SearchBrowseAboutContactDonate
Page Preview
Page 216
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપાદ્ઘાત ઉત્સર્પિણી તથા અવસર્પિણી-એ બે શબ્દો તથા શ્રમણુ, નિગ્રંથ, શક, પલ્લવ, દૃણુ આદિ સંશયજનક શબ્દ પણુ જોવામાં આવે છે, તેથી પશુ વાત્સ્યના સમય બ્રહ્મદેવના સમયની સમીપને હાવા જોઈ એ, એવું અનુમાન કરાય છે. વળી આ કાશ્યપસંહિતાના જ પૂર્વ ભાગમાં ‘ ભોજનકલ્પ ' નામના અધ્યાયમાં શ્લાક ૪૦-૧૧ માં પણ કેટલાક દેશાનાં નામેાના ઉલ્લેખ કર્યા છે; તેમાં કેટલાક પ્રસિદ્ધ દેશા-કુરુ-કુરુક્ષેત્ર, નૈમિષ, પાંચાલ, કાશલ, શૂરસેન, મત્સ્ય, દશા, શિશિરાદિક હિમાદ્રિ, વિપાશા, સારસ્વત, સિન્ધુ, સૌવીર, કાશ્મીર, ચીન, અપરચીન, ખશ, બાલિક, કાશી, પુંડુ, અંગ, વંગ-કલિ ગ, કિરાત આદિ દેશનુ મહાભારત આદિ પ્રાચીન ગ્રન્થામાં પણ વન મળે છે; તેથી તે તે દેશેા પ્રાચીન છે, એમ નક્કી ગણાય છે; અને તે સિવાયના ખીજા માણીચર– હારીતપાદ-દાસેરક, શાતસાર, રામણું, કાચ, અનુપક, પટ્ટન એ દેશાનાં નામેા પણ ખીજા ગ્રંથામાં સુલભ નથી; એ કારણે તે તે દેશા જોકે અપ્રસિદ્ધ છે, તાપણુ પૂર્વકાળે તે દેશના પણ વ્યવહાર થયેલા હતા એમ જણાય છે. એ દેશા કઈ દિશામાં આવેલા હતા ? પશ્ચિમ કે ઉત્તરના પ્રદેશમાં હતા ? તે સંબંધે વિદ્યાનાએ વિચારવા જેવું છે. આ સંહિતાના ખિલ ભાગમાં દેશાના ઉલ્લેખ કર્યો છે, તેમાં - મગધ ’| દેશના મહારાષ્ટ્ર તરીકે નિર્દેશ કર્યાં છે, તાપણુ · મગધ ' એ નામથી તેના નિર્દેશ કર્યાં નથી; કાશલ દેશના તે ઉલ્લેખ કર્યો છે; તે સિવાયના ખીજા પણ કેટલા વિશેષ દેશાના ત્યાં ઉલ્લેખ કર્યા છે, પશુ અહી તેઓના નિર્દેશ કર્યાં નથી; ઊલટાના પહેલાંના તરીકે નિશ્ચય કરાતા સિંધુ, સૌવીર, કુરુ, પાંચાલ અને ખાલિક વગેરે પ્રાચીન દેશેામાંના કેટલાક દેશોના વ્યવહાર પાછળથી વિલુપ્ત થયેા છે, તેાપણુ તે જ દેશેા પૂર્વ ભાગના લેખમાં જોવામાં આવે છે એ કારણે આ પૂર્વભાગ તથા ઉત્તરભાગમાં મળતા અમુક વિશેષ દેશાના ઉલ્લેખાનું અનુસંધાન કરતાં મુદ્દના સમયની સમીપે જણાતા વાત્સ્ય કરતાં પૂર્વભાગના રચયિતા વૃદ્રજીવકની તથા તેમના મૂળ આચાર્ય કશ્યપની પ્રાચીનતાનુ વિશેષે કરી અનુસધાન કરાય છે. ( હવે તે સંબંધે વધુ વિસ્તાર કરવા જરૂરી નથી. ) | ૧૭૫ (૪) ભારતીય ઔષચિકિત્સાનુ સમન | આ ભારતીય આયુર્વેદવિદ્યાના વિકાસ પેાતાના પ્રાચીન સ`પ્રદાયની પરંપરાથી જ થયા છે અથવા એમાં કાઈ ખીજા દેશના વૈદ્યકે પશુ પગપેસારા કર્યાં છે? અથવા યુરોપના પ્રદેશમાં પણ સની પહેલાં ગ્રીસ દેશની અંદર સભ્યતા તથા ચિકિત્સા ના વિકાસનેા ઇતિહાસ જણાતા હોવાથી ત્યાંની ચિકિત્સાના ભારતીય ચિકિત્સા પર કાઈ પ્રભાવ છે કે નહિ? ખીન્ન દેશાની ચિકિત્સામેના પ્રભાવ ન હોવા છતાં પશુ ભારતીય ચિકિત્સા આપણા દેશેમાં જ સીમિત રહી છે કે તેના પ્રભાવ ખીજ દેશામાં પણ પહેાંચ્યા છે, ઇત્યાદિ વિષયાના વિચાર વિના ભારતીય આયુર્વેદના પ્રવાહની પૂર્વકાળની પરિસ્થિતિ ખરાબર જાણી શકાય તેમ નથી; તેમ જ પૂર્વકાળના આયુર્વેદીય આચાર્યાના ઔપદેશિક સંપ્રદાય એટલે કે ઉપદેશને લગતી પર પરા પણુ કેવળ–ભારતીય પરંપરા દ્વારા જ શિથિલતાને પામી જાય. એ કારણે આ વિષયમાં પણ વિવેચન કરવું તે અહીં પ્રાચીન આચાર્યાના ઔપદેશિક સંપ્રદાયને ટકાવી રાખનાર એ કારણે તે વિષયના વિચારમાં અનેક વિદ્વાનેાના મતાને પણુ જણાવી મારા પેાતાના વિચાર પણ પ્રકટ કરું છું. કેટલાક વિદ્વાનેા ભારતીય ચિકિત્સા કરતાં પાશ્ચાત્ય ચિકિત્સાની પ્રાચીનતા સિદ્ધ કરવાની ઇચ્છાથી તેમાં કંઈક સાદશ્ય જોઈ તે ભારતીય વૈદ્યક પર પાશ્ચાત્ય વૈદ્યકના પ્રભાવ માને છે અને ભેડ આચાર્યાં ગાંધાર દેશના વતની હતા એવા ઉલ્લેખ મળતા હેાવાથી યવનેાના સંબધના કારણે તેમના વૈદ્યકમાં યવન લેાકેાના વૈદ્યકના પ્રભાવ પાછળથી પ્રવેશ્યા છે, એમ પણ વર્ણવે છે. ખીજા કેટલાક વિદ્યાના આમ વર્ણવે છેઃ સૌની પહેલાં યુરેપના વિભાગમાં ભૈષજ્યવિદ્યા અથવા વૈદ્યકીય ચિકિત્સાના ઉદય થયા હતા; એટલે કે ઈસવી સનની શરૂઆત થયા પહેલાં પાંચમી શતાબ્દીમાં (ઈ. પૂ. ૪૬૦માં ) ‘ થિયાફ્રેસ્ટસ ’ નામના ગ્રીક વિદ્વાનના લેખમાં પણ ઘણીખરી ભારતીય વનસ્પતિઓનેા-જીરું, આદુ, મરિયાં,
SR No.032596
Book TitleKashyapsamhita Athva Vruddhajivakiya Tantra
Original Sutra AuthorN/A
AuthorMarich Kashyap Maharshi, Girijashankar Mayashankar Shastri
PublisherSasthu Sahitya Vardhak Karyalay
Publication Year1970
Total Pages1034
LanguageGujarati
ClassificationInterfaith
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy