________________
આ રીતે સિક્કા રિદ્ધિ મમ વિસંત' એ પદ “ઉપર જે વિશેષણો જણાવ્યા તે વિશેષણોથી વિશિષ્ટ શ્રી તીર્થકર ભગવંતો કે જેઓ કૃતકૃત્ય થઈ ગયા છે તેઓ
મને સિદ્ધિપદને આપો”. એ અર્થમાં સિદ્ધ થાય છે." ૪.૬ અર્થસંકલના ૧. પંચાસ્તિકાયના કેવલજ્ઞાનરૂપી દીપકથી પ્રકાશ કરવાના સ્વભાવવાળા, સર્વ જીવોની
પોતપોતાની ભાષામાં પરિણામ પામનારી અનુપમવાણી દ્વારા ધર્મતીર્થનું સ્થાપન કરવાના સ્વભાવવાળા, રાગ, દ્વેષ, આદિ આંતર શત્રુઓને જીતનારા અને જેમને કેવલજ્ઞાન ઉત્પન્ન થયું છે એવા ચોવીસેય તેમ જ બીજા પણ (અન્ય ક્ષેત્રમાં થયેલા)
અહંતોને હું નામોચ્ચારણપૂર્વક સ્તવીશ. ૨. ઋષભદેવને અને અજિતનાથને હું વંદુ છું. સંભવનાથને અભિનંદન સ્વામીને અને
સુમતિનાથને અને પદ્મપ્રભ સ્વામીને સુપાર્શ્વજિનને અને ચન્દ્રપ્રભ સ્વામીને હું વંદુ
છે.
૩. સુવિધિનાથ કે જેમનું બીજું નામ “પુષ્પદંત’ છે તેમને શીતલનાથને, શ્રેયાંસનાથને
અને વાસુપૂજય સ્વામીને, વિમલનાથને અને અનન્તજિનને, ધર્મનાથને અને
શાંતિનાથને હું વંદન કરું છું. ૪. કુંથુનાથને અરનાથને અને મલ્લિનાથને હું વંદુ છું. મુનિસુવ્રત સ્વામીને અને
નમિજિનને હું વંદુ છું. અરિષ્ટનેમિને, પાર્શ્વનાથને અને વર્ધમાન સ્વામીને હું વંદન
કરું છું. ૫. ઉપર્યુક્ત વિધિથી મારા વડે નામથી કીર્તન કરાયેલ જેમણે વર્તમાનમાં બંધાતા અને
ભૂતકાળમાં બંધાયેલા કર્મો દૂર કર્યા છે અને જેમનાં જરામરણ સંપૂર્ણ રીતે નષ્ટ થયેલા છે. એવા ચોવીસેય તેમજ અન્ય પણ કેવળજ્ઞાની શ્રીતીર્થકરભગવંતો મારા
પર પ્રસન્ન થાઓ. ૬. પોત પોતાના નામથી સ્તવાયેલા, મન-વચન-કાયા વડે વંદાયેલા અને પુષ્પો આદિથી
પૂજાએલા, જે સૂર અસૂર આદિ રૂપ લોક પ્રત્યક્ષ છે. લોકમાં ઉત્તમ છે અને કૃતકૃત્ય થયેલા છે તેઓ (શ્રી તીર્થકર ભગવંતો) અને આરોગ્ય (સિદ્ધપણું) પ્રાપ્ત
કરવા માટે બોધિલાભ અને શ્રેષ્ઠ ભાવસમાધિ આપો. ૭. ચંદ્રો કરતાં પણ વધારે નિર્મળ, સૂર્યો કરતાં પણ વધારે પ્રકાશ કરનારા, સ્વયંભૂરમણ