને એવી રુંવાટીને લીધે જેની કાંતિ ચકચક્તિ થાય છે એવા, જેનું અંગ સ્થિર છે, ખરાખર બંધાયેલ છે, માંસથી ભરેલ છે, તગડું છે, લટ્ટુ છે અને ખરાખર વિભાગવાર ઘડાયેલ છે એવા સુંદર અંગવાળા, જેનાં શિંગડાં ખરાખર પૂરાં ગાળ, લઠ્ઠું, ખીજા કરતાં વિશેષતાવાળાં, ઉત્કૃષ્ટ, અણીદાર અને ધીએ ચેાપડેલાં છે એવા ઉત્તમ શિંગડાવાળા તથા દેખાવમાં ગભરુ અને ઉપદ્રવ નહીં કરનાર એવા તથા જેના દાંત અધા બરાબર એક સરખા, શેાલતા અને ધેાળા છે એવા સુંદર દાંતવાળા, વળી, ન ગણી શકાય એટલા ગુણવાળા અને મંગલમય મુખવાળા એવા વૃષભને બળદને ત્રિશલા દેવી ખીજા સ્વમામાં જુએ છે. ૨
૩૬ પછી વળી, માતીના હારના ઢગલા, દૂધના દરિયા, ચંદ્રનાં કિરણેા, પાણીના બિંદુઓ અને રૂપાના મેાટા પહાડ એ બધાની સમાન ગારા, રમણીય, દેખાવડા જેના પાંચા એટલે પુંજા સ્થિર અને લğ–મજબૂત છે, જેની દાઢા ગાળ, ખુખ પુષ્ટ, વચ્ચે પેાલાણુ વગરની, ખીજા કરતાં ચડીઆતી અને અણીવાળી છે, એવી દાઢા વડે જેનું મુખ સેાહામણું દેખાય છે એવા, તથા જેના અને હાઠ ચેાકખાઇવાળા, ઉત્તમ કમળ જેવા કોમળ,