SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1030
Loading...
Download File
Download File
Page Text
________________ પરિશિષ્ટ [ કાશ્યપસહિતાના પ્રચાર પણ હતા તે દર્શાવતું આ વરસમુચ્ચય નામના ગ્રંથમાં કાશ્યપસહિતાના આ શ્લોકા મળે છેઃ k તથા આદર, પ્રાચીન સમયમાં પરિશિષ્ટ મિાત્ર આપ્યું છે. ] છે; તે મેળવવા માટે અહીં આપ્યા છે. . * पूर्वोद्भवनिमित्तेन योऽपरो जायते गदः । तमुपद्रवमित्याहरतीसारो यथा ज्वरे ॥ चिकित्सितं यथोत्पत्ति तेषामेके प्रचक्षते । उपद्रवाणामित्येके पूर्व नेत्याह कश्यपः ॥ ' ( પહેલાંના ઉપદ્રવના કારણે જે બીજો રા ઉત્પન્ન થાય છે, તેને પણ વિદ્વાન ઉપદ્રવ કહે છે, જેમ કે, વરમાં જે અતીસાર-ઝાડા થાય છે, તેને જ્વરને ઉપદ્રવ કહેવામાં આવે છે. તેની ચિકિત્સા ઉત્પત્તિ પ્રમાણે કરવી એટલે કે જવરની ચિકિત્સા પ્રથમ કર્યાં પછી તે અતીસારની ચિકિત્સા કરવી; પરંતુ કેટલાક આચાયે કહે છે કે, તે ઉપદ્રવાની ચિકિત્સા પહેલાં કરવી; અને તે મટે તે પછી મૂળ વ્યાધિની ચિકિત્સા કરવી; પરંતુ ભગવાન કાશ્યપ આમ કહે છે કે, ઉપદ્રવરૂપ રાગની ચિકિત્સા પ્રથમ ન કરવી, પણ તેમના મતે મૂળ વ્યાધિ તથા ઉપદ્રવ એ ખેયની શાંતિ થાય તે માટે તે એયને ચેાગ્ય / ખારાક-પાણી તથા ઔષધ આપી બેયની શાંતિ થાય તેવા યત્ન કરવા. તેમ જ એ બેય રાા વધી ન જાય તે માટે અવશ્ય કાળજી રાખવી અથવા એ બેય રાગમાં જે વધારે તીવ્ર હોય તેને એનાં પેાતાનાં લક્ષણા ઉપરથી જેઈ તે વિદ્વાન ઉત્તમ વૈધે તે વધુ તીવ્ર રાગની પ્રથમ ચિકિત્સા કરવાની શરૂઆત કરવી, જેથી તે વૈદ્ય એ બેયને અનુક્રમે મટાડવા સમ” થાય છે. તેમ જ છપાયેલ કાશ્યપસહિતામાં ૬૨૯ મ પાનામાં આ શ્લાક છે અને તે જ જ્વરસમુચ્ચયમાં પણ મળે છે; જુએ ત્યાં અનુવાદ સાથે. ) ‘ વરસમુચ્ચય ’ નામનેા એક ગ્રંથ ખાસ વરના વિષયમાં અનેક પ્રાચીન આ મૂલ વચનેાના એકત્ર કરેલા સંગ્રહરૂપ હાઈ પ્રાચીન છે. એ | રસમુચ્ચય ’ગ્રંથમાં બે પુસ્તકા તાડપત્રમાં લખેલા મારા સંગ્રહાલયમાં રાખવામાં આવ્યાં છે. એ બંનેમાંનું એક પુસ્તક પ્રાચીન અક્ષરામાં લખેલુ' અને અપૂર્ણાં છે. તે પુસ્તકને અંતે તેને લેખસમય ૪૪ નેપાલસ‘વત્સર દર્શાવ્યા છે, અને ખીજું પુસ્તક સંપૂર્ણ છે તેમ જ નેપાલી અક્ષરેામાં લખેલું છે. તેની લિપિ ઉપરથી અનુમાન કરતાં એ પુસ્તક આજથી આસા વર્ષોં પહેલાંનું હાઈ પ્રાચીન કલ્પી શકાય છે; એ પુસ્તકના લખાણના સમય પણ એટલે જ પ્રાચીન હાઈ તેનું મૂળ કયારે હાઈ શકે તે જણાવવું મુશ્કેલ છે. એ પુસ્તકમાં અશ્વિનીકુમાર, ભારદ્વાજ, કશ્યપ, ચરક, સુશ્રુત, ભેડ, હારીત, ભેાજ, તૂકણું અને કપિલબલ-એ પ્રાચીન આચાર્યાંના જ વરના વિષયને લગતા ક્ષેા તેમના નામને નિર્દેશ કરી લીધેલ છે, પણ અર્વાચીન કૈાઈ પણ આાચાર્યનાં વચનાને તેમાં સંગ્રહ કર્યો જ નથી, એ પણ એ ગ્રંથની વિશેષ પ્રાચીનતા બતાવે છે. વળી એ વરસમુચ્ચય ગ્રંથમાં વરને વિષય ધરાવતાં ઘણાં વચને કાશ્યપનાં જ ઉતારેલાં દેખાય છે. એ વચના આ કાશ્યપસંહિતામાં ઘણાંખરાં પૂર્વી - ભાગમાં મળે છે, અને કેટલાંક વચનેા ( આ કાશ્યપસંહિતાના ખિલભાગમાં જોવામાં આવે છે. તેમાંનાં કેટલાંક વચના જે મળતાં નથી, તે આ સંહિતાના ત્રુટિત ભાગમાં કદાચ આવી પણ ગયાં હૈાય. કેટલાક પાઠભેદ પણ કયાંક મળે છે તે મેટા અક્ષરામાં બતાવ્યા છે. આ સંહિતાના પુસ્તકના પાનાના અંક બાજુમાં બતાવી અહીં જે લૈકા | / × જવરસમુચ્ચયમાં જે જે કશ્યપના ક્ષેાકેા ટુકડે ટુકડે તે તે પ્રકરણમાં લીધા છે, તે તે અહી બતાવવામાં આવે છે; તેમાંના જેએ સાથે છે તે • ( આવા ઇન્વર્ટેડ)માં આપ્યા છે. ( છપાયેલ આ કાશ્યપસહિતાના પુસ્તકમાં ૩૩૬–૩૩૭ પાનાંમાં આ 6" આપ્યા છે તે ઉષ્કૃત કરેલા કાશ્યપસહિતાના જ । એ શ્લાા છે. આને અનુવાદ પણ ત્યાં જ જોવા. ) |
SR No.032596
Book TitleKashyapsamhita Athva Vruddhajivakiya Tantra
Original Sutra AuthorN/A
AuthorMarich Kashyap Maharshi, Girijashankar Mayashankar Shastri
PublisherSasthu Sahitya Vardhak Karyalay
Publication Year1970
Total Pages1034
LanguageGujarati
ClassificationInterfaith
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy