SearchBrowseAboutContactDonate
Page Preview
Page 880
Loading...
Download File
Download File
Page Text
________________ બસ્તિવિશેષણીય–અધ્યાય ૮ મે An અહીં દર્શાવેલ વિષમ સંખ્યાયુક્ત બસ્તિપ્રયાગ સામાન્યત: મુખ્યત્વે કરી અનુવાસનમાં જ કરાય તે જ ઠીક છે; પરંતુ નિરૂતુબસ્તિના અગરૂપે અનુવાસનસ્તિયે!ગ ચાલુ હાય તેમાં તેા આ નિયમ લાગુ જ નથી, એમ પણ સમજવું જરૂરી છે. એકંદર નિરૂહના અગરૂપે અનુવાસનબસ્તિ જ્યારે આપવી હાય, ત્યારે તે યુગ્મ–એકીની સંખ્યામાં પણ આપી શકાય છે. ૨૫,૨૬ સંક્ષેપથી અને વિસ્તારથી કહ્યા પછી વધુ કહેવાની પ્રતિજ્ઞા इति सूक्ष्मविचित्रार्थमुक्तं व्याससमासतः ॥ २७ ॥ विज्ञायैतत् प्रयोक्तव्यं यथा वक्ष्याम्यतः परम् । એમ સૂકમ તથા વિચિત્ર-અનેક પ્રકારના અથી યુક્ત આ ખસ્તિપ્રકરણ-વિસ્તારથી અને ટૂંકમાં અહી` કહેલ છે; એને વિશેષતઃ જાણ્યા પછી જે પ્રમાણે ખસ્તિયાગ કરવા જોઈ એ, તે હવે હું (નીચે પ્રમાણે ) કહું છું. ૨૭ આ સ્થિતિમાં કમ ખસ્તિની શ્રેષ્ઠતાનુ કથન गम्भीरानुगता यस्य क्रमेणोपचिता मलाः ॥२८॥ कुपिता वातभूयिष्ठा बस्तिसाध्या विशेषतः । संपन्नस्य सहिष्णोश्च कर्म तस्य परायणम् ॥२९॥ જે માણસના મળેા કે દાષા ઊડી ધાતુ એમાં પ્રવેશ્યા હોય અને અનુક્રમે વધી ગયા હાય, તેમ જ મુખ્યતાના કારણે જે દાષા કાપ્યા હોય, તેઓને વિશેષે કરી ખસ્તિથી મટાડી શકાય છે; તે કારણે જે માણુસ સપન્ન એટલે સમગ્ર સાધનાથી યુક્ત અને બધું સહન કરી શકે એવા સ્વભાવવાળા હાય તેને ( ઉપર કહેલ ) કમસ્તિ આપવી એ પરમશ્રેષ્ઠ ઉપાય છે. ૨૮,૨૯ કાલબસ્તિને ચેાગ્ય વ્યક્તિએ अतो मध्यस्य कालः स्यादव (र) स्थावरस्तथा । स्नेहस्वेदोपपन्नस्य वामितस्य यथाक्रमम् ॥ ३० ॥ स्निग्धस्विन्नस्य तु पुनर्विरिक्तस्य क्रमे गते । જ્ઞાનુવાસનસ્વાર્થ યથાયોનું તતદાત્ ॥રૂ? क्षणिकस्य प्रशान्तस्य निरूहमुपलक्षयेत् । | જે રાગીમાં મધ્યમખલ, મધ્યમ દોષ ૮૩૯ તથા મધ્યમ સાધનસ પત્તિ હાય, તેને પ્રથમ સ્નેહનથી સ્નિગ્ધ તથા સ્વેદનથી પણ યુક્ત કરવા; અને તે પછી અનુક્રમે વમનથી યુક્ત કરી કાલખસ્તિ દેવી જોઈએ; તેમ જ જેનામાં ખળ અવર-એછુ હાય અને દાષા ઓછા હાય, તેથી જેની પાસે સાધનસ'પત્તિ પણ એછી હાય તેને પણ અનુક્રમે પ્રથમ સ્નેહનથી સ્નેહયુક્ત અને સ્વેદનથી સ્વેદયુક્ત કરીને અનુક્રમે વમન કરાવી ફરી ઔષધ દ્વારા સ્નેહયુક્ત તથા સ્વંયુક્ત કરીને વિરેચન દ્વારા વિરેચનયુક્ત પણ કરવા; એમ તે ક્રમ પૂર્ણ થાય, ત્યારે તેને અનુ. વાસન ખસ્તિ દેવી અને તે પછી ત્રણ દિવસેા વીતે ત્યારે ચાગ અનુસાર ક્ષણિક આનયુક્ત અને અતિ શાંત થયેલા તે રાગીને વૈધે નિરૂહબસ્તિ આપવી જોઈએ. (આ જ પ્રકારે ચરકે પણ સિદ્ધિસ્થાનના ૧લા અધ્યાયમાં કહેલ છે, તે ત્યાં જોવું.) ૩૦,૩૧ યોગસ્તિના કાળ त्रिभिरन्वासितस्यातः सप्ताहः कर्मकालयोः ॥३२ पुनरास्थापनं कार्य योगः स्यात् पञ्चमेऽहनि । स्वभ्यक्तस्विन्नगात्रस्य काल्यमप्रातराशिनः ॥३३ कोष्ठानु साऽऽमं शाखाभ्यः सम्यक्संवाहितस्य च। એમ ત્રણ દિવસે અનુવાસનથી ચુક્ત થયેલા તે રાગીને સાત દિવસના કાળ ક્રમ અસ્તિ તથા કાલખસ્તિ આપવાના ગણાય છે; તે પછી ફરી તેનું આસ્થાપન-નિરૂહઅસ્તિથી શેાધન કરવું જોઈ એ; તે પછી પાંચમા દિવસે તેને ચાગમસ્તિ આપવી જોઈ એ; તે વેળા પ્રાતઃકાળે પ્રથમ તે રાગીના શરીરને સારી રીતે અભ્ય ́ગ-માલિસથી યુક્ત કરી સ્વેદનથી સ્વિન્ન પણ કરવું; પરંતુ એ પ્રાતઃકાળે કઈ પણ ખવડાવવું ન જોઈએ; એટલે ખાલી પેટે રાખીને તેના કાઠાને અનુસરી આમથી યુક્ત એવા તેને શાખાએથી આર‘ભી સારી રીતે સ`વાહનથી યુક્ત કરવા અને તે પછી તેને ચેાગમસ્તિ દેવી.૩૨,૩૩
SR No.032596
Book TitleKashyapsamhita Athva Vruddhajivakiya Tantra
Original Sutra AuthorN/A
AuthorMarich Kashyap Maharshi, Girijashankar Mayashankar Shastri
PublisherSasthu Sahitya Vardhak Karyalay
Publication Year1970
Total Pages1034
LanguageGujarati
ClassificationInterfaith
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy