________________
[ મહામણિ ચિંતામણિ
(૫) (સુ-પાત્રના પ્રકાર) બારમા, તેરમા, ચૌદમા “ક્ષીણ મોહ’ ગુણસ્થાનકે રહેલા મુનિને રત્ન-પાત્ર સમાન (ઉત્તમોત્તમ) જાણવા, બીજા મુનિઓને સુવર્ણ-પાત્ર માનવા, શ્રાવકને રૂપાના પાત્ર સમાન જાણવા, અને અવિરતિ-મિથ્યાષ્ટિ વગેરેને લોખંડ અને માટી સમાન જાણવા.
૨૪૮ ]
(૬) ૧૦૦૦ મિથ્યાત્વી કરતાં એક અણુવ્રતધારી શ્રાવક, ૧૦૦૦ અણુવ્રતધારી કરતાં એક સાધુ, ૧૦૦૦ સાધુ કરતાં એક ગણધર અને ૧૦૦૦ ગણધર કરતાં એક જિનેશ્વર અધિક ઉપાધિના ટાળનાર કહ્યા છે.
(૭) દસ પ્રકારનાં દાન છે તેમાં પાંચ પ્રકારનાં દાન મોટાં કહ્યાં છે. તેમાં પણ અભયદાન અને સુપાત્ર-દાન એ બે દાન પ્રસિદ્ધ ગણાય છે. એ દાન દેવાથી હિરવાહન નામનો રાજા જિનવર થયેલ છે. આ સ્તવનમાં કર્તા સૌભાગ્ય-લક્ષ્મી-સૂરિ તેમના ગુણ ગાય છે.
***
પૂ. આચાર્યશ્રી ભ્રાતૃચન્દ્રસૂરીશ્વરજી કૃત શ્રી ગૌતમ નિર્વેદ સજ્ઝાય
(અબ હમ અમર ભયે, ન મરેંગે—એ દેશી) વીર નિસનેહી, હું સસનેહી, મોકલિયો મને ગામ રે; વિશ્વાસી વીરે છેતરિયો, પહોંચ્યા અક્ષરધામ રે.
વીર નિસનેહી, હું સસનેહી... હૈ ! હૈ ! વીર કર્યું અણઘટતું, ગોયમ પભણે નાથ રે, અંત સમે છેહ દીધો મુજને, શું હું આવત સાથ રે ?...વી૨૦
અસ્ત થયો જિન-ભાનુ આજે, મિથ્યા તિમિર છવાશે રે, કુમતિ-કૌશિક જાગૃત થાશે, ચોર ચુગલ વધી જાશે રે...વી૨૦
ગોયમ ! ગોયમ ! કોણ હવે કહેશે ? પ્રતિ-ઉત્ત૨ કોણ દેશે રે ? સંઘ-સહાય વીર વિણ કોણ કરશે ? કોણ સંશય હવે હરશે રે ?...વી૨૦ ૩.
ચૌદ-સહસ મુનિવર પ્રભુ તાહરે, માહરે તું ‘વીર’ એક રે, રડવડતો મૂકી અહીં ચાલ્યા ગયા, સાંકડું થયું શિવ છેક રે...વી૨૦
આજ લાગે સ્વપ્નાંતર અંતર, મ્હેં તુજ સાથ ન રાખ્યો રે, મોહન ! મુજ-મન ચોરી લીધું, તુમ-મન નેહ ન દાખ્યો રે...વી૨૦
પુણ્ય-કથા પ્રભુ કોણ હવે કહેશે ? તુજ વિણ જગદાધાર રે, ત્રિ-ગડે બેસીને વી૨ વહાલા, ઘો દરશણ એક વાર રે...વી૨૦
૧.
પણ હું અન્ન, એ વાટે ચાલ્યા, ન મળે ફરી નિરધાર રે, હું રાગી, મહાવીર નિરાગી, સાધ્યો સ્વાર્થ શ્રીકાર રે...વી૨૦
૨.
૪.
૫.
૬.
૭.
૮.