________________
શ્રી ગુરુ ગૌતમસ્વામી ]
[ ૩૯૩
આ છંદ ગૌતમસ્વામીની ગુરુદેવ તરીકે ઉપાસનાથી પ્રાપ્ત થતા લાભની માહિતી આપે છે. કવિની પ્રાસરચના નોંધપાત્ર છે. પ્રત્યેક ગાથામાં “ગૌતમ” શબ્દપ્રયોગ કરીને એમના પ્રત્યેનો અનંત ઉપકારી ગુરુભક્તિભાવ દર્શાવવામાં આવ્યો છે. ભાષા સરળ ગુજરાતી હોવા છતાં પ્રાકૃત શબ્દપ્રયોગો જેવા કે જિજ્ઞેસર, ગયવર, મયગલ, મહિયલ થયેલા જોવા મળે છે. મંગલ પ્રસંગે ગુરુ ભગવંત આ છંદ સંભળાવે છે, જેથી સમાજમાં ઉપરોક્ત છંદ વિશેષ પ્રચલિત અને લોકપ્રિય છે.
[૩] કવિ રૂપચંદ ગણિના શિષ્ય મુનિ શ્રીચંદે છ ગાથામાં ગૌતમસ્વામીનો મહિમા ગાયો છે. આરંભની પંક્તિ નીચે મુજબ છે ઃ
જ્યો જ્યો ગૌતમ ગણધાર મ્હોટી લબ્ધિ તણો ભંડાર.'
ગૌતમસ્વામીના સ્મરણથી મનોવાંછિત પૂર્ણ થાય, ભૌતિક સુખ-સમૃદ્ધિ પ્રાપ્ત થાય તે પ્રકારના વિચારોની છંદમાં અભિવ્યક્તિથી છે. નમૂના રૂપ પંક્તિ જોઈએ તો— ‘ગયગમણી રમણી જગસાર, પુત્ર કલત્ર સજ્જન પરિવાર
આવે કનક કોડિ વિસ્તાર, જયો જયો ગૌતમ ગણધાર.''
છંદરચનાની પંક્તિઓ પ્રાસરચનાથી રસિકતાની અનુભૂતિ દ્વારા ભક્તિભાવમાં લીન કરે તેવી છે. જયો જયો. ગૌતમ ગણધાર' એ પંક્તિની પ્રત્યેક કડીમાં પુનરુક્તિ એ ગૌતમસ્વામીના જયજયકારની ભાવનાને વિશેષ નોંધપાત્ર રીતે પ્રગટ કરે છે.
ગૌતમસ્વામી અષ્ટક
સંસ્કૃત સ્તોત્રરચનાઓમાં પ્રાતઃસ્મરણીય સ્તોત્ર તરીકે ગૌતમસ્વામી અષ્ટક પ્રથમ કોટિનું અનન્ય પ્રેરણાદાયી સ્થાન ધરાવે છે. એમનું જીવન અને કાર્ય વિશ્વના સર્વ જીવોને માટે અમર પંથના યાત્રી તરીકે ભવસમુદ્રમાં સફર કરનારાને માટે દીવાદાંડી સમાન છે. “પ્રભુના પગલે-પગલે ચાલ્યાં જાય છે નર-નાર.” એમ કહીએ ત્યારે સૌ પ્રથમ જો કોઈનું નામસ્મરણ કરવું હોય તો એક માત્ર “ગૌતમસ્વામી ગણધર.” “ગુરુમ્ ગુરુ”
એમના જીવનનો મિતાક્ષરી અર્થઘન અને રહસ્યમય પરિચય ગૌતમસ્વામી અષ્ટકની લઘુરચનામાં થાય છે. બિંદુમાંથી સિંધુનાં દર્શન થાય તેમ લઘુ અષ્ટક એમના જીવનનો પરિચય આપીને પ્રભાતનાં પુષ્પ સમાન પરિમલ પ્રસરાવી જીવનબાગને મ્હેંકતો કરી દે છે. અષ્ટકની મહત્ત્વની વિગતો નીચે પ્રમાણે છે :
૫૦
આ અષ્ટકની રચના સંસ્કૃત ભાષાના ઇન્દ્રવજ્રા છંદની ૧૦ ગાથામાં થઈ છે. જૈન સાહિત્યની પરંપરામાં વિના નામનો ઉલ્લેખ લગભગ બધી જ રચનાઓમાં થયેલો હોય છે. અહીં એવો ઉલ્લેખ નથી, એટલે આ સ્તોત્ર પ્રાચીન હોવાનો સંભવ છે. પ્રથમ ગાથાનો આરંભ જોઈએ તો “શ્રી ઇંદ્રભૂતિ વસુભૂતિ પુત્રં પૃથ્વીભવં ગૌતમ ગોત્રરત્નમ્ । સ્તુવન્તિ દેવાસુર માનવેન્દ્રા! સ ગૌતમો યચ્છતુ વાંછિત મે ||૧|| ગૌતમસ્વામીનો મહિમા દર્શાવતી ચોથી પંક્તિ ૧ થી ૯ ગાથામાં સમાન રીતે સ્થાન પામેલી . પ્રા. છું. સં. પા. ૮૯ ૩. ગુજરાતી સાહિત્યનાં સ્વરૂપો લે. મંજુલાલ મજમુદાર; પા. ૧૦૪.