________________
શ્રી ગુરુ ગૌતમસ્વામી ]
આનંદ ચિર બ્રહ્મરૂપ સરસ્વતી ગૌતમ તણી, નિત ભક્તિ કરતી નેહથી વર પદ્મ હદ સંવાસિની; સર્વાંગસુંદર દ્યુતિ ધરી શ્રીદેવી પણ જેને નમે, તેહ ગુરુને ધ્યાવનારા આતમા નિજ ગુણ ૨મે. નંદા જયા અપરાજિતા વિજયા જયંતી દેવીએ, તિમ સુભદ્રા દેવી આદિક ગુરુતણા ગુણ ગૌરવે, ગાવતી નિત નિત મનુષ્યોત્તર ગિરિશિખર ૫૨ જે વસે, દિવ્ય કાંતિ ભુજા હજારે શોભતી નિત મન વિષે.
પૂજ્ય ગૌતમ ગુરુ તણા ગુણ ગાય ભૂષણ ધારિણી, સંઘનાં વિઘ્નો હરતી દેવી ત્રિભુવન સ્વામિની, જાસ સોલ હજાર યક્ષો દાસ વીશ ભુજા બલી, તે દ્વાદશાંગી દેવ મ્હેરે સફળ હોવે મન રળી.
શ્રુત દેવતા ગૌતમ ગુરુના ગુણ સ્મરણ લહુ માનથી, કરનાર જનનાં વિઘ્ન હરતી આપતી સુખ નિયમથી; સૌધર્મ હિર ઈશાન હરિ તિમ ઇન્દ્ર સનત્કુમારના, બ્રહ્મેન્દ્ર ભાવે ભક્તિ કરતાં ગાઈ ગુણ ગૌતમ તણા. આધીન જસ અડ નાગકુલ દીપે હજાર ફણાવલી, ધરણેન્દ્ર તે મંત્રરાજ્યેત ગૌતમ નમે સુકૃતાંજલી; સદ્ભાગ્યવંતા ઇન્દ્ર સર્વે રોહિણી આદિક સુરી, યક્ષ યક્ષિણી ધ્યાવતા તે ઇન્દ્રભૂતિ ગુણાવલી.
શ્રી ગૌતમસ્વામી તણી પદભક્તિથી અહીંયાં મળે, જલ અત્ર વૃતિ સુખહેતુ અદ્ભુત લબ્ધિ વાંછિત સતિ ફળે; પરલોકમાં વ૨ દેવ ઋદ્ધિ શ્રેષ્ઠ નરભવ શિવ મળે,
આધિ વ્યાધિ ઉપાધિ સંકટ વિઘ્ન ઉપસર્ગો ટળે.
આઁ ક્રો અને શ્રી હ્રી સુમંત્ર ધ્યાન કાલે વિ સુરા, પાસે ક૨ી ક૨ જોડ કાઉસ્સગ્ગમાં સ્મરતા શીલધરા; ધૂપ કર્પૂરાદિકે હોંશે સદા ગૌતમ તણી, પૂજા કરંતા લબ્ધિ સિદ્ધિ ઋદ્ધિ વૃદ્ધિ લહે ઘણી. ઇન્દ્રિય વિજય કરનાર નિર્મલ વસ્ત્ર હેરી ગુપ્તિને, સમિતિના ધરનાર ધ્યાવત ઇન્દ્રભૂતિ ગુણશ્રેણિને; શ્રુતસિંધુ કેરો પાર પામે વિજય વિશ્વે સદા, નેમિસૂરિ પદ પદ્મ મ્હેરે તે લહે શિવસંપદા.
***
૩.
૪.
૬.
૭.
૮.
૯.
૧૦.
[ ૨૫૩