________________
શ્રી ગુરુ ગૌતમસ્વામી ]
પોદ્ઘાટન મંત્ર :
પ્રારંભમાં ઢાંકી રખેલા યંત્રમાં ઢાંકેલું વસ્ત્ર ઉપાડવા માટે ૐ અર્હ નમઃ' આ મંત્ર બોલી યંત્ર ઉપરથી વસ્ત્ર લઈ લેવું.
અમૃતીકરણ અમૃત મંત્ર :
આ યંત્રમાં સ્થાપિત કરેલાં સેવ્ય-સેવક દેવદેવીઓનું પૂજન કરવાથી તથા સર્વે સાક્ષાત્ વિદ્યમાન છે. આવો ભાવ બતાવવા માટે પૂજનશાસ્ત્રમાં યંત્ર ઉપર સુરભિમુદ્રા બતાવવાનું કહેલ છે. સુરભિ-મુદ્રા એટલે ગાયના આંચળની મુદ્રા.
ૐ હ્રીં શ્રી ગૌતમ ગણધરાદિ સર્વે ગણધરાઃ । સર્વે (૨૦૦૪) જંગમયુગપ્રધાનાઃ અન્ય દેવતાઃ સાધિષ્ઠાયકાશ્વ સાક્ષાત્ સ્થિતાઃ સંજીવિતા અમૃતીભૂતાઃ ભવન્તુ સ્વાહા । શ્રી ક્ષેત્રપાલ પૂજનમ્
[ ૩૭૫
ૐ ક્ષાઁ ક્ષી ક્ષૌ કૈં શ્રી ક્ષેત્રપાલઃ સાયુધઃ સવાહનઃ સપરિકરઃ ઈહ શ્રી ગૌતમસ્વામિ પૂજનવિધિ મહોત્સવે અત્ર આગચ્છ આગચ્છ સ્વાહા । અત્ર તિષ્ઠ તિષ્ઠ સ્વાહા અત્ર પૂજાબલિં ગૃહાણ સ્વાહા । (આખી થાળી.)
વિધિ : યંત્રમાં કુસુમાંજલી તથા મંડલમાં એક નારિયેલ સ્થાપન કરવું ને તેના ઉપર ચમેલીના તેલનાં છાંટણાં કરવાં અને ચમેલીનું ફૂલ ચઢાવવું. પછી ગુરુ ભગવંત પાસે રક્ષા-પોટલી મંત્રાવવી.
સાત વાર મંત્ર બોલવો:
હૂઁ હુઁ ટ્ કિરીટ કિરીટ ઘાતય ઘાતય પરકૃત વિઘ્નાર્ સ્ફોટય સ્ફોટય સહસ્રખંડાન્ કુરુ કુરુ પરમુદ્રા છિન્ન છિન્દ પરમન્ત્રાન્ ભિન્ન ભિન્દ હૂઁ ક્ષઃ ફ્રૂટ્ સ્વાહા ।
(પૂજન કરનારાઓને તથા રક્ષા-પોટલી બાંધનારને પૂજા, નવકારશી, ચોવિહાર, નવકારવાળી, દેવગુરુને વંદન કરવાં. અભક્ષ્ય કંદમૂળ વિવિધ ત્યાગ, બ્રહ્મચર્યપાલન, વિવિધ ધારણા પ્રમાણે વ્રત પચ્ચક્ખાણ કરાવી આ મંત્રે રક્ષા-પોટલી બાંધવી.)
ૐ નમો અર્હતે રક્ષ રક્ષ હૂઁ ફટ્ સ્વાહા. (આખી થાળી.)
(યંત્રની પીઠિકાને હસ્તસ્પર્શ કરવો.)
ૐ હ્રી અહં શ્રી ગૌતમસ્વામિ અત્ર મેરુ નિશ્ચલે વેદિકા પીઠે તિષ્ઠ તિષ્ઠ ઠઃ ઠઃ સ્વાહા । (યંત્રને હસ્તસ્પર્શ કરવો.)
ૐ હ્રી અર્હ શ્રી ગૌતમસ્વામિ મહાપૂજન યંત્રાય નમઃ ।
અથ પૂજનં : પૂજન કરનારાઓએ સજોડે કુસુમાંજલિ હાથમાં લઈ યંત્ર સન્મુખ રહેવું તથા માંડલામાં બે દેરી પાસે બીજા સજોડાએ પ્રભુ સન્મુખ બોલવું.
પરમેશ્વર પરમેષ્ઠિનું, પરમગુરો પરમનાથ પરમાર્હમ્ ।
પરમાનન્તચતુષ્ટાય, પરમાત્મત્તુભ્યમસ્તુ નમઃ ।