SearchBrowseAboutContactDonate
Page Preview
Page 243
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૨ શાખા તથા પ્રશાખાના ભેદોએ કરીને પૂર્વ શાખા દ્વારા જેમ ભારત દેશમાં ભૈષજ્યવિજ્ઞાન ચાલુ થયું છે, તેમ પશ્ચિમ શાખા દ્વારા ગ્રીસ આદિ દેશેામાં પણ ભૈષજય વિજ્ઞાન પહેલાંના કાળથી જ ચાલુ થયું છે. વળી પ્રાચીન ગ્રીસ મહાકવિ ‘ હેામર’ના એડિસી નામના ગ્રંથમાં, દૈવના બળથી જ રાગેાની ઉત્પત્તિ થાય છે અને દૈવકૃપાથી જ રાગોની નિવૃત્તિ પણ થાય છે એ કારણે દેવતાઇ પૂજા, મંત્રા તથા ઉપાસના આદિથી રોગ દૂર થાય છે, એવા નિર્દેશ મળે છે. એ ડામર 'ના જ ‘ ઇલિયડ ' નામના ગ્રંથમાં શસ્રકની ઝાંખી દેખાય છે, તે પણ • એખિલેાનિયા ’ના પ્રભાવથી જ ત્યાં સંક્રાંત થઈ હાય . એવે ‘ પ્રેમર ' નામક વિદ્વાનને અભિપ્રાય છે. તેમના બે ગ્રામાં ક્યાંય પણ · પેયા' આદિ ઔષધના ઉપયોગ દર્શાવાયા નથી. પ્રાચીન કાળની ધારણા અનુસાર દેવાની ઉપાસના, મં! આદિ ઉપાયા જ રાગાન! ઉપાય તરીકે વધુ વ્યા. હાવાથી તેના જ લેખમાં દેવની કૃપાથી મિશ્ર દેશે. રાગાને શમાવનારી ઔષધિએ મેળવી છે, એવા ઉલ્લેખ મળે છે. તે ઉપરથી મિશ્ર દેશના વિષયના ઉલ્લેખ કરીને પેાતાના દેશ વિષે કઈ પણ ઉલ્લેખ કર્યા નથી, પણ મૌન જ ધારણ કર્યું છે, તેથી તેટલા કાળ સુધી પણ ગ્રીસ દેશમાં વૈજ્ઞાનિક અમુક વૈદ્યકવિદ્યાતા ઉદય થયા ન હતેા અથવા ખીજા દેશમાંથી પણ આવી પ્રાપ્તિ થઈ ન હતી, એમ સ્પષ્ટ થાય છે. ગ્રીસ દેશમાં જે પૌરાણિક કથાઓ છે, તેમાં વૈદ્યક વદ્યાનું દર્શીન થાય છે, છતાં તેમાં સમગ્ર વૈદ્યકવૃત્તાંત દેખાતું નથી, એ વૃત્તાંત પૂર્વીનાં સ્રોતામાંથી જ નીકળ્યું હાય એમ વાઈઝ ' નામના એક વિદ્વાન જણાવે છે. * | ભારતીય વૈદ્યકમાં અને ગ્રીક વૈદ્યકમાં વિષયાની સમાનતા ઘણી દેખાય છે, એમ પહેલાં કહ્યું જ છે. માત્ર બે કે ત્રણ વિષયામાં વિદ્યાનેાના હૃદયેામાં આકસ્મિક પ્રકટ થતા સંવાદ સભવે છે, પરંતુ અનેક વિષયાના અસાધારણ વિષયાના એક બાજુથી ખીજી બાજી પ્રભાવના પડવા સિવાય પરોક્ષ કે પરંપરાગત આવા વગેરે અમુક વિશેષ સપર્ક સિવાય વિષયાનું પ્રતિબિંબ જે પડયું છે, તે જાણવું કાશ્યપસ હિતા wwwwwwwˇˇˇˇˇˇ AAAAAA | મુશ્કેલ થાય છે. પોતાને આ માનતા લોકેાના મૂળ પ્રવાહની છાયારૂપે શાખાઓમાં તથા ઉપશાખાએમાં જે અનુસરણુ છે, તે માંત્રિકપ્રક્રિયા તથા ઔષધચિકિત્સાની પ્રક્રિયાના અશમાં પ્રથમથી જ મળે છે, તેપણ શાખા-ઉપશાખાઓમાં વિભાગ પામેલી વૈજ્ઞાનિક તથા વૈદ્યક વિદ્યા ભારતની જેમ ગ્રીસ દેશમાં પણ પ્રથમથી જ વિસ્તરેલી, તેને સિદ્ધ કરનારાં પ્રમાણે! અપ્રાપ્ય હાવાથી ગ્રીસ વૈદ્યકમાં તથા ભારતીય વૈધકમાં જે સમાનતા દેખાય છે તે ભારત દેશમાંથી ત્યાં અથવા ત્યાંથી ભારતમાં પરાક્ષ કે બીજા દેશ દ્વારા વૈદ્યક વિજ્ઞાનનું સંક્રમણ થયું છે, એવા અનુભવ કરાવે છે. ગ્રીસ વૈદ્યકના પ્રભાવ જો ભારત દેશમાં પ્રશ્નો હેત તા ગ્રીસ વૈદ્યકમાં જોવાતા તેના મસ્તિષ્કના અંકુરિત વિષયે ખાસ શબ્દા અને તેની અમુક વિશેષ પ્રક્રિયાએ ભારતીય વૈદ્યકમાં અમુક એછા-વધતા રૂપે પણ અવશ્ય મળી આવત, પરંતુ તે તા ખરેખર મેળવાતાં નથી; ઊલટા પ્રથમ દર્શાવેલ દિશાએ ભારતીય અસાધારણ વિષયાના ભાસ તેમ જ ભારતીય શબ્દોની છાયાનેા ભારતીય મુખ દ્વારા જ ક્યાંક ઉલ્લેખ થયેલ પ્રાચીન ગ્રીક વૈદ્યકમાં દેખાય છે. | ‘ નાલંદા ’ વિશ્વ વેદ્યાલયમાં ( અમુક ) રાગે પર અચિકિત્સા થતી હતી, એવું જણાવીને ભારતીય આયુર્વેદમાં શારીરિક વિષે કાઈ પણ વૈદશક શબ્દ જોવામાં આવતા નથી, પણ ઊલટું પાશ્ચાત્ય વૈદ્યકમાં શરીરના અમુક અવયવાતે બતાવનારા શબ્દો, ભારતીય પ્રાચીન શબ્દોની છાયાને દર્શાવતા ધણા દેખાય છે, એમ ‘ડેારાથિયા ચેપ્લિન’ જણાવે છે. યવન લેાકેાએ ભારતીય વિષયે લીધા છે ત્રક વૈદ્યકમાં તે દેશની મિનેાયન' નામની આદિ જાતિના સ્વચ્છતા સબંધી નિયમમાં; ‘મેસેાપોટેમિયા, ઍસિરિયા તથા મિશ્ર ઈરાન અને ભારતમાં મળતું શારીરરચનાનુ` જ્ઞાન; અને ભૂતપ્રેત આદિથી રાગોની ઉત્પત્તિ થાય છે, એવા વાદ તેમ જ ઔષધરચનાની વિદ્યા અને અનેક ઔષધાના સંબંધે આયુર્વે`દીય આચાર તથા વ્યવહારા તેમજ શલ્ય સબંધી શસ્ત્રવિજ્ઞાનનું ગ્રહણ એ ઉપરથી તેના પ્રાદુર્ભાવમાં ચારે પ્રવાહા પ્રકટ થયા હતા એમ |
SR No.032596
Book TitleKashyapsamhita Athva Vruddhajivakiya Tantra
Original Sutra AuthorN/A
AuthorMarich Kashyap Maharshi, Girijashankar Mayashankar Shastri
PublisherSasthu Sahitya Vardhak Karyalay
Publication Year1970
Total Pages1034
LanguageGujarati
ClassificationInterfaith
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy