________________
૧
અસ્વચ્છ પરમાણુ પુદગલેને દૂર કરે છે, અસ્વચ્છ પરમાણુ પુદગલેને દૂર કરીને સ્વચ્છ પરમાણ પગલેને ફેંકે છે વેરે છે, તેમ કરીને તે શ્રમણ ભગવંત મહાવીરને લેશ પણ પીડા ન થાય એ રીતે ત્રિશલા ક્ષત્રિયાણીની કૂખમાં ગર્ભપણે ગોઠવે છે અને વળી જે તે ત્રિશલા ક્ષત્રિયાણીને ગર્ભ છે તેને પણ જાલંધર ગેત્રવાળી દેવાનંદા બ્રાહ્મણીની કૂખમાં ગર્ભપણે ગોઠવે છે, આ રીતે બધું બરાબર ગોઠવીને તે દેવ, જે દિશામાંથી આવ્યો હતો તે જ દિશા તરફ પાછો ચાલ્યો ગયો.
- ૨૮ હવે જે ગતિથી આવ્યું હતું, તે ઉત્તમ પ્રકારની, તૂરાવાળી, ચપળ, વેગને . લીધે પ્રચંડ, બીજી બધી ગતિઓ કરતાં વિશેષ વેગવાળી, ધમધમાટ કરતી, શીધ્ર દિવ્ય દેવગતિ વડે પાછો તીર છે અસંખ્ય દ્વીપ અને સમુદ્રની વચ્ચોવચ્ચ થતો અને હજાર હજાર જજનની મોટી ફાળ ભરતે–એ રીતે ઊંચે ઊપડતે તે દેવ જે તરફ સૌધર્મ નામના કલ્પમાં સૌધર્માવલંસક નામના વિમાનમાં શક્ર નામના સિંઘાસણમાં દેદ્ર દેવરાજ શક્ર બેઠેલો છે તે જ બાજુ તેની પાસે આવે છે, પાસે આવીને દેવેંદ્ર દેવરાજ શક્રની એ આજ્ઞાને તરત જ પાછી સોંપી દે છે અર્થાત આપે જે આજ્ઞા કરેલી તેને મેં અમલ કરી દીધો છે એમ જણાવે છે. '
૨૯ તે કાલે તે સમયે શ્રમણ ભગવંત મહાવીર ત્રણ જ્ઞાનથી યુક્ત પણ હતા. - ૧ મને ફેરવીને બીજે લઈ જવામાં આવશે એમ તેઓ જાણે છે.
૨ પિતે પિતાને ફેરવાતા જાણતા નથી.
૩ પિતે ફેરવાઈ ચૂક્યા છે એ પ્રમાણે જાણે છે. ૩. તે કાલે તે સમયે જ્યારે વર્ષાઋતુ ચાલતી હતી અને વર્ષોત્રતુને જે તે પ્રસિદ્ધ એ ત્રીજો મહિનો અને પાંચમો પખવાડો ચાલતો હતો એટલે આસો મહિનાના ૧૦ દિ. પક્ષ ચાલતા હતા તથા તે સમયે તે ૨૦ દિ પક્ષની તેરમી તિથિ એટલે તેરશની તિથિ આવેલી હતી. ભગવાનને સ્વર્ગમાંથી વ્યાનું અને દેવાનંદા માહણીના ગર્ભમાં આવ્યાને એકંદરે કલ બાશી રાત દિવસ વીતી ગયાં હતાં અને તેરશને દિલસે વ્યાશી રાતદિવસ ચાલતો હતે, તે વ્યાશીમા દિવસની બરાબર મધરાતે એટલે આગલી રાતને છેડો અને પાછલી રાતની શરૂઆત થતી હતી એ સમયે ઉત્તરાફાલ્ગની નક્ષત્રને ગ આવતાં હિતાનુંકમ્પક એવા હરિગમેસી દેવે શક્રની આજ્ઞાથી માહણકુંડગ્રામ નગરમાંથી કેડાલ ગોત્રના રિષભદત્ત બ્રાહ્મણની ભારજા જાલંધર ગોત્રની દેવાનંદા બ્રાહ્મણીની કૂખમાંથી ભગવંતને ખસેડીને ક્ષત્રિયકુંડગ્રામ નગરમાં જ્ઞાતવંશના ક્ષત્રિમાંના કાશ્યપગેત્રના સિદ્ધાર્થ ક્ષત્રિયની ભારજા વાસિષ્ઠ ગોત્રની ત્રિશલા ક્ષત્રિયાણીની કૂખમાં લેશ પણ પીડા ન થાય એ રીતે બરાબર બેઠવી દીધા.
૧ શ્રમણ ભગવંત મહાવીર ત્રણ જ્ઞાનથી યુક્ત પણ હતા. ૧“લઈ જવાઈશ”