SearchBrowseAboutContactDonate
Page Preview
Page 949
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૦૮ કાશ્યપસ હિતા–ખિલસ્થાન W બાળકમાં પિત્ત કે વાયુની પ્રધાનતા જણાય. તે વેળા આપવાનુ` ભાજન मृद्वकामधुषि दद्यात् पित्तात्मनः सदा । मातुलुङ्गरसोपेतं वाते सलवणाशनम् ॥ २२ ॥ જે ખાળક, પિત્તપ્રધાન પ્રકૃતિથી યુક્ત હાય, તેને હમેશાં દ્રાક્ષ, મધ તથા શ્રી આપ્યા કરવાં જોઇએ અને વાયુની અધિકતામાં ખિજોરાના રસથી યુક્ત અને લવણુ નાખેલ ખોરાક આપવા જોઈએ. ૨૨ બાળક ભૂખ્યુ થાય ત્યારે જ તેને માફક ખારાક દેવાય एकान्तरं द्वयन्तरं वा देशाग्निबलकालवित् । થવા વા ઋષિત પયેત્તરનું જ્ઞાત્મ્યમાત્ ારા इति ह स्माह भगवान् कश्यपः ॥ દેશ, કાળ તથા અગ્નિખળના જાણકાર વૈદ્યે બાળક જ્યારે ભૂખ્યુ જણાય ત્યારે એકાંતરે કે એ ટકના આંતરે તેને સાત્મ્યહિતકારી ખોરાક જમાડવેા, એમ ભગવાન કશ્યપે જ ખરેખર કહ્યું હતું. ૨૩ ઇતિ શ્રીકાશ્યપસહિતામાં ખિલસ્થાન વિષે ‘નતકર્માંત્તર નામને અધ્યાય ૧૨મા સમાપ્ત કુણક-ચિકિત્સા : અધ્યાય ૧૩ મા અથાત: વુળ વિિિત્સતં વ્યાઘ્યાયામઃ ॥૨॥ इति ह स्माह भगवान् कश्यपः ॥ २ ॥ હવે અહી'થી ‘કુક્કુણુક ' નામના (ખાળ કાનાં નેત્રાની પાંપણમાં થતા) રાગની ચિકિત્સાનુ' અમે વ્યાખ્યાન કરીએ છીએ, એમ ખરેખર ભગવાન કશ્યપે જ કહ્યું હતું. વિવર્ણ : અહીં દર્શાવેલ આ ‘ કુષ્ણક નામના રેગ, એ બાળકોનાં નેત્રને જ એક રાગ છે; તેના સંબધે ‘યેાગરત્નાકર' નામના આયુર્વેદીય ગ્રંથમાં પદ્મ આમ કહ્યુ છે કે-આ રાગ બાળકોને જ એક નેત્રરાગ છે, જેમાં તેત્રાથી બરાબર જ શકાતું નથી; તેમાં યે ખાસ કરી સૂ` સામે અથવા સૂર્યંના પ્રકાશને જોવાનું કે સૂર્યના જેવા ચળકતા પદાર્થો જોવાનું ઘણું મુશ્કેલ બને છે. કુક્કુણક નેત્રરોગના નિદાનપૂર્વકની સપ્રાપ્તિ यदा माता कुमारस्य मधुराणि निषेवते । मत्स्यं मांसं पयः शाकं नवनीतं तथा दधि ॥ ३॥ સુરાલયં વિમર્થ તિરુપિટ્ટામ્ટાસિમ્ । अभिष्यन्दीनि सर्वाणि काले काले निषेवते ॥४॥ भुक्त्वा भुक्त्वा दिवा शेते विसंज्ञा च विबुध्यते । तस्य दोषाः प्रकुपिता दूरं गत्वा च तिष्ठते ॥५॥ ફોષાવૃતમાfયાસ્તતઃ સ્તસ્થં ચ દુષ્યતે। प्रदुष्टदोषसंज्ञं तु यदा पिबति दारकः ॥ ६ ॥ દોષાત્તવાસ્તુ વાજસ્થાનત્રોનિનઃ 19 लवणाम्लनिषेवित्वान्मातापुत्रौ रसादिह । अनुप्रवेशादा क्षेपादुष्णसत्त्वावनादपि । जायते नयनव्याधिः श्लेष्मलोहितसंभवः ॥ ८ ॥ ( ધાવણને ધાવતા ) બાળકની માતા જે કાળે મધુર પદાર્થોનું વધુ સેવન કરે છે અથવા માછલાં, માંસ, દૂધ, શાક, માખણ, દહી', સુરા-મદ્ય, આસવ, લેટના પદાર્થો, તલના તલવટ, ખોળ, ખાટી કાંજી અને બીજા કફવક પદાર્થોને વારવાર લગભગ ઘણા સમય સુધી ખાધા કરે અને તેવા પદાર્થો ખાઈ ખાઈ ને દિવસે ઊંઘ્યા કરે અને બેભાન થઈ ને જાગ્યા કરે, તેના તે તે દોષો પ્રાપ પામી–વિકૃત અને છે; તેમ જ દૂર સુધી–ઊંડાણમાં પહોંચી જઈ સ્થિતિ કરે છે, તેથી એ સ્ત્રીના શરીરના બધાયે અવયવાના માર્ગો, તે તે વિકૃત દોષોથી ઢંકાઈ જાય છે, એ કારણે સ્ત્રીનુ ધાવણ દુષ્ટ થઈ બગડે છે; પછી એ અતિ દુઃ દાષાથી બગડેલું ધાવણુ, બાળક જ્યારે ધાવે છે, ત્યારે એ લવણયુક્ત ખટાશના સેવનના કારણે એ માતા અને પુત્ર બને તે આહારના દોષને લીધે પીડાય છે; અને તે બાળક તે તે વેળા અનાજ પણ ખાતું નથી, તેથી ધાવણ દ્વારા તે બાળકમાં પણ દુષ્ટ દોષના પાછળથી પ્રવેશ થાય છે; તેમ જ એ દોષના આક્ષેપ કે આકષણથી અને ઉષ્ણુ સત્ત્વના સેવન કે ( નેત્ર સુધી) ગમન થવાથી પણ એ ખાળકને કફ તથા રુધિરના ખગાડ થવાથી ઉત્પન્ન થતા (કુણુક નામનેા) નેત્રરાગ ઉત્પન્ન થાય છે. ૩-૮
SR No.032596
Book TitleKashyapsamhita Athva Vruddhajivakiya Tantra
Original Sutra AuthorN/A
AuthorMarich Kashyap Maharshi, Girijashankar Mayashankar Shastri
PublisherSasthu Sahitya Vardhak Karyalay
Publication Year1970
Total Pages1034
LanguageGujarati
ClassificationInterfaith
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy