________________
૭૩૬ ]
ભગવતી સૂત્રે ર નમી, બંભી લિપિ જયકાર લોક–લોકોત્તર સુખ ભણી, ભાખી લિપિ અઢાર. વીર પ્રભુ સુખિયા થયા, દિવાલી દિન સાર; અંતર્મુહરત તતક્ષણે, સુખિયો સહુ સંસાર.
[ મહામણિ ચિંતામણિ
જેમણે અઢાર લિપિનો બોધ કર્યો એવા ગુરુ ગૌતમનું ભાષાશાન કેટલું વ્યાપક અને ગહન હશે ! એમ કહેવાય છે કે ભાષા એ સંસ્કૃતિનું અગત્યનું વાહન છે. Language is an important tool of culture. આ દૃષ્ટિએ મૂલ્યાંકન કરીએ તો ભાષા અને લિપિના ક્ષેત્રમાં ગૌતમસ્વામીનું પ્રદાન ઘણું નોંધપાત્ર ગણાવી શકાય.
ગુરુ ગૌતમ અનેક પ્રકારની સિદ્ધિઓ અને લબ્ધિઓના ભંડાર હતા. આમ છતાં તેમનામાં અભિમાનનો છાંટો પણ ન હતો. તેમનું ધ્યાન પોતાના આત્મદર્શન અથવા સ્વરૂપદર્શન તરફ એકાગ્ર થયેલું હતું અને યોગબળે પ્રાપ્ત થયેલી સિદ્ધિઓ કે લબ્ધિઓની પડી ન હતી. આપણને પ્રશ્ન થાય કે સિદ્ધિઓ અને લબ્ધિઓ કેવી હોઇ શકે ? પતંજલીના યોગસૂત્રમાં અષ્ટ સિદ્ધિઓનું વર્ણન આ પ્રમાણે કરેલું છે :
૧. અણિમા ઃ સૂક્ષ્મ થઇ જવાની સિદ્ધિ. સોયના નાકામાંથી પણ સરળતાથી પસાર થઇ જવાની સિદ્ધિ.
૨. મહિમા : પોતાનું રૂપ મેરુ પર્વત કરતાં પણ મોટું બનાવવાની સિદ્ધિ.
૩. લિંઘમા : વાયુની લધુતાને પણ આંબી જાય તેવી લઘુત્વકરણની સિદ્ધિ.
૪. ગરિમા : દેવાધિદેવ ઇંદ્ર પણ સહન ન કરી શકે એવી ગુરુત્વકરણની સિદ્ધિ.
૫. પ્રાપ્તિ ઃ ઊંચા પર્વતની ટોચ ઉપર રહીને તળેટીની ભૂમિને આંગળી વડે સ્પર્શ કરવાની સિદ્ધિ.
૬. પ્રાકામ્ય : જમીન ઉપર ચાલતા હોઈએ તેવી જ રીતે પાણી ઉપર ચાલવાની સિદ્ધિ. ૭. ઇશિત્વ : પોતાનું તેજ અને શોભા વધારવાની સિદ્ધિ.
૮. શિત્વ : ઘાતકી અને ક્રૂર જીવો પણ જેમના દર્શનથી શાંત થઇ જાય તેવી સિદ્ધિ. સિદ્ધિઓના જેમ આઠ પ્રકાર છે તેમ લબ્ધિઓના અઠ્ઠાવીસ પ્રકાર છે. ધર્મવર્ધન રચિત “અઠ્ઠાવીસ લબ્ધિસ્તવન”માં એની યાદી આ પ્રમાણે આપવામાં આવેલી છે :
૧. આમોહિ ઃ શરીરના સ્પર્શ માત્રથી રોગ દૂર થઇ જાય તેવી લબ્ધિ. ૨. વિપ્પોસહિ ઃ મળ-મૂત્ર દ્વારા સર્વ રોગ દૂર થાય તેવી લબ્ધિ.
૩. ખેલોસહિ : શ્લેષ્મ દ્વારા સર્વ રોગો દૂર થાય તેવી લબ્ધિ.
૪. જલ્લોસહિ : શરીરના મેલ વડે સર્વ રોગો દૂર થઇ જાય તેવી લબ્ધિ. ૫. સવ્વોસહિ : વાળ, નખ રુંવાટાં ઇત્યાદિ વડે સર્વ રોગ દૂર થાય તે લબ્ધિ.