________________
શ્રી ગુરુ ગૌતમસ્વામી ]
[ ૩૦૯
ત્રણે ભુવનમાં તેમનો જયજયકાર થયો. કવિ કહે છે કે હું ગૌતમ-ગણધરના વખાણ કરું છું, જેથી ભવ્યજનો પણ તે સાંભળી, તેનું પાલન કરી ભવસાગર તરી જાય. (૫૦).
પ્રભુ મહાવીરના પ્રથમ ગણધર ગૌતમ ગોત્રીય ઇન્દ્રભૂતિ ૫૦ વર્ષ સુધી ગૃહવાસમાં રહ્યા. ૩૦ વર્ષ સુધી સંયમની સાધનાથી અલંકૃત રહ્યા. ૧૨ વર્ષ સુધી ત્રણે ભુવનમાં વંદનીય બનીને કેવળજ્ઞાનીની અવસ્થામાં વિચરણ કરતા રહ્યા. આ પ્રકારે ૫૦ + ૩૦ + ૧૨ = ૯૨ વર્ષનું આયુષ્ય પૂરું કરી, રાજગૃહી નગરીમાં રહેતા, ગુણથી મનોહર એવા શ્રી ગૌતમસ્વામી શિવપુરીમાં સ્થાન પામશે—મોક્ષપદ પ્રાપ્ત કરશે. (૫૧).
ભાષા (ઢાળ છઠ્ઠો)
(આ ઢાળ ‘ગુજરાતી કાવ્યસાહિત્ય'માં એક ઉત્કૃષ્ટ નમૂનો છે. પૂ. ઉદયવંત મુનિ—કવિશ્રીએ અહીં વૈવિધ્યપૂર્ણ લોકપ્રિય અનેક ઉપમાઓ આપી, શ્રી ગૌતમસ્વામીની અદ્ભુત પ્રશંસા/સ્તવના કરી છે. અને આપણને શ્રી ગૌતમસ્વામીની ભક્તિ કરવાથી આજીવન લીલાલહેર થાય અને શાશ્વત સુખ મળે તેવી ભાવના વ્યક્ત કરી છે.)
જેવી રીતે આમ્રવૃક્ષ (આંબો) કોયલના કુહૂ-કુલ્લૂ ટહુકાથી ગુંજારિત છે, જેમ પુષ્પોઘાન પરિમલની મહેકથી મહેકિત થાય છે, જેમ ચંદન સુગંધનો ભંડાર છે, જેમ ગંગા જલલહેરોથી તરંગિત છે, જેમ સ્વર્ણ પર્વત તેજથી દેદીપ્યમાન છે; તેવી રીતે ગૌતમસ્વામી સૌભાગ્યના (ઐશ્વર્યથી છલોછલ) નિધાન છે. (૫૨).
જેમ માનસરોવરે હંસનો વાસ શોભે છે, જેમ સુરેન્દ્રોના મસ્તકે સુવર્ણમુકુટ સોહે છે, જેમ મયૂર કમલ–ઉપવને મોહે છે, જેમ રત્નાકરે રત્નો ઝળકે છે, જેમ આકાશે તારાગણ ખીલી ઊઠે છે, તેમ ગૌતમસ્વામીમાં ગુણોનું ક્રીડારત વન શોભે છે. (૫૩).
જેમ પૂર્ણિમાની રાત્રિ ચન્દ્રથી શોભાયમાન છે, જેમ કલ્પવૃક્ષના મહિમાથી આખું વિશ્વ લુબ્ધ છે, જેમ પૂર્વ દિશા સહસ્ર કિરણોયુક્ત સૂર્યથી પ્રકાશમાન છે, જેમ સિંહોથી પર્વત અલંકૃત છે, જેમ મદમસ્ત હાથીઓથી રાજાઓના મહેલ ગર્જિત છે, તેવી જ રીતે, જિનેન્દ્ર ભગવાનનું શાસન મુનિપ્રવર ગૌતમસ્વામીથી વિભૂષિત છે. (૫૪).
જેમ દેવતાઓનું શ્રેષ્ઠ કલ્પવૃક્ષ શાખા-પ્રશાખાઓથી શોભી ઊઠે છે, જેમ ઉત્તમ પુરુષોનાં મુખ મધુર ભાષાથી દીપી ઊઠે છે, જેમ વન-ઉપવન કેતકીનાં ફૂલોથી મહેકી ઊઠે છે, જેમ ભૂમિપતિ–રાજવી પોતાના બાહુબળથી કીર્તિ પામે છે, જેમ દહેરાસર ઘંટોના રણકારથી ગાજી-ગુંજી ઊઠે છે, તેવી જ રીતે ગૌતમસ્વામી આત્મિક લબ્ધિઓથી ઉજ્વલિત છે, અર્થાત્ વિશેષ ઝળકી ઊઠે છે. (૫૫).
જેમણે પણ અનંતલબ્ધિકારક ગણધર ગૌતમસ્વામીનાં દર્શન કરી લીધાં, તેમના બતાવેલા માર્ગનું અનુસરણ કરી લીધું, હંમેશાં દરેક પળે તેમનું સ્મરણ કરતા રહ્યા, તેમને માટે જાણે કે ચિંતામણિ રત્ન હસ્તગત થઈ ગયાં. કલ્પવૃક્ષ સમગ્ર મનોવાંછનાઓ પૂરી દીધી. કામકુંભ (ઇચ્છા પૂરી કરનાર અક્ષયપાત્ર) અધીન થઈ ગયા. કામધેનુ (ઇચ્છા પૂરી પાડનારી ગાય)એ મનોકામના પૂર્ણ કરી દીધી. આઠ મહાસિદ્ધિઓએ ઘરમાં નિવાસ કરી લીધો. (૫૬).
પ્રણવ અક્ષર એટલે ‘ૐ’, માયાબીજ એટલે ‘ઠ્ઠી' અને શ્રીમુખે (શ્રીમતી/લક્ષ્મીનો પહેલો અક્ષર-બીજાક્ષર) ‘શ્રી' છે. આમ, પ્રથમ પ્રણવ અક્ષર ‘ૐ” બોલવો, પછી માયાબીજ ‘હ્રી’ કાનથી