________________
૬૬ ]
લબ્ધિસ્તવ [વ્યાખ્યા સહિત]
સંક્લન : પૂ. મુનિશ્રી સર્વોદયસાગરજી મ.
લબ્ધિઓના પ્રકાર, અર્થ, મહત્ત્વ વગેરે સંબંધમાં પૂજ્ય મુનિશ્રી સર્વોદયસાગરજી મહારાજશ્રીએ સંકલન કરેલી નોંધ અત્રે મૂકી છે. પૂ. મુનિશ્રીએ પ્રાચીન અને અર્વાચીન સાહિત્યનું ઘણું ખેડાણ કર્યું છે. પ્રાચીન સ્તોત્રોના આધારે સંખ્યાબંધ મહાપૂજનો પ્રકાશિત કર્યાં છે. ‘ગુણમંજૂષા’ના અન્વયે પચાસ જેટલાં પુસ્તકોનું તેમણે સંપાદનકાર્ય કર્યું છે. પૂજ્યશ્રી શાસનપ્રેમી અને મધુરભાષી છે. -સંપાદક
અહીં ગૌતમ ગણધર લબ્ધિઓને વિષે કહે છે—
जा जस्स तुह पसाया, पसायओ सम्भवन्ति वा लद्धी । सिरिवीर ! तस्स तव्वन्नणेन थोसामि सामि तुमं ॥ १ ॥
[ મહામણિ ચિંતામણિ
अन्वय — हे सिरि वीर सामी ! जा लद्धि जस्स तुह पसाया पसायओ वा सम्भवन्ति तस्स तव्वन्नणेन तुमं थोसामि ॥१॥
व्याख्या - हे श्री वीर स्वामिन्! लब्धयः यस्य प्राणिनः तव प्रसादरूपाः सन्ति । प्रसादात् वा सम्भवन्ति । तस्य प्राणिनः तासां लब्धिनां वर्णनेन तद्वर्णनेन अहं तुमं त्वां स्तवीमि, इति
સમ્બન્ધઃ ||
અર્થ—હે શ્રી વીર સ્વામી ભગવાન્ ! જે પ્રાણીને તમારા પ્રસાદરૂપ લબ્ધિઓ પ્રાપ્ત થાય અથવા તમારા પ્રસાદથી અર્થાત્ કૃપાથી લબ્ધિઓ મળે છે તે પ્રાણીના તે લબ્ધિઓનું વર્ણન કરીને હું તમારી સ્તુતિ (સ્તવના) કરું છું.
जुग्गस्स तुह पसाओ न तं विणा जुग्गंया विभित्तुमिमह । अन्नोन्नासय दोसं पसिय जहा हुति मा लद्धि ||२||
अन्वय — जुग्गस्स तुह पसाओ । तं विणा दुग्गया न । इमं अन्नोन्नासयदोसं विभित्तुं पसि । जहा मा लद्धि हुन्ति ॥२॥
व्याख्या — योग्यस्य तव प्रसादो भवति । तं प्रसादं विना अन्यस्य योग्यता नास्ति । इमम् अन्योन्याश्रयदोषं विभेत्तुं प्रसीद प्रसादं कुरु । यथा मम एता लब्धयो भवन्ति ॥२॥
અર્થ—હે ભગવાન ! યોગ્ય વ્યક્તિ ઉપર જ તમારી કૃપા થાય છે. અને તમારી કૃપા વગર બીજાને યોગ્યતા પ્રાપ્ત થતી નથી. એવી રીતે અન્યોન્યાશ્રય દોષ આવે છે. આ દોષને ટાળવા માટે હે ભગવાન્ ! તમે મારા ઉપર પ્રસન્ન થાઓ. કૃપા કરો; જેથી આ લબ્ધિઓ મને પ્રાપ્ત થશે ।।૨ા
लब्धियो- समाणु सव्वविरई मल विप्पा मोसे खेल - सव्वसही । विउव्वाणसीविस ओही रिउमई विउलमई केवलयं ॥३॥