________________
શ્રી ગુરુ ગૌતમસ્વામી ]
શ્રી ગૌતમસ્વામીનું સ્તવન
(કર્તા : શ્રી નેમિસૂરિશિષ્ય શ્રી પદ્મસૂરિજી મહારાજ)
નમો નમો ગોયમા મુખ્ય એ ગણધરા, સમરતા સર્વવાંછિત ફલે એ; સર્વ દેવો નરા જાસ પદ વંદતા હોંશથી, વિઘ્ન સવિ છેદતા એ...નમો૦ ગૌતમાન્વય કમલ ભાનુસમ ગુરુ ગુણી, સર્વને રક્ષતા નિરભિમાની; વીરથી ભૂલ સુણી શ્રાદ્ધ આનંદને, મિચ્છામિ દુક્કડં દેત નાણી...નમો વીર પ્રભુ પદકમલ ભ્રમરસમ શોભતા, ભવ્યજનને પ્રતિબોધ જાણી; પ્રશ્ન બહુ પૂછતા પ્રભુ દિયે ઉત્તરો, ગોયમા ઉચ્ચરી સુગુણ ખાણી...નમો લબ્ધિનિધિ શ્રી હી ધૃતિ કાંતિ લક્ષ્મી તણા કીર્તિના સ્થાન ગૌતમગુરુ એ; મુક્ત સંસારથી ભવ્ય આકૃતિધરા, દર્શનાદિક ગુણી ગુરુ નમીએ...નમો ચઉભુજા શારદા ઘુણત ગૌતમ ગુણો, માનુષોત્તર મહીધર નિવાસા; હસ્તિ ૫૨ બેસતી ત્રિભુવનસ્વામિની, વિવિધ આયુધધરા ગુણવિલાસા...નમો૦ ૫. તે સહસ વર ભુજાધારિણી ગુરુ તણા, ભક્તનું શિવ કરે સ્નેહ આણી; પીઠ સંસ્થિત જયાદિક સુરી સેવતી, ગૌતમ પ્રણમતી પ્રીતિ આણી...નમો૦ જાસ મુખ ગજ સમું અધિપતિ યક્ષનો, જેહ જસનેત્ર ત્રણ વીસ ભુજાઓ; જાસ આયુધરો શ્રુતતણો અધિપતિ, સેવતો ગુરુચરણ નિત્ય ધ્યાવો...નમો૦ ૭. સોલ વિદ્યા સુરી ઇન્દ્ર ચોસઠ વળી, યક્ષ ચોવીશ તિમ યક્ષિણી એ; ચરણ ગૌતમ તણા સેવતા નેહથી, તેહ ગૌતમ-ચરણ નિત સ્મરીએ...નમો ૮.
***
શ્રી ગૌતમસ્વામીનો છંદ
પૃથ્વી માતાના નંદન નિમયે, પુરવલાં તે પાપ નિગમિયે; ઇન્દ્રભૂતિ છે એહનું નામ, જેનું જગમાં નહીં ઉપમાન... નામે નવિધિ હેલે આવે, અષ્ટ મહાસિદ્ધિ રિદ્ધિ પાવે; સૌભાગ્ય મલે વાધે વાન, પાતે નિર્મલ ઉત્તમ જ્ઞાન. પ્રાતઃ સમયે નિત્ય પ્રણમિયે, સુખ સંપત્તિ એંહથી લહિયે; કષ્ટની કોડી એહ નિવારે, પરલોકે દુર્ગતિ વારે.
ગૌતમ નામે લીલ વિલાસ, એ તો પૂરે મનની આશ; તાપસ પંદરસે પ્રતિબોધી, દીધી કેવલજ્ઞાનની ઋદ્ધિ.
૧.
૨.
ધન્ય કૃતપુણ્ય જન જેહ ગૌતમ નમે, પૂજતા ધ્યાવતા હર્ષ પામી; નેમિસૂરિ ગુરુચરણ પદ્મ સુપસાયથી, ગુરુ થુણ્યા તીવ્રતપ આત્મરામી...નમો૦ ૯.
૩.
૧.
૪.
૨.
૩.
૪.
૬.
[ ૨૫૫