SearchBrowseAboutContactDonate
Page Preview
Page 748
Loading...
Download File
Download File
Page Text
________________ વિશેષકલ્પ–અધ્યાય ? તેમ જ એ સન્નિપાત વરાના ઉપક્રમ ઉપચાર કે ચિકિત્સા કઈ છે? તેમ જ એ સન્નિપાતામાં કયા સાધ્ય છે અને કયા અસાધ્ય છે? ૬-૧૦ કશ્યપના પ્રત્યુત્તર इति पृष्टः स शिष्येण स्थविरेण प्रजापतिः । सन्निपातविशेषार्थमद्भुतं वाक्यमब्रवीत् ॥ ११ ॥ એમ તે સ્થવિર શિષ્ય વૃદ્ધજીવકે, પ્રજાપતિ કશ્યપને પૂછ્યું હતું, ત્યારે તેમણે સન્નિપાતાના વિશેષ અને સૂચવતું આ અદ્ભુત વાકય આમ કહ્યું હતું. ૧૧ शृणु भार्गव ! तत्त्वार्थ सन्निपातविशेषणम् । जानते भिषजो नैनं बहवोऽकृतबुद्धयः ॥ १२ ॥ હે ભગુવ ́શી વૃદ્ધજીવક! સન્નિપાતાનાં જે વિશેષણ કે ભેદો છે, તેને તમે તત્ત્વા કે સાચા સ્વરૂપમાં સાંભળેા; કારણ કે અજ્ઞાની વૈદ્યો, એ સન્નિપાતના ભેદને ખરાખર જાણતા નથી. ૧૨ ત્રણે દોષો એકસામટા કાપે છે, તેનાં કારણેા शीतोपचारात् सुतानां मैथुनाद्विषमाशनात् । प्रजागराद्दिवास्वप्नाच्चिन्तेर्ष्यालौल्यकर्शनात् ॥१३॥ तथा दुःखप्रजातानां व्यभिचारात् पृथग्विधात् । शिशोर्दुष्टपयःपानात्तथा संकीर्णभोजनात् ॥१४॥ विरुद्धकर्मपानान्न सेविनां सततं नृणाम् । अभोजनादध्यशनाद्विषमाजीर्णभोजनात् ॥ १५ ॥ सहसा चान्नपानस्य परिवर्तातोस्तथा । विषोपहतवाखम्बुसेवनागरदूषणात् ॥ १६ ॥ पर्वतोपत्यकानां च प्रतिकूले विशेषतः । अवप्रयोगात् स्नेहानां पञ्चानां चैव कर्मणाम् ॥ यथोक्तानां च हेतूनां मिश्रीभावाद्यथोच्छ्रिताः । ગયો ઢોવાઃ પ્રવ્રુત્તિ ક્ષીને વાયુનિ માર્ગવ ! ॥ જે સ્ત્રી પ્રસૂતા કે સુવાવડી થઈ હાય તેના શીતળ ઉપચારો કરવાથી, તેની સાથે મૈથુન કરવાથી, વિષમ ભાજન કે પ્રકૃતિવિરુદ્ધ કે અનિયમિત ખારાકા ખાવાથી, ઉજાગરા કરીને દિવસે ઊંઘવાથી; ચિ'તા, ઈર્ષ્યા, લાલુપતા તથા (શરીરે) કશન કે | ૯૦૭ ww ક્ષીણતા થવાથી; તેમ જ જેઓને કસુવાવડ થઈ ગઈ હોય છતાં જેઓ અનેક પ્રકારના વ્યભિચાર કે અનિયમિત આહાર-વિહાર આદિનું સેવન કરે; તેમજ બાળક દુષ્ટ ધાવણ ધાવે તેમ જ સ`કીણું સારાં ખાટાં કે સેળભેળથી યુક્ત ભાજન સેવે; જે પ્રકૃતિવિરુદ્ધ કે પરસ્પર વિરુદ્ધ એવું ભોજન તથા પાન કે પીણાં નિરતર સેવે; જેએ વધુ પડતા ઉપવાસેા કર્યો કરે, જેઓ અધ્યશન કરે એટલે ઉપરાઉપરી ખાધા કરે, વિષમ-વિપરીત ભાજન કરે કે અજીણું માં ભોજન કરે; એકદમ ઉતાવળથી પેાતાના ખારાક-પાણીમાં ફેરફાર કે બદલા કરે; કેાઈ અણુધારી ઋતુમાં પરિવર્તન કે ફેરફાર થઈ જાય; ઝેરથી બગડેલી વાવનું પાણી જે લેાકેા પીએ; ગરવષ કે કૃત્રિમ વિષના ઢાષ થાય; પહાડની તળેટીમાં કરવાથી; કે પ્રતિકૂળ સ્થાને વસવાટ સ્નેહન કર્યું કે વમનાદિ પચકમના ખાટા પ્રયોગ કરવામાં આવ્યા હાય-એમ એ ઉપર્યુક્ત કારણેા કે મિથ્યા અપચાર એકી વખતે સેવાય કે તે તે અપચારામાંથી અમુક કેટલાકના મિશ્ર ભાવ થાય, તેા તેથી વધી ગયેલા ત્રણે દોષો કાપે છે-એકી સાથે સામટા વિકાર પામે છે અથવા આયુષ ક્ષીણ થયુ... હાય તા ત્રણે દોષો પ્રકૈાપ પામે છે—વિકૃત થાય છે. ૧૩–૧૮ ततो ज्वरादयो रोगाः पीडयन्ति भृशं नरम् । सर्वदोषविरोधाच्च दुश्चिकित्स्यो महागदः ॥ १९ ॥ ઉપર કહેલાં કારણાથી કે મિશ્ર આહાર-વિહારના કારણે ત્રણે દોષો કાપે, તેથી જ્વરાદિ રાગે ઉત્પન્ન થઈ ને માણસને અતિશય પીડે છે; અને એમ તે સન્નિપાતથી ઉત્પન્ન થયેલેા તે મહારાગ, સર્વાં દેાષાના વિરોધને લીધે દુશ્ચિકિત્સ્ય થાય છે—ચિકિત્સા માટે મુશ્કેલ અને છે અથવા ચિકિત્સા દ્વારા મટાડવા મુશ્કેલ થાય છે.૧૯
SR No.032596
Book TitleKashyapsamhita Athva Vruddhajivakiya Tantra
Original Sutra AuthorN/A
AuthorMarich Kashyap Maharshi, Girijashankar Mayashankar Shastri
PublisherSasthu Sahitya Vardhak Karyalay
Publication Year1970
Total Pages1034
LanguageGujarati
ClassificationInterfaith
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy