________________
સમાવિર (માધવરમ)-શ્રેષ્ઠ સમાધિને. તેના બે પ્રકાર છે. ૧. દ્રવ્ય સમાધિ તે છે કે જેના ઉપયોગથી સ્વસ્થપણું થાય યા તો જે વસ્તુઓને પરસ્પર વિરોધ ન હોય તે ૨. ભાવ સમાધિ તો જ્ઞાન આદિના સમાધાનને (તે જ્ઞાનાદિ ગુણોની આત્મામાં સારી રીતે સત્તા હોવી તેને) જ કહેવાય છે. કારણ કે તેની સત્તા હોય તો જ પરમ સ્વાશ્રયનો યોગ થાય.
સમાધિ' શબ્દની આગળ “વર” શબ્દ મૂકેલ છે. વર એટલે પ્રધાન એટલે કે “પ્રધાન સમાધિ' અર્થાત “ભાવ સમાધિ’ સમરિ પદનો ગરુપોષિતામ સાથે સંબંધ છે. આરોગ્ય માટે બોધિલાભ અને તે બોધિલાભ નિદાન વગરનો હોય તો મોક્ષ માટે જ થાય છે તેથી કરીને તેને માટે “ભાવસમાધિને–એ પ્રમાણે અર્થ કરવામાં આવે છે.
મનની નિવૃત્તિ તે “સમાધિ' છે તેના દ્વારા શ્રેષ્ઠ એવા “બોધિલાભ” એવો અર્થ કરે છે. અને આ પ્રમાણે કરી સમાપિર શબ્દનો પિતામં પદમાં આવે વિનામ નો સમાવેશ થાય છે.
યોગશાસ્ત્ર સ્વોપજ્ઞવિવરણ દેવવંદનભાષ્ય, વંદારવૃત્તિ તથા ધર્મસંગ્રહ જણાવે છે કે “બોરિલાભ માટે “સમાધિવર' ને એટલે કે “વરસમાધિ' ને કે જે પરમ સ્વાશ્રયરૂપ ભાવસમાધિ તેને. “મદિર પદનો અર્થ શ્રેષ્ઠ એવી સમાધિને એટલે કે ભાવ સમાધિને અને પૂર્વના ‘
રાધનામં પદ સાથે “સમદિવ નો સંબંધ જોડતા બોધિલાભ માટે શ્રેષ્ઠ એવી ભાવ સમાધિને એ અર્થમાં સિદ્ધ થાય છે.
ઉત્તમ-(ત્તમ)-ઉત્તમ
આવસ્મય હારિભદ્રીય ટીકા યોગશાસ્ત્ર સ્વયજ્ઞવિવરણ દેવવંદન ભાષ્ય, વંદારવૃત્તિ તથા ધર્મસંગ્રહ “ત્તમ' નો અર્થ “સર્વોત્કૃષ્ટ કરે છે અને જણાવે છે કે ઉપર્યુક્ત ‘ભાવસમાધિ પણ ઓછાવત્તા અંશે અનેક પ્રકારની હોવાથી અહી સર્વોત્કૃષ્ટ' ભાવ સમાધિ ગ્રાહ્ય છે. માટે ઉત્તમ પદ મુકવામાં આવે છે.
ચેલયવંદણ મહાભાસ જણાવે છે કે, તે બોધિલાભનું સર્વ પ્રધાનપણું સૂચવવા માટે ઉત્તમ પદ મુકેલ છે. ૭ અહીં વપરાયેલા ઉત્તમ પદ -સર્વોત્કૃષ્ટ યા તો સર્વ પ્રધાન એ અર્થમાં સિદ્ધ થાય છે.