________________
શ્રી ગુરુ ગૌતમસ્વામી ]
૯૩
૬. સંભિન્નશ્રોત : કોઇપણ એક ઇન્દ્રિયથી સાંભળી શકવાની લબ્ધિ.
૭. અવધિજ્ઞાની : રૂપપ્રદ પદાર્થોને ઇંદ્રિયની સહાય વિના જાણવાની લબ્ધિ.
૮. મન:પર્યાવજ્ઞાની : ગર્ભમાં રહેલા પાંચ ઇન્દ્રિયના મનોગત ભાવ જાણવાની લબ્ધિ.
૯. વિપુલમતિ : અઢી દ્વીપમાં વિશેષણે મનોભાવ જાણવાની લબ્ધિ.
૧૦. ચારણલબ્ધિ : આકાશમાં ગમન કરવાની લબ્ધિ.
૧૧. આશિવિષ ઃ શાપ આપે તેવું થવાની લબ્ધિ.
૧૨. કેવળજ્ઞાની : ત્રણ કાલ અને ત્રણેય લોકના સર્વ ભાવોને જાણવાની લબ્ધિ.
૧૩. ગણધરપદ : ગણધરનું પદ અપાવનાર લબ્ધિ. ૧૪. પૂર્વધર : ચૌદ પૂર્વનું જ્ઞાન પ્રાપ્ત કરવાની લબ્ધિ. ૧૫. અરિહંતપદ : અરિહંતપદ પ્રાપ્ત કરાવનાર લબ્ધિ. ૧૬. ચક્રવર્તીપદ : ચક્રવર્તીપદ પ્રાપ્ત કરાવનાર લબ્ધિ. ૧૭. બલદેવપદ : શક્તિશાળી પદ અપાવનાર લબ્ધિ.
[ ૭૩૭
૧૮. વાસુદેવપદ : વાસુદેવનું પદ અપાવનાર લબ્ધિ.
૧૯. અમૃતસવ : સાકર અને ઘી-મિશ્રિત ખીરના જેવી મધુર વાણીની લબ્ધિ. ૨૦. કોષ્ટબુદ્ધિ : ભણેલું ભૂલે નહીં તેવી કુષ્ટક બુદ્ધિની લબ્ધિ.
૨૧. પદાનુસારિણી : એક પદ બોલતાંની સાથે ઘણું આવડી જાય તેવી લબ્ધિ.
૨૨. બીજબુદ્ધિ : એક પદં ભણીને બીજા ઘણા અર્થ જાણવાની લબ્ધિ.
૨૩. તેજોલેસ્યા : શરીરમાં દાહ ઉપજાવનાર લબ્ધિ.
૨૪. આહારક : શંકા પેદા થાય ત્યારે એના સમાધાન માટે ભગવાન પાસે પહોંચવાની લબ્ધિ.
૨૫. શીતલેસ્યા: શરીરમાં દાહ પેદા કરનારી તેજોલેસ્યાને ઠારે એવી શીતલબ્ધિ.
૨૬. વૈક્રિય : નાનું-મોટું રૂપ ધારણ કરવાની લબ્ધિ.
૨૭. અક્ષીણમહાનસી : પોતાના અલ્પ આહારથી લાખ માણસને જમાડવાની લબ્ધિ. અષ્ટાપદની યાત્રાવેળાએ ગૌતમસ્વામીએ થોડી ખીરમાંથી ૧૫૦૩ તપસ્વીઓને પારણું કરાવ્યું હતું.
૨૮. પુલાક : સંઘ ઇત્યાદિના કલ્યાણ માટે ચક્રવર્તીના લશ્કરને મહાત કરવાની લબ્ધિ.
યોગબળે ગૌતમસ્વામીએ અષ્ટ મહાસિદ્ધિ અને અઠ્ઠાવીસ લબ્ધિઓ પ્રાપ્ત કરી હોવા છતાં તેઓ મોહ-માયાની મમતાથી પર હતા. જીવ માત્રનું કલ્યાણ કરવાની તેમની નેમ હતી. એમનો