________________
(૮)- લોગસ્સ-કલ્પ
લોગસ્સ સૂત્રની ગાથાઓ તથા પદો મન્ત્રાત્મક હોવાથી તે તે ગાથાઓનો જુદા જુદા મન્ત્રબીજોના સંયોગપૂર્વક જો વિધિપૂર્વક જાપ કરવામાં આવે તો તે વિભિન્ન વિભિન્ન કાર્યને સાધનાર બને છે.
ઉપર્યુક્ત વિગતને જણાવતો‘લોગસ્સ કલ્પ' પ્રાચીન હસ્તલિખિત અનેક પ્રતિઓમાં પ્રાપ્ત થાય છે. તેવી જ એક હસ્તલિખિત પ્રાચીન પ્રતિમાંથી ‘લોગસ્સકલ્પ' જેવો પ્રાપ્ત થયો તેવો જ અત્રે ટાંકવામાં આવેલ છે.
ॐ ह्रीं श्रीं ऐं लोगस्स् उज्जोअगरे धम्तित्थयरे जिणो अरिहंते कित्तइस्सं चउवीसं पि केवली मम मनोऽभीष्टं कुरु कुरु स्वाहा ।
આ મંત્ર પૂર્વ (દિશા) સામે ઉભા રહી, વા૨ ૧૦૮, કાર્યોત્સર્ગ કરી જપીઈ દિન ૧૪ બ્રહ્મચર્ય પાલીજે. માન,મહત્ત્વ, યશ,પ્રતિષ્ઠા વધે. રાજભય, ચોરભય, ન હોય; રાજઋદ્ધિ, સંપદા, મહત્ત્વવૃદ્ધિ, સુખસંપત્તિ વધે, ધર્મ દીપાવે, વીતરાગ ધર્મ ઉપર આસ્થા રાખીઈ ઈતિ પ્રથમ મંડલ ॥૧॥
ॐ क्राँ क्राँ हाँ हाँ उसभमजिअं च वंदे संभवमभिणंदणं च सुमई च । पउमप्पहं सुपासं जिणं च चंदप्पहं वंदे स्वाहा ।
આ મંત્ર ૨૦૧૬ વાર જપીઈ પદ્માસને બેસીને, ઉત્તર સન્મુખ બેસીને સોમાવારથી દિન ૭ જાપ કીજે. સર્વવશ્ય થાય, દુર્જન કંપે, દૃષ્ટવ્યંતરાદિક વશ્ય થાય, સર્વત્ર યશ પામે. એકાસન કરે, અસત્ય ન બોલે. ઈતિ દ્વિતીય મંડલ ॥૨॥
ॐ एँ हसौ झीँ झीँ सुविहिं च पुफक्दतं सीयलसिज्ज॑सवासुपुज्जं च विमलमणंत च जिण धम्मं संति च वदामि, कुंथुं अरः च मल्लिं वंदे मूणिसुव्वयं स्वाहा ॥२॥
આ મંત્ર વાર ૧૦૮ રક્તવસ્ત્ર પહેરી લાલ માલાએ જપીઈ. સર્વ શત્રુ ક્ષય થાયે, રાજદ્વારે મહાલાભ, વચનસિદ્ધિ હોયે, જે વચન કહે તે સર્વ ફળે, સર્વ કાર્ય સિદ્ધિ. ઈતિ તૃતીય મંડલ ॥૩॥
ॐ ह्रीँ नमः नमिजिणं च वंदामि रिडुनेमि पासं तह वद्धमाणं च मनोवांछित पूरय पूरय ह्रीँ स्वाहा ।
આ મંત્ર ૧૨૦૦૦ જાપ, પીળી માળા, પીળા વસ્ત્ર પહેરી ઉત્તર (દિશા)