________________
૩૦૬ ]
[ મહામણિ ચિંતામણિ
ગ્રહણ કરી. આ પ્રકારે ઉત્કટ તપસ્યા અને ઉત્કૃષ્ટતમ સંયમનું પાલન કરતાં અપ્રમત્ત દશામાં ભૂમંડલ પર વિચરણ કરવા લાગ્યા. તેમના પ્રશસ્તતમ ગુણોને જોઈને સઘળું જગત ઇન્દ્રભૂતિ/ગૌતમ ગણધરનો જયજયકાર કરવા લાગ્યું. (૨૬).
(ત્રીજી ઢાળનો સાર). ઇન્દ્રભૂતિ અત્યંત અભિમાનથી ગર્જતા અને ક્રોધથી કંપતા પ્રભુના સમવસરણમાં તત્કાલ પહોંચી ગયા. તેમના મનમાં જે જે સંશય હતા તેનું ચરમ તીર્થપતિ સર્વજ્ઞ મહાવીરે નિરાકરણ કરી દીધું. ફલતઃ ઇન્દ્રભૂતિને અંતસ્તલમાં બોધિબીજ/સમ્યક્ત્વનો આવિર્ભાવ થયો અને તેમણે/ગૌતમે ભવથી વિરક્ત થઈને પ્રભુ પાસેથી દીક્ષા ગ્રહણ કરી, શિક્ષા પ્રાપ્ત કરી ગણધરપદ પ્રાપ્ત કર્યું. (૨૭).
તેમના માટે આજ સોનાનો દિવસ છે. પરિપકવપુષ્ટ પુણ્ય ભરવાનો–ભાગ્યોદયનો દિવસ છે. તેમના માટે આજ પરિપકવ પશ્યનો ઉદય થયો છે કે જેમણે અમતઝરતી અશ્રસિક્ત સ્વકીય આંખોથી ગૌતમસ્વામીને જોયા. તેમનાં પ્રત્યક્ષ દર્શન કર્યા. તેમના સ્વરૂપને પોતાની આંખોમાં અંકિત કરી લીધા. (૨૮).
ગણધર શ્રી ગૌતમસ્વામી પોતાના ૫૦૦ શિષ્યોના પરિવાર સાથે પૃથ્વીતલ પર વિહાર કરતાં-વિચરતાં ભાવિક જનોને પ્રતિબોધ કરવા લાગ્યા. (૨૯). | મુનિપ્રવર ગણધર ગૌતમસ્વામી ભવ્યજનોના પરોપકાર માટે, જે કોઈને શંકાઓ/સંશય પેદા થતાં હતાં તેના નિરાકરણ માટે સમવસરણમાં વિરાજમાન સર્વજ્ઞ પ્રભુને પ્રશ્ન પૂછીને સમાધાન મેળવતા હતા. (૩૦).
ગૌતમસ્વામી જ્યાં જ્યાં જેને જેને પણ પ્રવ્રજ્યા/દીક્ષા પ્રદાન કરતા હતા ત્યાં ત્યાં તે સર્વે લક્ષ્મીકેવળજ્ઞાનનું વરણ કરી લેતા હતા. તેઓ પોતે કેવળજ્ઞાનથી રહિત હતા, પણ પોતાના હાથે દીક્ષા પામેલા મુનિઓને કેવળજ્ઞાન પ્રદાન કરતા હતા. (૩૧).
પોતાના ગુરુ શ્રી વીર પ્રભુ ઉપર ગુરુ-ભક્તિથી શ્રી ઇન્દ્રભૂતિને ‘પ્રશસ્ત રાગ’ રહેતો; પરંતુ રાગને કારણે કેવળજ્ઞાન તેમને છળી રહેતું હતું–પ્રગટ થતું ન હતું. (૩૨).
ગણધર ગૌતમની જિજ્ઞાસા હતી કે હું ચરમ શરીરી છું કે નહિ? અથવા આ શરીરથી આ ભવમાં હું નિવણપદ પ્રાપ્ત કરીશ કે નહિ?” ભગવાન મહાવીરે જવાબ દીધો : ‘આત્મલબ્ધિ-સ્વવીયેબલથી અષ્ટાપદ પર્વત ઉપર જઈ ભરત ચક્રવર્તી નિર્મિત જિનપ્રાસાદમાં વિરાજમાન ચોવીસ તીર્થંકરોની વંદના જે મુનિ કરે છે તે ચરમ શરીરી છે.' (૩૩).
પ્રભુની ઉપર મુજબની દેશના સાંભળી ગૌતમસ્વામી અષ્ટાપદ તીર્થની યાત્રા કરવા માટે નીકળી પડ્યા. તે સમયે અષ્ટાપદ પર્વત પર આરોહણ કરવાના હેતુથી પહેલા, બીજા અને ત્રીજા પગથાર પર અનુક્રમે પાંચસો-પાંચસો, કુલ પંદરસો તપસ્વીઓ પોતે પોતાની તપસ્યાના બળથી ચડ્યા હતા. તેઓએ ગૌતમસ્વામીને આવતા જોયા. (૩૪).
ગૌતમસ્વામીને અષ્ટાપદ પર્વત પર ચઢવા માટે પ્રયત્નશીલ જોઈને તે તાપસો મનમાં વિચાર કરવા લાગ્યા કે, અમે તપથી અમારાં શરીર સૂકવી નાખી હલકાં બનાવ્યાં છે છતાં અમે