________________
ધર્મ એ જ “તીર્થ' કે ધર્મ પ્રધાન એવું ‘તીર્થ' તે “ધર્મતીર્થ તેને કરવાનો સ્વભાવ છે જેમનો તે “ધર્મતીર્થકર તેવા ધર્મતીર્થકરોને, તેનો વિશેષ અર્થ દેવો, મનુષ્યો, અને અસુરો સહિતની પર્ષદામાં સર્વજીવોની પોતપોતાની ભાષામાં પરિણામ પામનારી વાણી દ્વારા “ધર્મતીર્થનું પ્રવર્તન કરનારાઓને છે. ૨૧
આ પ્રમાણે ઘમ્મતિત્યારે એ પદ - દુર્ગતિમાં પડતા પ્રાણીઓને રોકી રાખી સન્માર્ગે સ્થાપનાર અને સંસારસાગરથી તારનાર એવા ધર્મરૂપ ભાવતીર્થનું સર્વ ભાષામાં પરિણામ પામનારી સાતિશય વાણી દ્વારા પ્રવર્તન કરવાના સ્વભાવવાળા સિદ્ધ થાય છે.
આ પદ દ્વારા શ્રી તીર્થંકર ભગવંતનો પૂજાતિશય તથા વચનાતિશય દર્શાવવામાં આવ્યો છે. ૨૭
શ્રી “મહાનિસીહ સૂત્રમાં ધર્મતીર્થકર અંગે નીચે પ્રમાણે ઉલ્લેખ પ્રાપ્ત થાય છે. તે ગૌતમ ! પૂર્વે જેનો શબ્દાર્થ વર્ણવામાં આવ્યો છે. એવા જે કોઈ ધર્મતીર્થકર શ્રી અતિ ભગવંતો હોય છે. તેઓ પરમપૂજયોના પણ પૂજયતર હોય છે. કારણ કે તે સઘળાય લક્ષણોથી લક્ષિત હોય છે. તેઓ સકલ પદાર્થના જ્ઞાતાદ્રષ્ટા હોય છે. નિn (નિનાનું) જિનોને.
જિન” શબ્દનો અર્થ જેમણે ક્રોધ, માન, માયા, લોભ જીત્યા છે તે એવો કરવામાં આવ્યો છે. ૮
રાગ-દ્વેષ કષાયો, ઈન્દ્રિયો, પરિસહો, ઉપસર્ગો અને ચાર પ્રકારના ધાતી કર્મોને જિતનોરા તે “જિન” એમ કહેવાયું છે. ૨૯
“વિનંતો વિનાસ્તાનું રાગ આદિને જિતનારાને તે જિન એમ કહેવાયું છે. ૩૦
જેમણે રાગ-દ્વેષ અને મોહને જીત્યા છે. તેઓ “જિન” એમ કહેવાયું છે.' રાગ-દ્વેષ આદિને જીતનારાઓ “જિન' તરીકે ઓળખાય છે.”
આ રીતે જિન પદ રાગ-દ્વેષ, કષાયો, પરીસહો, ઉપસર્ગો અને ચાર પ્રકારના કર્મોને જીતનાર એ અર્થમાં સિધ્ય થાય છે.
આ પદ દ્વારા અપાયાગમ અતિશય દર્શાવાયો છે.
૫૫