________________
હિતુ-(1)-આપો
આઠેય ગ્રંથકારો “હિતુ નો અર્થ આપો એમ કરવામાં એકમત છે. છેલ્લા બે પદનો અર્થ “આરોગ્ય એટલે સિદ્ધપણું તેને માટે બોધિલાભને અને તે બોધિલાભ માટે ઉત્તમ ભાવ સમાધિને યા તો આરોગ્ય. સાધક બોધિલાભ કે જે સમાધિના યોગ શ્રેષ્ઠ છે અને સર્વપ્રધાન છે તેને આપો.
અહી એક પ્રશ્ન ઉપસ્થિત થાય છે કે શ્રી તીર્થકર ભગવંત પાસે યાચના કરીએ છીએ અમને ઉપર્યુક્ત વસ્તુઓ આપો. તો શું તેઓમાં તે વસ્તુઓ આપવાનું સામાÁ છે ? આ પ્રશ્નનો ઉત્તર આઠેય ગ્રંથકારો અલગ-અલગ આપે છે.
તીર્થકરોમાં તે વસ્તુ આપવાનું સામર્થ્ય નથી. પરંતુ તેમની પ્રત્યેની ભક્તિથી સ્વયમેવ ઉપર્યુક્ત વસ્તુઓની પ્રાપ્તિ થાય છે. માટે એમ કહેવાય છે. આવસ્મય હારિભદ્રીય ટીકા આ પ્રમાણે કહે છે.
લલિત વિસ્તરા જણાવે છે કે તીર્થકરો રાગાદિ રહિત હોવાથી આરોગ્ય આદિ આપતા નથી, તો પણ આવા પ્રકારના પ્રયોગથી પ્રવચનની આરાધના થવા દ્વારા સન્માર્ગમાં રહેલા મહાસત્વશાળી આત્માને તેમની સત્તાના કારણે જ તેની પ્રાપ્તિ થાય છે.
ચેઈયવંદણ મહાભાસ જણાવે છે કે આ “અસત્યામૃષા' નામની ભક્તિથી બોલાયેલી ભાષા છે. બાકી જેમના રાગ-દ્વેષ ચાલ્યા ગયા છે. એવા જિનવરો “સમાધિ” અને બોધિને આપતા નથી. પરંતુ રાગ-દ્વેષ રહિત જિનવરોની પરમભક્તિથી જીવો આરોગ્ય બોધિલાભ અને સમાધિ પ્રાપ્ત કરે છે.
યોગશાસ્ત્ર સ્વોપજ્ઞવિવરણ જણાવે છે કે “આપો” એવું ભક્તિથી કહેવાય છે. આગળ કહ્યા પ્રમાણે “અસત્યામૃષા' નામની કેવળ ભક્તિથી બોલાયેલી ભાષા છે. અન્યથા જેમના રાગાદિ દોષ ક્ષીણ થઈ ગયા છે તેઓ “સમાધિ” અને “બોધિ’ આપતા નથી.
આ વિષય પર અન્ય ગ્રંથકારોએ વિશદત્તાથી વિવેચન કર્યુ છે. જે પૈકી ધર્મસંગ્રહણીના કર્તાએ જે વિગત ટાંકી છે તે વિશિષ્ટ કોટિની છે.
આરોગ્ય આદિ આપો' તો શું આ નિદાન છે ? (તેના જવાબમાં આવસ નિજુતિ’ જણાવે છે કે, અહીં વિભાષા એટલે કે વિષયવિભાગની વ્યવસ્થા વડે વ્યાખ્યા કરવી.