SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપાદ્ઘાત ૮૫ AAKA | પણ સૂત્રનાં ઉદાહરણા દર્શાવેલ હેાઈ ગણપાઠમાં પણ ‘સૌજીલ' શબ્દ મળે છે, તે પાણિનીય નથી એમ કહેવું તે અયેાગ્ય છે; જેમ વિશેષ કંઈ કહેવા જેવું ન જણાયાથી વચ્ચે વચ્ચે જેએની ઉપર ભાષ્યકારે વ્યાખ્યાન કર્યું નથી અને જેઓને ભાષ્યમાં લીધાં નથી, એવાં સૂત્રાને અપાનિીય એટલે કે પાણિનિએ નહિ રચેલાં ગણીને તેઓ સંબંધે સંદેહ કરવા તે ખરેખર દુઃસાહસ જ છે. વળી જેએની ઉપર ભાષ્યકારે વ્યાખ્યાન લખ્યું નથી, તેવાં ઘણાં સૂત્રોને અપાણિનીય જો કહેવાય તા તે તે અધ્યાયેાના પાદાના છેડે રહેલી સૂત્રોની ગણતરી કેવી રીતે બંધબેસતી થાય ? ન જ થાય; માટે પાણિનિએ પોતે ગણેલા ‘કાં- | કૌજપ ' આદિ ગણમાં દર્શાવેલ ગણશબ્દોનું અનુ- | સંધાન કરતાં ‘શેખર ' આદિ ટીકા ત્ર થેામાં • સૌજીતચિત્રાઃ ' એવા પાઠ મળે છે, તેનું અનુસરણ કરવામાં આવે તેા જુદા જુદા સૌમ્રુતા એટલે કે સુશ્રુતના વિદ્યાર્થી આનેા તથા પાર્થિવ− એટલે કે પૃથુના વિદ્યાથી એના પરસ્પરના સંબધ સમજી શકાય છે; વળી તેમાં પણ ‘વર્થિવ ’ શબ્દની પહેલાં ‘ સૌજીત ' શબ્દના પ્રયોગ જોવામાં આવે છે, તે ઉપરથી તે કાળમાં સૌથ્રુતાનુ` એટલે કે સુશ્રુતના પુત્રોનું તથા વિદ્યાર્થી એનું પાર્થિવા એટલે કે પૃથુવંશી રાજાએ સારું સન્માન કરતા હતા અને તે કાળે એ સૌષ્ઠાની રાખમાં પ્રતિષ્ઠા અથવા કદર પણ સારી હતી, એવું પણ અનુમાન કરી શકાય છે. વળી ‘ સૌજીતા: ચિત્રાજી: ' એવા બહુવચનગજ સમાસ દર્શાીને સૌમ્રુતપાર્થિવાઃ' એ શબ્દની સિદ્ધિ દર્શાવવામાં આવી છે; તે ઉપરથી આવી ખાતરી કરાવવામાં આવી છે કે પાણિનિના સમયમાં પણ ઘણા શ્રુતના સંપ્રદાયના અનુયાયી વૈદ્યો, ધણા પાવિ એટલે કે પૃથુવ’શી રાજાએની સાથે સંબધ ધરાવી રહ્યા હતા, એમ એ બહુવચનાન્ત પદ મૂકીને નિશ્ચય કરાવ્યા છે. શ્રુતસ ંહિતાના સૂત્રસ્થાનના ‘યુત્તિસેનીય ’નામના અધ્યાયમાં વઘે ચારે બાજુ નિર ક્ષણ કરી રાજાનું રક્ષણ કરવું અને રાજાની છાવણીઓમાં પણ તે રાજાની સાથે જ રહેવું; તેમ જ રાજાએ પણ એ વૈદ્યનું સારી રીતે સન્માન કરવું એમ કહેવામાં | આવ્યું છે. જેમ કે મ્રુતના સૂત્રસ્થાનના ૩૪મા અધ્યાયમાં કહ્યુ` છે કે, યુસેનન્ય નૃપતેઃ પાનમિનિીતઃ । મિત્રના રક્ષળ જાય યથા સટ્ટુપલેક્ષ્યતે II ચિન્તયેનૃપત્તિ વૈદ્યઃ શ્રેયાંશીષ્ટમ્ વિશળઃ । વૈદ્યો ધ્વન ામાતિ રૃચિરૂગિતઃ ॥ જે વખતે રાજા પાતાના શત્રુઓને જીતવાની ઈચ્છાથી સેનાની સાથે જોડાયા હેાય તે સમયે વઘે તે રાજાનું જે રીતે રક્ષણુ કરવું જોઈએ, તે સ બધે અહી ઉપદેશ કરવામાં આવે છે, એ વેળા વૈઘે રાજની ચિંતા રાખવી; અને તે ચતુર વૈદ્યે તે દ્વારા પેાતાનાં કલ્યાણ ઈચ્છવાં. એ વેળા રાજની તે છાવણીમાં વૈદ્ય ધ્વજના જેવા પ્રકાશી રહ્યો હાય અને રાજા તથા તેના જાણકાર પુરુષો પણ તે વૈદ્યના આદર-સત્કાર કરી રહ્યા હેાવા જોઈ એ. વળી શ્રુતના સૂત્રસ્થાનના ઉપસંહાર કરતાં પણ આમ કહેવાયું છે કે, મહાત્મા રાજાએની ચિકિત્સા કરવા માટે પણ માણસે આ આયુર્વ†દીય શાસ્ત્રનું અધ્યયન અવશ્ય કરવું; કારણ કે આ આયુર્વેદીય વિદ્યા ભણનારાઓના રાજાઓની સાથે વિશેષ સંબંધ રહ્યા જ કરે છે, એમ ત્યાં સુશ્રુતના સૂત્રસ્થાનના ઉપસંહારમાં સૂચવ્યું છે; ( જેમ કે ફર્મ વિધિયોનુમત મહામુનેતૃવર્ધિમુલ્ય છેદ્ધિ ચનતઃ । સ મૂનિષાછાય વિધાતુનૌષધ મહામનાં વાર્હતિ સૂરિસત્તમઃ ||−રાજપ્તિ એમાં મુખ્ય મહામુનિ સુશ્રુત અથવા દિવેાદાસને માન્ય આ આયુર્વેદીય ચિકિત્સાવિધિનું જે માણસ કાળજીથી અધ્યયન કરે, તે પેાતાના રાજાનું ઔષધ કરી શકે છે અને આયાર્યામાં ઉત્તમ બની મહાત્મા ઋષિઓનાં પણ ઔષધ કરવાતે યાગ્ય બને છે.) વળી ઋગ્વેદ ૧-૨૪–૯ માં જણાવેલ ‘ રાત તે રાઞન્ મિત્રનઃ સહસ્રમ્-હે રાજન! તારી પાસે સેા વૈદ્યો અથવા એક હજાર વૈદ્યો કાયમ હાજર રહેવા જોઈ એ, ' એ મંત્રના પ્રમાણ ઉપરથી પણ ઘણા કાળથી લઈ તે રાજઆના તથા વૈદ્યોના પરસ્પરના સંબંધ જાણી શકાય છે, તેમ જ મહાભારતના ઉદ્યોગપર્વના ૧૫૧-૧ પર એ અધાયામાં અને ભીષ્મપર્વના ૧૨૦ મા અધ્યાયમાં તેમજ કૌટિલીય–સંગ્રામને લગતા અધિકરણમાં ૧૦ મા અધ્યાયમાં સગ્રામને લગતા પ્રસ’ગમાં વિશેષે કરી શસ્ત્રચિકિત્સાના જાણકાર વૈદ્યોનું રાજાઓની | જ
SR No.032596
Book TitleKashyapsamhita Athva Vruddhajivakiya Tantra
Original Sutra AuthorN/A
AuthorMarich Kashyap Maharshi, Girijashankar Mayashankar Shastri
PublisherSasthu Sahitya Vardhak Karyalay
Publication Year1970
Total Pages1034
LanguageGujarati
ClassificationInterfaith
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy