________________
શ્રી ગુરુ ગૌતમસ્વામી ]
[ ૩૦૭
એક, બે કે ત્રણ પગથારથી આગળ ચઢી નથી શક્યા, તો આ અત્યંત કદાવર શ્રમણ, જે મદમસ્ત હાથીની જેમ ઝૂમતો આવી રહ્યો છે તે પર્વત પર કેવી રીતે ચઢી શકશે? (૩૫).
આમ, મોટા ગુમાનથી તાપસગણ વિચારતા હતા. એટલામાં તો ગૌતમસ્વામી ત્વરિત, જાણે સૂર્યનાં કિરણોનું આલંબન લઈ પોતાની લબ્ધિના પ્રભાવથી) અષ્ટાપદ પર્વત પર ચઢી ગયા. (૩૬).
અષ્ટાપદ પર્વત પર (શ્રી ઋષભદેવ પ્રભુના પુત્ર) ચક્રવર્તી ભરત મહારાજા દ્વારા મહિપૂજિત જિનમંદિર ગૌતમસ્વામીએ પરમ હર્ષપૂર્વક જોયું કે જે સુવર્ણ અને રત્નોનું બનેલું તથા દંડ, કલશ અને વિશાળ ધ્વજાથી શોભાયમાન હતું. (૩૭).
- જિનમંદિરની અંદર ચારે દિશાઓમાં (૪, ૮, ૧૦, ૨- ચત્તારિ અઢ, દસ, દોય એમ) ચોવીશે તીર્થકરોની રત્નમય પ્રતિમાઓ દેહમાન પ્રમાણ બિરાજમાન હતી; જેની તેમના હૃદયના ઉલ્લાસથી દર્શન-વંદન ભક્તિપૂર્વક સ્તવના કરી. સાંજ થવાના કારણે ગૌતમસ્વામીએ અષ્ટાપ તીર્થ પર–મંદિરની બહાર–શિલા પર ધ્યાનાવસ્થામાં રાત્રિ પસાર કરી. (૩૮).
તે રાત્રિમાં વજૂસ્વામીનો જીવ જે તે સમયે તિર્યકભક હતા, તે ધ્યાનાવસ્થિત ગૌતમસ્વામીની પાસે આવ્યા અને ગૌતમસ્વામીએ પુંડરીક-કંડરીકની કથાના માધ્યમથી તેને પ્રતિબોધિત કર્યા. (૩૯).
સવાર થતાં પાછા વળતી વખતે ગૌતમસ્વામીએ તાપસોને પ્રતિબોધ દીધો. સઘળા તાપસોએ સહર્ષ તેમનું શિષ્યત્વ અંગીકાર કરી લીધું. જેવી રીતે હાથી પોતાના ટોળા સાથે ચાલે છે તેવી જ રીતે યુથાધિપતિની જેમ ગૌતમસ્વામી પંદરસો શિષ્યોના પરિવાર સાથે સમવસરણ જવા ચાલ્યા. (૪૦).
આ સઘળા તાપસ નિરંતર એક, બે, ત્રણ ઉપવાસની તપસ્યામાં રત હતા. સંજોગથી જે દિવસે તેઓએ શિષ્યત્વ સ્વીકાર્યું તે દિવસે જ સર્વને પારણાં હતાં. ગૌતમસ્વામી ગોચરી જઈ એક પાત્રમાં દૂધ, ખાંડ, ઘી, ખીર લઈને આવ્યા. બધા તપસ્વીઓને તે એક જ પાત્રમાં પોતાનો અંગૂઠો રાખી, લબ્ધિના પ્રભાવે પારણાં કરાવ્યાં. (૪૧).
એક નાના પાત્રમાં રહેલ ખીર દ્વારા બધાને સન્તુષ્ટ કરી, તેમના આ અતિશય/લબ્ધિનું તેમ જ સદ્ગુરુની મહત્તાનું શુભ ચિંતન કરતાં, ખીર ખાતાં ખાતાં પાંચસો તપસ્વીઓને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. સાચું છે કે, વાસ્તવિક સદ્ગુરુનો સંયોગ/સાન્નિધ્ય મળવાથી કવલ (આહારનો કોળિયો) પણ કેવળજ્ઞાનના રૂપમાં પરિણત થઈ જાય છે. (૪૨).
પછી ગૌતમસ્વામી તાપસો સાથે પ્રભુના સમવસરણ તરફ આવતા હતા ત્યારે બીજા પાંચસો તપસ્વીઓએ જિનેશ્વરના ત્રણ ગઢવાળા અદ્ભુત તેમ જ અવર્ણનીય સમવસરણને જોઈને, શુભ ભાવપૂર્વક વિચારસરણીમાં ચડતા જગદુદ્યોતકારી, લોકાલોક પ્રકાશક કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું. (૪૩).
અને બાકીના ૫૦૦ તાપસોએ વર્ષાકાલીન સઘન મેઘોની ગર્જના સમાન જિતેન્દ્ર મહાવીર પ્રભુની અમૃતવાણીને સાંભળી, વિશુદ્ધ ચિંતન પૂર્વક ગુણસ્થાનો પર આરોહણ કરતાં કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું. (૪).
આ રીતે અનુક્રમે (૫૦૦૫૦૧૫૦૦ એમ) ૧૫૦૦ કેવળજ્ઞાનસંપન્ન તપસ્વીઓથી પરિવૃત થઈને ગૌતમસ્વામી સમવસરણમાં પહોંચીને દુઃખને હરનાર જિનેશ્વર મહાવીર સ્વામીને વંદન કરવા