________________
૨૮૪ ]
[ મહામણિ ચિંતામણિ
૪.
પ.
૭.
કોઈ પોતાના દૂરથી પાસ બોલાવતા,
મને પાસેથી શું કરવા કર્યો દૂર જો; પ્રતિબોધવા દેવશમનેિ મોકલ્યો,
પાછળથી કાળ થયો કેમ ક્રૂર જો... વીર પાછાં વળતાં જ્યારે મેં આ સાંભળ્યું.
દેવ-દેવી સહુ કરતાં શોરબકોર જો; ત્રણ લોકના નાથ ગયા શિવમહેલમાં,
ધીરજ મારી ખૂટી ટૂટ્યા દોર જો....ઓ વીર૦ જવું હતું જો પહેલાં તો કહેવું હતું,
કોનો છે હવે મુજને અહીં આધાર જો; ગોયમ! ગોયમ! કોણ કહીને બોલાવશે?
કોના આગળ ખોલીશ અંતરદ્વાર જો...ઓ વીર આપ વિના અહીં અંધારું પ્રસરી જશે,
મિથ્યા મતનું વધશે અહીં જોર જો, કરમાશે આ લીલી વાડી સંઘની,
વધશે અહીંયાં પાખંડી ને વળી ચોર જો....ઓ વર૦ ત્રિકાલજ્ઞાની નાથ ! તમે સહુ જાણતા.
છતાંય અમને કેમ કહી નહીં વાત જો, હું ના આવત છેડો ઝાલી આપનો,
દિન ડૂળ્યો મુજ, માથે આવી રાત જો...ઓ વર૦ વીર ! વીર ! ઓ વીર! રટણ કરતો રહ્યો,
તો પણ વ્હાલા, ક્યાંથી મળશો વીર જી; આ સંસારમાં કોઈ કોઈનું છે નહીં,
ગૌતમ-ચિત્તે સઘળું અસ્થિર જો...ઓ વી૨૦ જાણતો હોવા છતાં બન્યો અણજાણ હું
નકામો રાખ્યો નાથ તમારો રાગ જો; અનિત્ય ભાવના ભાવતાં ગૌતમસ્વામીને,
ઉપનું કેવળજ્ઞાન પ્રભાત પરાગ જો...ઓ વર૦ સૂરિ રાજેન્દ્રના ગણધર ગૌતમને સદા,
વંદના હોજો મારી શત અઠ વાર જો; સૂરિ યતીન્દ્રના પદને પામે જે ભવિ,
જયન્ત’ એ તો પામે મંગલમાલ જો....ઓ વિર૦
૮.
૯.
૧૦.
૧૧.
* * *