________________
અંગે છંદવિદો કંઈ જણાવતા નથી. પરંતુ સાંભળવામાં મધુર લાગે તે પ્રમાણે બોલી
શકાય છે. તે પ્રતિજ્ઞાનો નિર્દેશ કરે છે. " ગાહા છંદ : બીજી, ત્રીજી, ચોથી ગાથાના બીજો ખંડ જે ગાહા છંદમાં છે ગાહા એ
પણ પ્રાકૃત ભાષાનો અતિ પ્રાચીન છંદ છે. જૈન આગમો તથા અન્ય સૂત્રાદિમાં મહર્ષિઓ દ્વારા વિપુલ પ્રમાણમાં વપરાયેલો હોવાથી પવિત્ર મનાય છે. સંસ્કૃત સાહિત્યમાં તેને આર્યાછંદ કહે છે. તેમાં ચતુર્વિશતિ જિનના નામ સ્મરણ તથા વંદના છે. ૧૫
પાંચી, છઠ્ઠી અને સાતમી ગાથાનો ત્રીજો ખંડ જે પણ ગાહા છંદમાં છે. તેને શ્રી સુબોધ સામાચારીમાં પ્રણિધાન ગાથા ત્રિક કહેવામાં આવેલ છે.
ગાહાના ચાર ચરણો કલ્પીને તેનું લક્ષણ સ્થાપ્યું છે. પહેલા ચરણમાં બાર માત્રા બીજા ચરણનો અઢાર માત્રા ત્રીજા ચરણમાં બાર માત્રા અને ચોથાના પંદર
માત્રા.
ગાથાના બોલવા અંગે છંદશાસ્ત્રીઓનું સૂચન એવું છે કે • પહેલું પદ હંસની પેઠે ધીમેથી બોલવું. • બીજુ પદ સિંહની ગર્જનાની પેઠે ઉંચેથી બોલવું. • ત્રીજુ પદ ગજગતિની જેમ લલિતપણે ઉચ્ચારવું. • ચોથુ પદ સર્પની ગતિની જેમ ડોલતા ગાવું.૭ . પદ્યાત્મક રચના : લોગસ્સ સૂત્ર સર્વાસે પદ્યાત્મક રચના છે. તેમાં એકંદર પડ્યો
છે. આ પદ્યોને સૂરિપુરંદર શ્રી હરિભદ્રસૂરિએ આવસ્મયનિષુતિ ઉપરની પોતાની વૃત્તિમાં સૂત્રગાથા રૂપે દર્શાવ્યા છે.
લોગસ્સ સૂત્ર એક શ્લોકમાં અક્ષર મેળની તથા છ ગાથામાં માત્રા મેળની રચના સુંદર રીતે કરવામાં આવી છે.૧૯
પહેલી ગાથામાં અરિહંત ભગવંતના ચાર વિશેષણોનું વર્ણન કરેલું છે.
બીજી-ત્રીજી-ચોથી ગાથામાં વર્તમાન ચોવીસીના નામો અહી આપવામાં આવ્યા છે. અને તેમને વંદન-ભાવવંદના કરવામાં આવી છે. વંદના તો આનાદિ ભવથી થતી આવે છે. પરંતુ જે મોક્ષ ને મેળવવામાં અનન્ય કારણ ભૂત હોય તેવી વંદના કરવાથી જીવને અર્ધપુદ્ગલ પરાવર્તનથી અધિક સંસારભ્રમણ રહેતું નથી.
૪૩