________________
૧.૭ મોક્ષમાર્ગ
સર્વ કર્મોના ક્ષયથી આત્માના શુદ્ધ અવિચલિત સ્વરૂપની પ્રાપ્તિ થવી તે મુક્તિ કહેવાય છે. આવી મુક્તિ પ્રાપ્ત કરવા માટેનો ધોરી માર્ગ છે. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યફ ચરિત્ર આ ત્રણ ગુણોની પ્રાપ્તિ થવી. આ ત્રણ ગુણો રત્ન તુલ્ય હોવાથી તે ત્રણ ગુણ તે “રત્નાત્રયી' કહેવાય છે. ૧. વીતરાગ સર્વજ્ઞ એવા તીર્થકર ભગવંતોએ બતાવેલા તત્ત્વો ઉપર રુચિ-પ્રીતિ
વિશ્વાસ કરવો. તે જ સંપૂર્ણ સત્ય છે. એમ માનવું તે સમ્યક દર્શન કહેવાય છે. ૨. તેઓએ બતાવેલા જીવ-અજીવ આદિ તત્ત્વોને શ્રદ્ધાપૂર્વક યથાર્થ જ્ઞાન કરવું તે સમ્યફ
જ્ઞાન કહેવાય. ૩. તેઓના વચનોને અનુસરે હેય વસ્તુના ત્યાગપૂર્વક અને આત્માને હિતકારી અને
ઉપાદેય વસ્તુના સ્વીકારપૂર્વક જીવન પવિત્ર બનાવવું તે અર્થાત્ ભોગોને અસાર સમજી વૈરાગ્યપૂર્વક તેનો ત્યાગ કરવો તે સમ્યફ ચારિત્ર છે
આ જગતમાં પ્રાણીઓ માટે દુર્લભ પરમ મુલ્યવાન ચાર વસ્તુઓ છે. માનવજન્મ, સાચા ધર્મનો ઉપદેશ, શ્રદ્ધા અને આત્મનિગ્રહની પ્રબળ શક્તિ, (પુરુષાર્થ) સમ્યફ જ્ઞાન, સમ્યફ દર્શન અને સમ્યક ચારિત્ર અને તપશ્વર્યાનો માર્ગ સ્વીકારવાથી મોક્ષ પ્રાપ્ત થાય.૪૪
જયારે આત્મા આઠ પ્રકારના બધા કર્મોના બંધનથી છૂટી જાય છે ત્યારે મુક્તિ પામે છે. મુક્ત થયેલો જીવ એના મૂળ સ્વભાવની ઉર્ધ્વગતિથી લોકના એકદમ ઉપરના ભાગમાં સિદ્ધ ક્ષેત્રમાં પહોંચે છે. અને હંમેશ માટે ત્યાં શુદ્ધ આત્માના સ્વરૂપમાં સ્થાયી થઈને રહે છે. આ સિદ્ધના જીવો અનંતજ્ઞાન, અનંતદર્શન, અનંતસુખ અને અનંતશક્તિ ધરાવે છે. ૫
આ ઉપરાંત અનિશ્વરવાદ, અધ્યાત્મવાદ, અસ્થિત્વવાદ નવતત્વ, પદ્રવ્ય, પાંચ પ્રકારના જ્ઞાન વિગેરે પણ જૈન ધર્મના અગત્યના સિદ્ધાંત છે.
ઉપરના બધા જ સિદ્ધાંતો તીર્થકર દ્વારા પ્રરૂપિત છે. એવા જ તર્થંકર પરમાત્માનો પરિચય તથા તેમના લક્ષણો આગળના પ્રકરણમાં દર્શાવેલ છે. લોગસૂત્રમાં તીર્થકરોની સ્તુતિનું વિશેષ મહત્ત્વ છે તેથી તીર્થકરોનો વિગતવાર અભ્યાસ કરેલ છે.