________________
શ્રી ગુરુ ગૌતમસ્વામી ].
[ ૬૮૭
જીવને પછાડવાનું ન બને તે માટે એક જ શ્લોકમાં આપી દીધું છે કે ભારતમાં સાધુ સુખી છે તે ગૌતમ ગણધરને પ્રતાપે.
ગોચરીમાં ગમે તે વસ્તુ આવે; અનુકૂળ આવે કે પ્રતિકૂળ આવે; વધારે આવે કે ઓછી આવે, પરંતુ ગોચરી વાપરતાં ગૌતમ ગણધર યાદ આવે. અને સાથે સાથે એ ગૌતમ ગણધર કેવી રીતે આહાર કરતા તે યાદ આવે તો સાધુ-સાધ્વીને ઈંગાલ-ધૂમના હુમલાનો પ્રશ્ન જ ન રહે. * આહાર-સંજ્ઞા તોડવા માટે પણ ગોચરીમાં કરાતું ગૌતમસ્મરણ મદદરૂપ બને છે. ગોચરી વાપરતાં થયેલ કેવળજ્ઞાનને કવિ રાસમાં કેવું સુંદર વર્ણન કરે છે!
કવળ તે કેવળ રૂપ હુઓ, સાચા ગુરુ સંજોગ એ.”
કવળને કેવળમાં ફેરવનારા આહાર કરતાં આહાર-લાલસા સર્વથા નષ્ટ કરનારા ગણધર ગૌતમને અગણિત વંદનાવલી !
ST