________________
વીતરાગ સર્વશે પોતાના જ્ઞાનમાં તેનું કારણ જોઈને દર્શાવ્યું છે કે આ બધા વિષમભાવોનું કારણ એક જ છે. અને તે છે જીવે પોતે બાંધેલા કર્મ.૩૯
કર્મ સંસારી જીવોને હોય છે. જીવો આ સંસારમાં વિવિધ યોનીમાં શુભાશુભ ઉદયે પરિભ્રમણ કર્યા કરે છે. ઉત્તરાધ્યયનું સૂત્રમાં કર્મને નીચે પ્રમાણે સમજાવ્યું છે.
જીવના પોતાના જ પરિણામથી કર્મબંધ થાય છે. કર્મ કર્તાને અનુસરે છે. કરેલા કર્મો ભોગવ્યા સિવાય આ જીવનો તેમાંથી છૂટકારો થતો નથી આમ કર્મનો કર્તા તથા ભોક્તા જીવ પોતે છે તે જ રીતે તેમાંથી મુક્ત થનાર પણ જીવાત્મા પોતે જ છે.”
કર્મબંધનું કારણ અજ્ઞાનતા છે. શરીર અને આત્માનો ભેદ ન સમજવાના. મન, વચન, કાયાના પ્રવૃત્તિઓથી કર્મના મુખ્ય પાંચ કારણ છે. મિથ્યાત્વ, અવ્રત, કષાય, પ્રમાદ, અશુભ યોગ."
કર્મો આઠ પ્રકારના છે. ૧. જ્ઞાનાવરણીય કર્મ, ૨. દર્શનાવરીણય કર્મ, ૩. મોહનીય કર્મ, ૪. વેદનીયકર્મ, ૫. આયુષ્યકર્મ, ૬.નામકર્મ, ૭. ગોત્રકર્મ, ૮. અંતરાયકર્મ ૨ ૦ કર્મચક્ર
ભૂતકાળમાં બાંધેલા કર્મનો ઉદય-સારા/શુભ અથવા નરસા અશુભ ફળ આપે- ફળ ભોગવતી વખતે આત્માના પરિણામો શુભ અથવા અશુભ- નવા કર્મોનો બંધ- કર્મોનો ઉદય (આત્માના અજ્ઞાનને લઈને) આ ચક્રનો નાશ કેમ થાય ?
આ કર્મ ચક્રનો નાશ કરવાનો અને આત્માને સદા માટે મુક્ત કરવાનો માર્ગ.
જે જીવને પોતાના મૂળસ્વરૂપનું જ્ઞાન થયું હોય તે જીવ બાંધેલા કર્મો ઉદયમાં આવે ત્યારે નવા કર્મો ન બંધાય તે માટે સજાગ રહે છે.
ઉદયમાં આવેલા કર્મોના ફળ રાગ-દ્વેષ વગર સમભાવે ભોગવે છે. અને તેથી નવા કર્મો નથી બંધાતો ઉદયમાં આવેલા કર્મો ફળ આપી નિર્જરી જાય છે. આ રીતે આવેલા કર્મ ફળ આપી નિર્જરી જાય છે. આ રીતે સાચું જ્ઞાન સાચી શ્રદ્ધા અને સાચા આચરણથી આત્મા કર્મચક્રમાંથી મુક્ત બને છે.
૧૧