________________
૨૭૬ ]
[ મહામણિ ચિંતામણિ
જો તુમ નામ જપેગા કોઈ, જ્ઞાન-માન-ધત પાવે વોઈ. પચાસ વર્ષ ગૃહવાસ રહાયે, વીરચરણમેં ફિર તુમ આયે. છદ્મસ્થ તીસ વર્ષ રહે જ્ઞાની, બારહ વર્ષ કેવલ કલ્યાણી. આગમ આપ કૃપા સે પાયે, સુર-નર મસ્તક તુહેં ઝુકાયે. મોક્ષગતિ પાઈ અવિનાશી, પલપલ સમરું સુખ કી રાશી. જય-જય ગૌતમ દિવ્ય દયાલા, જય-જય વિજય રમેશ કૃપાલા.
* * *
શ્રી ગૌતમસ્વામી વિલાપની સઝાય આધાર જ હું તો રે એક મુને તાહરો રે,
હવે કોણ કરશે રે સાર? પ્રીતડી હતી રે પહેલા ભવતણી રે,
તે કેમ વીસરી રે જાય?...આધાર મુજને મેલ્યો રે ટળવળતો ઈહાં રે,
નથી કોઈ આંસુ લાવણહાર, ગૌતમ' કહી કોણ બોલાવશે રે?
કોણ કરશે મોરી સાર?... આધાર અંતરજામી રે અણઘટતું કર્યું રે,
મુજને મોકલિયો ગામ; અંતકાલે રે હું સમજ્યો નહીં રે,
જે છેહ દેશે મુજને આમ..આધાર) ગઈ હવે શોભા રે ભરતના લોકની રે,
હું અજ્ઞાની રહ્યો છું આજ કુમતિ મિથ્યાત્વી કે જિમતિમ બોલશે રે,
કોણ રાખશે મોરી લાજ?... આધાર, વલી શૂલપાણિ રે અજ્ઞાની ઘણો રે,
દીધું તુજને રે દુઃખ; કરુણા આણી રે તેહના ઉપરે રે,
આપ્યું બહોળું રે સુખ....આધાર જે અઈમુત્તો રે બાળક આવિયો રે,
રમતો જલશું રે તેહ, કેવળ આપી રે આપ સમો કીધો રે,
એવડો શો તસ નેહ?...આધાર)
-
-
---
---
-
- - -- - - -- - -- -- - - - - -- oooooo