________________
એમ તેઓ જાણે છે, ૨ “હું લઈ જવાઈ છું' એમ તેઓ જાણુતા નથી અને ૩ બહુ લઈ જવાઈ ચૂક્યો’ એમ તેઓ જાણે છે.
૩૨ જે રાત્રે શ્રમણ ભગવંત મહાવીરને જાલંધર ગોત્રવાળી દેવાના માહણીની કખમાંથી ઉપાડીને વાસિષ્ઠ ગેત્રવાળી ત્રિશલા ક્ષત્રિયાણીની કુખમાં ગર્ભપણે ગોઠવી દીધા તે રાત્રે એ દેવાનંદા માહણી પિતાની પથારીમાં સૂતી જાગતી ઉંધતી ઉંઘતી પડી હતી અને તે દિશામાં એણીએ, પિતાને આવેલાં આ એ પ્રકારનાં ઉદાર કલ્યાણુરૂપ શિવરૂપ ધન્ય મંગલ કરનારાં શોભાવાળાં એવાં ચૌદ મહાસ્વમો ત્રિશલા ક્ષત્રિયાણ હરી ગઈ એવું જોયું અને એમ જોઈને તેણી જાગી ગઈ. તે ચૌદ સ્વમો આ પ્રમાણે છે. હાથી, વૃષલ વગેરે ઉપર પ્રમાણેની ગાથામાં કહેલાં છે.
૩૩ હવે જે રાત્રે શ્રમણ ભગવંત મહાવીરને જાલંધર ગેત્રવાળી દેવાનંદા માહણીની કૂખમાંથી ઉપાડીને વાસિષ્ઠ ગોત્રવાળી ત્રિશલા ક્ષત્રિયાણીની કૂખમાં ગર્ભપણે ગોઠવવામાં આવ્યા તે રાત્રે તે ત્રિશલા ક્ષત્રિયાણી પિતાના તે તેવા પ્રકારના વાસઘરમાં રહેલી હતી; જે વાસઘર–સૂવાને એરો-અંદરથી ચિત્રામણવાળું હતું, બહારથી ધોળેલું, ઘસીને ચકચકિત કરેલું અને સ્વાર્થી બનાવેલું હતું તથા એમાં ઊંચે ઉપરના ભાગની છતમાં ભાતભાતનાં ચિત્રો દરેલાં હતાં, ત્યાં મણિ અને રતનના દીવાને લીધે અંધારું નાસી ગએલું હતું, એ વાસઘરની નીચેની ફરસબંધી તદ્દન સરખી હતી અને તે ઊપર વિવિધ પ્રકારના સાથિયા વગેરે કોરીને તેને વધુ સુંદર બનાવવામાં આવેલી હતી, ત્યાં પાંચ રંગનાં સુંદર સુગંધી ફૂલે
જ્યાં ત્યાં વેરીને તે ઓરડાને સુગંધિત બનાવેલું હતું, કાળા અગર, ઉત્તમ કુદરૂ, તુરકીધૂપ વગેરે વિવિધ પ્રકારના ધૂપ ત્યાં સળગતા રહેતા હોવાથી એ એરડો મઘમઘી રહ્યો હતો અને તે ધૂપોમાંથી પ્રગટ થતી સુગંધીને લીધે તે ઓરડે સુંદર બનેલું હતું, બીજા પણ સુગંધી પદાર્થો ત્યાં રાખેલા હોવાથી તે, સુગંધ સુગંધ થઈ રહ્યો હતો અને જાણે કે કઈ ગંધની વાટની પેઠે અતિશય મહેકી રહ્યો હતે.
તે ત્રિશલા ક્ષત્રિયાણી તેવા ઉત્તમ સુશોભિત ઓરડામાં તે તેવા પ્રકારની પથારીમાં પ૭ હતી. જે પથારી ઉપર સનારના આખા શરીરના માપનું ઓશીકું મૂકી રાખેલ હતું, બન્ને બાજુએ-માથા તરફ અને પગ તરફ-પણ ઓશીકાં ગોઠવેલાં હતાં, એ પથારી બને બાજુથી ઉંચી હતી અને વચ્ચે નમેલી તથા ઊડી હતી; વળી, ગંગા નદીના કાંઠાની રેતી પગ મૂકતાં જેમ સુંવાળી લાગે એવી એ પથારી સુંવાળી હતી, એ પથારી ઉપર ધાએલો એ અળસીના કપડાને ઓછાડ બીછાવેલ હતું, એમાં રજ ન પડે માટે આખી પથારી ઉપર એક મોટું કપડું ઢાંકેલું હતું, મચ્છરે ન આવે માટે તેની ઉપર રાતા કપડાની મચ્છરદાની બાંધેલી હતી, એવી એ સુંદર, કમાવેલું ચામડું, રૂનાં પુંભડાં, બૂરની વનસ્પતિ, માખણ અને આકડાનું રૂ એ તમામ સુંવાળી સ્તુઓની જેવી સુંવાળી તથા સેજ-પથારી સજવાની કળાના નિયમ પ્રમાણે પથારીની આસપાસ અને ઉપર