________________
શ્રી ગુરુ ગૌતમસ્વામી ]
[ ૨૯૩
-
-
- - - -
-
-
ગૌતમ-વિલાપ (પ્રસ્તુતકર્તા : પૂનમચંદ નાગરદાસ દોશી “શશી પૂનમ') થિરાદ કડુવામતિ ગચ્છની ગાદી હતી. એ ગાદી પર આજ સુધી યતિજીઓ થઈ ગયા. તેઓ સાજીજી નામે જાણીતા હતા. છેલ્લા સાજીજી મણિલાલજી મહારાજ વિ. સં. ૨૦૩માં કાળધર્મ પામ્યા પછી તે ગાદીનો વિચ્છેદ થયો છે. એ ગચ્છની સાતમી પાટે સત્તરમા સૈકામાં શ્રી કલ્યાણ સાજીજી થઈ ગયા. તેમણે વીતરાગ-ભક્તિનાં કાવ્યો લખ્યાં હતાં. તે પૈકીના એક કાવ્યની અમુક ગાથાઓ થરાદવાળા ધમભ્યાસી શ્રી પૂનચંદભાઈ દોશીએ કરેલ વિવેચન સાથે અહીં રજૂ કરવામાં આવેલ છે. દીપાવલીના મહાન પર્વને અનુલક્ષીને લખાયેલું આ કાવ્ય આપના હૃદયના પરિતાપોને શાંત કરનારું નીવડશે.
–સંપાદક) વિર સકળ સંઘ સુખકારી, વિરે તાર્યા બહુ નર ને નારી; કેઈ પોઢ્યા મુગતિ મોઝારી, કેઈ હુઆ એકાવતારી.
હો વીર! પ્યારા હો પ્રાણ હમારા.... ૧. એમ કહેતા ગૌતમ ગણધારા, છેડે છેહ દીના ક્યા પ્યારા;
તમ શુ છે હમારા કારા, તમે મુગતિ મારગનો દાતારા.હો વિર૦ ૨. મહારાજશ્રીએ આખું કાવ્ય શ્રી ગૌતમસ્વામીજીના મુખે જ ગવાયું હોય એવી રચના કરી છે. પ્રભુ મહાવીરે અનેક ઉપકાર કરી, અનેક નરનારીઓને મુક્તિનગરનાં મહેમાન બનાવ્યાં છે. કંઈકને એકાવનારી બનાવ્યાં છે. એવા હે વીર પ્રભુ! આપ મને પ્રાણથી પણ વધારે પ્યારા છો.
આગળ વધતાં ભગવાનને ઉપાલંભ આપતાં પ્રભુ સાથેનો પોતાનો ગાઢ સંબંધ દર્શાવીને કહે છે કે અંત સમયે મને હે વીર ! શા માટે છેહ દીધો? ત્રિશલાદેવી તુમયી માય...વીર પામ્યા પાંચમું જ્ઞાન...હો વીર..
(ગાથા : ૩ થી ૭માં. પછી–). હમ તારણ પાવાએ આવે, હમ સંદેહ દૂર ગમાવે; હમ ઉપદેશ દેઈ સમજાવે, હમ એકાદશ દીક્ષા પાવે...હો. વીર. સહસ ચાર ને સત ચાર, એકી વારે ક્લિા અણગાર;
પદ દીનો પ્રથમ ગણધાર, ચૌદ સહસ મેં કીઓ સરદાર..હો વીર..
અમે અગિયાર ભાઈઓ યજ્ઞયાગમાં વિશ્વમાં શ્રેષ્ઠ તરીકે માનીને અભિમાનમાં અંધ બન્યા હતા. એથી અમને તારવા માટે જ પ્રભુ પાવાપુરીએ આવ્યા અને અમારા અગિયાર જણના સંદેહ પોતાના જ્ઞાનથી દૂર કરી, સાચો ઉપદેશ સમજાવીને, બધાને દીક્ષિત કર્યા. વળી બીજા મળી એકસાથે ચૌદ હજારને અણગાર બનાવ્યા અને તે બધાના સરદાર તરીકે મને શ્રેષ્ઠ એવું ગણધર-પદ આપવામાં આવ્યું. અમે અગિયારે અગિયાર ગણધર તરીકે પ્રસિદ્ધ થયા. હે વીર ! તમે મને પ્રાણથી પણ વધારે પ્યારા છો.
પ્રભુ નિજ આયુ થોડું જાણી, સોળ પહોરની દેશના વખાણી; બુઝવ્યા ભવિયણ જિનવરે પ્રાણી, મારી વેળાએ કોશીર આણી...હો વિર૦..