________________
શ્રી ગુરુ ગૌતમસ્વામી ]
પહેલું મંગળ શ્રીવીરનું બીજું ગૌતમ સ્વામ, ત્રીજું મંગળ સ્થૂલભદ્રનું, ચોથું ધર્મનું ધ્યાન પ્રહ ઊઠી પ્રણમું સદા, જિહાં જિહાં જિનવર ભાણ, માનવિજય ઉવજ્ઝાયનું, હોજો કુશળ કલ્યાણ
શ્રી ગૌતમસ્વામીનું ચૈત્યવંદન
નમો ગણધર નમો ગણધર, લબ્ધિ તણા ભંડાર, ઇન્દ્રભૂતિ મહિમાનીલો, વડ વજીર મહાવીર કેરો, ગૌતમ ગોત્રે ઉપન્યો, ગણ અગ્યારમાંહે વડેરો, કેવળજ્ઞાન લહ્યું જિણે, દિવાલી પરભાત, જ્ઞાનવિમલ કહે જેહના, નામ થકી સુખશાત ઇન્દ્રભૂતિ પહિલો ભણું, ગૌતમ જસ નામ, ગોબર ગામે ઉપન્યા, વિદ્યાના ધામ; પંચ સયા પરિવારશું, લેઈ સંયમ ભાર, વરસ પચાસ ગૃહે વસ્યા, તે વર્ષ જ ત્રીશ બાર વરસ કેવલ વર્યા એ, બાણું વરસ વિ આય નય કહે ગૌતમ નામથી, નિત્ય નિત્ય નવનિધિ થાય.
શ્રી ગૌતમસ્વામીનું સ્તવન
વીર મધુરી વાણી ભાખે, જલધિ જલ ગંભીર રે; ઇંદ્રભૂતિ ચિત્ત ભ્રાંતિ, રજકણ હરણ પ્રવર સમીર રે.
પંચભૂત થકી જ પ્રગટે, ચેતના વિજ્ઞાન રે; તેહમાં લયલીન થાયે, ન પરભવ સંજ્ઞાન રે. વેદપદનો અર્થ એહવો, કરે મિથ્યારૂપ રે; વિજ્ઞાનઘનપદ વેદ કેરાં, તેહનું એહ સ્વરૂપ રે. ચેતના વિજ્ઞાનઘન છે, જ્ઞાન દર્શન ઉપયોગ રે; પંચભૂતિક જ્ઞાનમય તે, હોય વસ્તુ સંયોગ રે. જિહાં જેહવી વસ્તુ દેખિયે, હોય તેહવું જ્ઞાન રે; પૂરવજ્ઞાન વિપર્યયથી, હોય ઉત્તમ જ્ઞાન રે. એહ અર્થ સમર્થ જાણી, મ ભણ પદ વિપરીત ; ઇણિપરે ભ્રાંતિ નિરાકરીને, થયા શિષ્ય વિનીત રે. દીપાલિકા પ્રભાતે કેવલ લહ્યું, તે ગૌતમ સ્વામ રે; અનુક્રમે શિવસુખ લહ્યા તેહને, નય કરે પ્રણામ રે.
વીર ૧
વીર ૨
૪
૫
વી૨ ૩
વીર ૫
વીર ૫
વીર ૬
વીર ૭
[ ૩૬૭