________________
૩૧૦ ]
[મહામણિ ચિંતામણિ
સાંભળવો, અને પછી શ્રીમતીમાંથી પહેલો અક્ષર “શ્રી” લેતાં આ ત્રણ અક્ષર (3ૐ હ્રીં શ્રીં) શોભા રૂપ બને છે. પછી સુ-દેવ શ્રી અરિહંત દેવાધિદેવ અહંન્તોના વાચક બીજાક્ષર “અહ” છે.) તથા સિદ્ધ પરમાત્માને નમસ્કાર કરીને તથા વિનયપૂર્વક આચાર્ય–ઉપાધ્યાયની સ્તુતિ કરીને ઉપરોક્ત ચાર બીજાક્ષરો પછી ગૌતમસ્વામીનું નામ અને અંતમાં નમઃ જોડી આ- ૐ હ્રીં શ્રી અરિહન્ત વિઝાય શ્રી ગૌતમસ્વામિને નમઃ મંત્રથી શ્રી ગૌતમસ્વામીને નમસ્કાર કરો. (૫૭).
હે ઉપાસકો ! તમો બીજાના ઘર-નગરમાં નિવાસ કરી અથવા બીજાની નોકરી કરી શું પ્રાપ્ત કરશો ? ધનપ્રાપ્તિના હેતુ માટે દેશ-વિદેશમાં કેમ ભ્રમણ કરો છો? કાર્યસિદ્ધિ અર્થે શા માટે પ્રયત્ન કરો છો ? હે આરાધકો ! તમો તો પ્રભાતમાં ઊઠીને ગૌતમસ્વામીનું સ્મરણ કરો, જેનાથી તમારા સઘળા કાર્ય-કલાપ તત્કાળ જ સિદ્ધ થશે અને નવનિધાન તમારા ઘરમાં વિલસીનિવાસ કરશે. (૫૮).
ચૌદહસો બારહના અંતમાં અથવા વિક્રમ સંવત ૧૪૧૨માં શ્રી ગૌતમ ગણધરના કેવળજ્ઞાનપ્રાપ્તિના દિવસ પર, એટલે કાર્તિક શુકલા પ્રતિપદના દિવસે, ખંભાત નગરમાં, શ્રી પાર્શ્વનાથ પ્રભુની પાયથી કૃપાથી પરોપકારાર્થે કવિત્વમય આ ‘ગૌતમરાસ' સંજ્ઞકની રચના કરી છે. ગૌતમસ્વામીનું નામ જ પ્રથમ મંગલરૂપમાં કહેવાયું છે. પર્વોના મહોત્સવો વગેરેમાં પણ સર્વપ્રથમ ગૌતમસ્વામીનું નામ લેવામાં આવે છે, સ્મરણ કરવામાં આવે છે. હે શ્રદ્ધાળુઓ! ગૌતમ ગણધરનું નામ તમારા માટે અદ્ધિકારક–વૃદ્ધિકારક અને કલ્યાણકારક સિદ્ધ થાઓ. (૫૯).
તે પૃથ્વી માતાને ધન્ય છે, જેણે આવા વિશિષ્ટતમ મહાપુરુષને ઉદરમાં ધારણ કર્યો. તે પિતા વસતિને પણ ધન્ય છે, જેના કળમાં આવા નરરત્ન મૂર્ધન્ય મનીષીને રક્ષિત કર્યા. ગૌતમ ગણધર વિનયવાન અને વિદ્યાના ભંડાર હતા. તેમના ગુણોનો પૃથ્વીની જેમ પાર આવે જ નહીં વડની વડવાઈઓ જેમ વિસ્તાર પામ્યા જ કરે છે. (૬૦).
હે ભવ્ય જીવો ! ગૌતમસ્વામીનો રાસ વાંચો. તેના વાંચવાથી ચતુર્વિધ સંઘમાં ખુશખુશાલી પ્રગટશે અને સકલ સંઘમાં આનંદમંગલ પ્રવર્તશે: હે શ્રદ્ધાવાનો! ગૌતમસ્વામીના કેવળજ્ઞાનના દિવસ ઉપર તમો ધર્મસ્થળ 'ઉપાશ્રય)માં કુમકુમ અને ચંદનના થાપા (હાથના પંજાની છાપ) દેવરાવો. માણેક અને મોતીઓના ચોક (સ્વસ્તિક) પુરાવો અને રત્નોના સિંહાસન બેસવા માટે બનાવરાવો. ૬૧).
આ સિંહાસન પર બિરાજમાન થઈને સદ્ગુરુ દેશના દેશે, જેથી તે દેશના સાંભળનાર ભવ્યજનોનાં કાર્ય સિદ્ધ થશે, એમ શ્રી ઉદયવંત મુનિ કહે છે. શ્રી ગૌતમસ્વામીનો આ રાસ વાંચવાથી કે સાંભળવાથી લીલાલહેર થાય છે અને સદાય સુખભંડારની પ્રાપ્તિ થાય છે. (૬૨).
આ રાસ જે કોઈ ભણે–ભણાવે તેમને ઘેર મહામંગલરૂપ લક્ષ્મીદેવી પધારે અને તેમની મનોવાંછિત આશાઓ ફળીભૂત થાય છે. (૬૩).
* * *