________________
૪૬૨ ]
[ મહામણિ ચિંતામણિ
કેશી મુનિ : “એ વિષવેલ કઈ, તે કહેવા કૃપા કરશો?’
ગૌતમસ્વામી : હે મુનીશ્વર ! મહાપુરુષોએ તૃષ્ણાને જ સંસારને વધારનારી વિષવેલ કહી છે. તે વેલ ભયંકર અને ઝેરી ફળોને આપે છે અને જીવોને જન્મ-મરણ કરાવે છે.”
કેશી મુનિ હે ગૌતમ ! તમારી બુદ્ધિ ઉત્તમ છે. તમે મારી આ શંકાનું પણ સુંદર સમાધાન કર્યું. હવે મારો બીજો સંશય જણાવું છું તેનું પણ સમાધાન આપો. હે ગૌતમ ! હૃદયમાં ખૂબ જ ઝગમગતી અને ભયંકર એક આગ સળગી રહી છે અને તે આખા શરીરને બાળી રહી
. તો એ આગને તમે કેવી રીતે ઠારી નાખી છે ?' - ગૌતમસ્વામી : “મોટા મેઘમાંથી દદડતા પાણીના પ્રવાહમાંથી તે ઉત્તમ પાણી લઈને આગને સતત ઠારું છું તેથી તે ઠરેલી આગ મને જરાય દઝાડતી-બાળતી નથી.”
કેશી મુનિ : “એ આગ કઈ તે કહેવા કૃપા કરશો?’
ગૌતમસ્વામી : “કષાયો જ આગ છે જે તન, મન અને આત્માને સતત બાળે છે અને વીતરાગરૂપી મહામેઘથી વરસેલી જ્ઞાન, આચાર અને તપશ્ચયરૂપી જળધારાઓ છે. તે ધારાઓથી હણાયેલી એ કષાય-આગ સર્વથા ઠરી જાય છે અને મારા આત્માને તે જરા માત્ર પણ બાળી શકતી નથી.'
કેશી મુનિ : ‘ગૌતમ! તમે મારા સંશયને સુંદર રીતે છેદી નાખ્યો છે. હવે મારા બીજા પ્રશ્નનો જવાબ આપવા કૃપા કરશો. હે ગૌતમ ! એક ખૂબ જ સાહસિક, ભયંકર અને દુષ્ટ ઘોડો ખૂબ જ વેગથી દોડી રહ્યો છે. એ ઘોડો તેના માલિકને પણ ગબડાવી દે તેવો છે. તો આવા ઘોડા પર બેઠેલા તમે સીધા માર્ગે શી રીતે જઈ શકો છો ? તેનાથી તમે અવળે રસ્તે કેમ ચાલ્યા જતા નથી?”
ગૌતમસ્વામી: ‘તે વેગીલા ઘોડાને શાસ્ત્રરૂપ લગામથી ખેંચી રાખું છું. આ લગામથી વશ બની જતાં તે ઘોડો મને અવળે રસ્તે ન લઈ જતાં સીધા-સન્માર્ગે જ દોરી જાય છે.”
કેશી મુનિ : તે ઘોડો તમે કોને કહો છો ?'
ગૌતમસ્વામી : “હે મુને ! મન એ જ સાહસિક, ભયંકર અને દુષ્ટ ઘોડો છે. સંસારના વિવિધ વિષયો તરફ એ ધોડો વેગથી દોડી રહ્યો છે. સમ્યક જ્ઞાનરૂપી લગામથી જાતિવંત ઘોડાની માફક હું તેને બરાબર અંકુશમાં રાખું છું.”
કેશી મુનિ : હે ગૌતમ ! તમારી બુદ્ધિ ઉત્તમ છે. તમે મારા આ પ્રશ્નનું પણ સુંદર સમાધાન કર્યું. હવે બીજો પ્રશ્ન રજૂ કરું છું. તેનો ઉત્તર પણ મને કહો. આ સંસારમાં ખોટા રસ્તાઓ ઘણા છે. એ રસ્તાઓમાં જઈને જીવો દષ્ટિ વિપયસિના કારણે સાચા રસ્તાને-માર્ગને
ઓળખી શકતા નથી અને તેથી ઉન્માર્ગેખોટે રસ્તે ચડી જઈને દુઃખી થાય છે. તો હે ગૌતમ! તમે એ ઉન્માર્ગે દોરવાઈ ન જતાં સન્માર્ગે શી રીતે ચાલી શકો છો?”
ગૌતમસ્વામી : “જે કોઈ સન્માર્ગે ચાલ્યા જાય છે તે અને ઉન્માર્ગે જાય છે તે બંને ! માર્ગનું મને બરાબર ધ્યાન છે. તેથી હું મારા માર્ગમાં નષ્ટ-ભ્રષ્ટ થતો નથી અને બરાબર સન્માર્ગે ! જ ચાલી શકું છું.”