________________
શ્રી ગુરુ ગૌતમસ્વામી ]
[ ૪૬૩
કેશી મુનિ : “એ માર્ગ કયો તે તમે કહેવા કૃપા કરશો ?”
ગૌતમસ્વામી : “હે મુનીશ્વર ! સ્વકલ્પિત મતોમાં જે સ્વચ્છેદથી વર્તે છે તે પાખંડીઓ બધા ખોટા માર્ગમાં રખડીને ગોથાં ખાય છે. સંસારના બંધનથી સર્વથા મુક્ત થયેલા જિનેશ્વરોએ સત્યનો જે માર્ગ બતાવ્યો છે તે ઉત્તમ માર્ગ છે.'
કેશી મુનિ : હે ગૌતમ! તમારી બુદ્ધિ ઘણી ઉત્તમ છે. હવે તમે મારી એક બીજી શંકાનું પણ સમાધાન કરો. જળના મોટા પ્રવાહમાં તણાતાં પ્રાણીઓને તે દુઃખમાંથી બચાવનાર કયું શરણ, કયું સ્થાન, કઈ ગતિ અને કયો આધારદ્વીપ તમે માનો છો ? અને તે દ્વીપ કયો ?”
ગૌતમસ્વામી તે જળના મોટા પ્રવાહમાં એક વિશાળ અને મોટો દ્વીપ છે. આ દ્વીપ પર એ મોટા પ્રવાહનું પાણી આવતું-જતું નથી. જરા અને મરણરૂપી મોટા પ્રવાહથી આ સંસારના જીવો તણાઈ રહ્યા છે. તેનું શરણ, તેનું સ્થાન, તેની ગતિ અને તેનો આધારદ્વીપ બધું જ એક ધર્મ જ છે.”
કેશી મુનિ : હે ગૌતમ ! તમારો જવાબ ઘણો જ ઉત્તમ છે. હવે બીજા પ્રશ્નનો પણ જવાબ આપો. એક મહાપ્રવાહવાળા સમુદ્રમાં એક નાવ ચોતરફ તરી રહી છે. હે ગૌતમ! એ નાવ પર તમે ચડેલા છો તો તમે પાર શી રીતે પામશો ?”
ગૌતમસ્વામી : “જે કાણાંવાળી નાવ છે તે કિનારે પાર ન પહોંચાડતાં વચમાં જ ડૂબી જાય છે અને ડુબાડે છે. કાણાં વિનાની નાવ જ પાર ઉતારે છે.'
કેશી મુનિ ? “એ નાવ તમે કોને કહો છો?”
ગૌતમસ્વામી : “શરીર એ જ નાવ છે. આ સંસાર એ સમુદ્ર છે. જીવ પોતે તેનો નાવિક છે. એ સંસારસમુદ્રને મહર્ષિ પુરુષો શરીર દ્વારા તરી જાય છે.'
કેશી મુનિ : હે ગૌતમ! તમારા જવાબથી મને ખૂબ જ સંતોષ થયો છે. હે ગૌતમ! હવે તમે મને એ કહો કે આ સમસ્ત લોકમાં પ્રવર્તતા ઘનઘોર અંધકારમાં ઘણાં બધાં પ્રાણીઓ અટવાઈ રહ્યાં છે. તો તે પ્રાણીઓને પ્રકાશ કોણ આપશે ?
ગૌતમસ્વામી : “આ લોકમાં પ્રકાશ કરનાર જે સૂર્ય ઊગ્યો છે તે સકળ લોકના સર્વ જીવોને પ્રકાશ આપશે.”
કેશી મુનિ : “આ સૂર્ય તમે કોને કહો છો?’
ગૌતમસ્વામી : “સંસારના સમસ્ત અંધકારને દૂર કરીને પોતાની અનંત જ્યોતિથી પ્રકાશેલો સર્વજ્ઞરૂપી સૂર્ય જ સમગ્ર લોકનાં પ્રાણીઓને જ્ઞાનનો પ્રકાશ આપશે.”
કેશી મુનિ : હે ગૌતમ! તમારો જવાબ ઘણો જ ઉત્તમ છે. હવે તમે મને એ કહેવા | કૃપા કરો કે સંસારના જીવો શારીરિક અને માનસિક દુઃખોથી રિબાઈ રહ્યાં છે, તો તેઓને માટે તમારી જાણમાં કલ્યાણકારી, નિર્ભય, ઉપદ્રવ અને પીડારહિત કર્યું સ્થાન છે ?'
ગૌતમસ્વામી ? હું તો માનું છું કે જ્યાં જવું ઘણું જ દુર્લભ છે એવું લોકના અગ્રભાગ પર એક એવું સુંદર અને નિશ્ચળ સ્થાન છે કે જ્યાં આગળ જરા, મૃત્યુ, વ્યાધિ કે વેદના કશું જ નથી. આવું પરમ કલ્યાણકારી નિર્ભય, નિરુપદ્રવી અને પીડારહિત સિદ્ધિસ્થાન કે નિવણસ્થાન કહેવાય છે અને ત્યાં મહર્ષિઓ જ જઈ શકે છે. ત્યાં પહોંચ્યા પછી કલેશ, શોક, સંતાપ, કે દુઃખ