________________
શ્રી ગુરુ ગૌતમસ્વામી ]
(વસ્તુ છંદ) ઇંદર્ભેઈઅ, ઇંદર્ભેઈઅ, ચિડઅ બહુમાન, હુંકારો કરી કંપતો, સમોસરણ પહોતો તુરંત, ઈહ સંસા સામિ સવે, ચરમનાહ ફેડે ફુરંત, બોધિબીજ સંજાય મને, ગોયમ ભવહ વિરત્ત, દિખ્ખ લેઈ સિખ્ખા સહિઅ, ગણધર પય સંપત્ત. ભાષા (ઢાળ ચોથી)
આજ હુઓ સુવિહાણ, આજ પચેલીમ પુણ્ય ભરો; દીઠા ગોયમ સામી, જો નિઅ નયણે અમિય સો. સિરિ ગોયમ ગણધાર, પંચસયાં મુનિ પરિવરિય; ભૂમિય કરય વિહાર, ભવિયણ જન ડિબોહ કરે. સમવસરણ મોઝાર, જે જે સંસા ઉપજે એ. તે તે પરઉપકાર, કારણ પૂછે મુનિપવો.
જિહાં જિહાં દીજે દીખ્ખ, તિહાં તિાં કેવળ ઉપજે એ; આપ કન્ડે અણહુંત, ગોયમ દીજે દાન ઈમ.
ગુરુ ઉપિર ગુરુ ભત્ત, સામી ગોયમ ઉપનિય; એણી છળ કેવળનાણ, રાગ જ રાખે રંગ ભરે. જે અષ્ટાપદ સેલ, વંદે ચડી ચઉવીશ જિણ; આતમ-લધિ વસેણ ચરમ શરીરી સોય મુનિ. ઈય દેસણ નિસુણેવિ, ગોયમ ગણહર સંચલિય; તાપસ પન્ન૨સએણ, તો મુનિ દીઠો આવતો એ. તવ સોસિય નિય અંગ, અમ્હ સતિત નિવ ઉપજે એ; કિમ ચડશે દઢકાય ? ગજ જિમ દીસે ગાજતો એ.
ગિરુઓ એણે અભિમાન, તાપસ જો મન ચિંતવે એ; તો મુનિ ચડીઓ વેગ, આલંબવિ દિનકર-કિરણ. કંચણમણિ નિષ્પન્ન દંડ કલસ ધજ વડે સહિઅ; પેખવિ પરમાનંદ, જિણહર ભરતેસર મહિઅ. નિય નિય કાય પ્રમાણ, ચઉદિસિ સંઠિઅ જિણહબિંબ; પણવિ મન ઉલ્હાસ, ગોયમ ગણહર તિહાં વસિ. વઇરસામિનો જીવ, તિર્થંકર્જ઼ભક દેવ તિહા; પ્રતિબોધે પુંડરીક કંડરીક અધ્યયન ભણી.
વળતા ગોયમ સામી, સવિ તાપસ પ્રતિબોધ કરે. લેઈ આપણ સાથ, ચાલે જિમ જૂથાધિપતિ.
૨૭.
૨૮.
૨૯.
૩૦.
૩૧.
૩૨.
૩૩.
૩૪.
૩૫.
૩૬.
૩૭.
૩૮.
૩૯.
૪૦.
[ ૨૯૯