________________
શ્રી ગુરુ ગૌતમસ્વામી ]
[ ૬૭૭,
संभिन्न चक्कि जिण-हरि-बल चारणा पुव्व गणहर पुलाए । - आहारग-महुघयखीरआसवे कुट्ठबुद्धी य ॥४॥
बीयमई पयाणुसारी अक्खीणग-तेय-सीयलेसाई ॥
इय सयललद्धि संखाओ भवियमणुयाण पइ तुढे ॥५॥ શેષાઃ ગાથા: સ્વ: |
ઉપરોક્ત શ્લોકોમાં વર્ણવેલ ૩૧ પ્રકારની લબ્ધિઓ આ પ્રમાણે છે : (૧) સત્કૃત્વલબ્ધિ, (૨) અણુલબ્ધિ, (૩) સર્વવિરતિ, (૪) મલલબ્ધિ, (૫) વિખુટ લબ્ધિ, (૬) આમર્ષ લબ્ધિ, (૭) ખેલ (શ્લેષ્મા)લબ્ધિ, (૮) સવૌષધિ લબ્ધિ, (૯) વિક્રિયા લબ્ધિ, (૧૦) આશીવિષ લબ્ધિ, (૧૧) અવધિ લબ્ધિ, (૧૨) ઋજુમતિ લબ્ધિ, (૧૩) વિપુલમતિ લબ્ધિ, (૧૪) કેવલ લબ્ધિ, (૧૫) સંભિન્ન લબ્ધિ, (૧૬) ચક્રી લબ્ધિ, (૧૭) જિણ લબ્ધિ, (૧૮) વાસુદેવ લબ્ધિ, (૧૯) બલદેવ લબ્ધિ, (૨૦) ચારણલબ્ધિ, (૨૧) પૂર્વ લબ્ધિ, (૨૨) ગણધર લબ્ધિ, (૨૩) પુલાક લબ્ધિ, (૨૪) આહારક લબ્ધિ, (૨૫) મધુ-કૃત-ક્ષીર-આશ્રવ લબ્ધિ, (૨૬) કુષ્ઠબુદ્ધિ લબ્ધિ, (ર૭) બીજમતિ લબ્ધિ, (૨૮) પદાનસારી લબ્ધિ. (૨૯) આક્ષીણગ લબ્ધિ, (૩૦) તેજોવેશ્યા લબ્ધિ અને (૩૧) શીતલેશ્યા લબ્ધિ. હે ભગવાન! આ બધી લબ્ધિઓ તમે સંતુષ્ટ થાઓ ત્યારે ભવ્ય મનુષ્યોને પ્રાપ્ત થાય છે. व्याख्या- (१) सम्म०। (सम्यक्त्वम्) तत्त्वार्थश्रद्धानं सम्यक्त्वम् । तच्चानेकविधम् । यदुक्तं दंसणमिह
सम्मत्तं तं पुण तत्तत्तसद्दहणरुवं । खइयं खओवसमियं तहोवसमियं नायव्वं ॥३॥ अवउज्झिय मिच्छतो जिणचेइय साहूपूयणुज्जुत्तो । आयारमट्ठभेयं जो पालेइ तस्स सम्मत्तं ॥४॥
અર્થ–એ જિનશાસનમાં દર્શન એ જ સમ્યક્ત્વ છે તે જિનેશ્વર ભગવાને નિરૂપેલાં તત્ત્વોને વિષે શ્રદ્ધારૂપ હોય છે તે દર્શન (સમ્યકત્વ) ત્રણ પ્રકારનો હોય છે : (૧) ક્ષાયિક સમ્યકત્વ, (૨) ક્ષયોશિમિક સમ્યકત્વ, (૩) ઔપશમિક સમ્યકત્વ. મિથ્યાત્વનો ત્યાગ કરીને જિનેશ્વર ભગવાન ચૈત્ય અને સાધુઓની પૂજા કરવામાં જે ઉઘુક્ત હોય છે અને આઠ પ્રકારના આચારને પાળે છે તે સમ્યકત્વને પામે છે, તેને સમ્યકત્વની પ્રાપ્તિ થાય છે.
(२) अणुलब्धि :- अणुशरीरविकरणशक्तिः । यथा बिशच्छिद्राणि प्रविशति । तत्र चक्रवर्ति भोगानपि भुङ्क्ते ।
અર્થ– શરીરને અણુ પ્રમાણ કરવાની શક્તિને અણુલબ્ધિ કહેવાય છે. આ લબ્ધિના યોગે લબ્ધિધારી શરીરને અણુરૂપ બનાવી શકે છે અને કમલના બિસતત્ત્વના છિદ્રમાં પણ પ્રવેશ કરે છે અને ત્યાં ચક્રવર્તીના ભોગોને પણ ભોગવે છે. (३) सर्व विरतिः-सर्व विरतिः सप्तदशधा विशुद्धा । यदुक्तम्
पञ्चास्रवाद् विरमणं पञ्चेन्द्रियनिग्रहः कषायजयः । સુડત્રયવિરતિતિ સંયમ: સતરશમેદઃ Iકા રૂા.