________________
૨૯૨ ]
[ મહામણિ ચિંતામણિ
કપડાં-લત્તાં માત્ર હવાનાં જ હતાં એવા ધર્મધુરંધર ધીર વીર ચાલ્યા ગયા !
નિર્ચે નિર્ટ નું નિઢા વેઆ, મેરુ જેડા જે મહાન વે; પ્રેમ-અહિંસા જા પ્રથમી કે, પ્રેમલ ડીંઘલ દાન વેઆ. નિરમલ નેહ નિધાન વેઆ, અજ નિરધન ને ધનવાન વે;
અજ સચ્ચા ઈન્સાન વેઆ, અજ ભારત જા ભગવાન વેઆ. છે નાના નાના કરતાં વધુ નાના અને અહિંસાનાં પ્રેમલ દાન દેનારા ચાલ્યા ગયા. નિર્મળ
નેહના સાગર ગયા. આજે નિધન-ધનવાન ગયા. આજે એક સાચા ઈન્સાન ગયા. આજે ભારતના ભગવાન ગયા.
ભવાટવી જો ભવસાગર, તરીંધલ ત્રાતા હલ્યા વે; પરમ પુનિત ભારતમાતા જા, ભાગ્યવિધાતા હલ્યા વેઆ. વ્યોમવિહારી વિમુક્ત પંખી, મુક્તિદાતા હલ્યા વેઆ;
મહાવીર મહીપતીએ જા, મહીપત માંધાતા હલ્યા આ. # ભવાટવી-ભવસાગરમાંથી તારનાર ત્રાતા-રક્ષક ચાલ્યા ગયા. પરમ પુનિત ભારતમાતાના
ભાગ્યવિધાતા ચાલ્યા ગયા. વ્યોમવિહારી વિમુક્ત પંખી જેવા વીર મુક્તિદાતા ગયા. મહીપતિઓના પણ મહીપતિ એવા માંધાતા મહાવીર વિદાય થયા.
સંત વેઆ સભાગી હી, કમભાગી હાણે કિડાં વિઝે?
પાગલ આંજો પ્રેમી, હી વેરાગી હાણે કિડાં વિઝે? જ તમે સભાગી સંત તો ચાલ્યા ગયા; પણ આ કમભાગી હવે ક્યાં જાય? તમારા પાગલ - પ્રેમી આ વેરાગી હવે કયાં જાય?
ગૌતમસ્વામી કો કેવલજ્ઞાન ૪ પ્રભુજી, કે ઓભાલા કઈ, મેં તો ભારી ભૂલ કઈ;
વીતરાગ ભગવાન આંજી, અજ ત મૂકે ખબર પઈ. થી પ્રભુજી ! તમને ઉપાલંભો આપીને મેં તો ભારે ભૂલ કરી. એ વીતરાગ ભગવાન! તમારી મને આજે ખબર પડી.
ગૌતમ ગુરુ જી વિરહવેદના, પરવશતા જો રેઓ ન પાર;
વીતરાગ જે ભાવ મેં પ્રગટ્યો, ગૌતમ જી કે કેવળજ્ઞાન. છે ગૌતમ ગુરુની વિરહવેદના અને પરવશતાનો પાર રહ્યો નહિ. વીતરાગ ભાવથી ગૌતમને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું.
(હાવીર-બાવનીમાંથી સાભાર.)
*
*
*