________________
શ્રી ગુરુ ગૌતમસ્વામી ]
[ ૨૪૭
શ્રી વિશ-સ્થાનક-પદ પૂજામાંથી પંદરમી
શ્રી ગોયમપદ-પૂજા (સાથે)
(દુહો)
છઠ છઠ તપ કરે પારણું, ચઉ-નાણી ગુણધામ; એ સમ શુભ-પાત્ર કો નહિ, નમો નમો ગોયમ-સ્વામ.
(ઢાળ) | (દાદાજી, મોહે દર્શન દીજે હો એ દેશી) દાન સુપાત્રે દીજે, હો ભવિયા! દાન સુપાત્રે દીજે. લબ્ધિ અઠ્ઠાવીસ જ્ઞાની ગોયમ, ઉત્તમ પાત્ર કહીએ...
- હો ભવિયા ! દાન સુપાત્રે દીજે. ૨. “મુહૂર્તમાં “ચૌદ-પૂરવ’ રચિયા, ‘ત્રિપદી' વીરથી પામી; ચૌદસ-બાવન ‘ગણધર’ વાંધા, એ પદ અંતરજામી...હો ભવિયા ! ‘ગણેશ’ ‘ગણપતિ’ મહામંગલ-પદ, ગોયમ વિણ નવિ દૂજો; સહસ-કમલ-દલ સેવન-પંકજ, બેઠા સુર નર પૂજો..હો ભવિયા ! ક્ષીણ-મોહી-મુનિ રત્ન-પાત્ર સમ, બીજા કંચન-સમ પાત્ર, રજતના શ્રાવક સમકિત ત્રંબા, અવિરતિ લોહ મટ્ટી પત્તા...હો ભવિયા! પ. મિથ્યાત્વી સહસથી એક અણુવતી, અણુવતી સહસથી સાધુ
સાધુ સહસથી ગણધરુ જિનવર, અધિક ટાળે ઉપાધિ...હો ભવિયા ! ૬. પાંચ દાન દશ દાનમાં મોટાં, અભય સુપાત્ર વિદિતા; એહથી હરિવાહન હુઓ જિનવર, સૌભાગ્યલક્ષ્મી ગુણ-ગીતા...હો ભવિયા) ૭.
(૧) છઠ્ઠના ઉપર છઠ્ઠ તપથી પારણું કરનાર, ચાર જ્ઞાનના ધણી, ગુણોના ભંડાર એવા | ગૌતમસ્વામી સમાન કોઈ બીજું શુભ પાત્ર નથી, એવા શ્રી ગૌતમસ્વામીને નમસ્કાર થાઓ.
(૨) હે ભવ્ય જીવ! સુપાત્રે દાન કરો. ૨૮ લબ્ધિના ધારક, ચાર જ્ઞાનવાળા એવા શ્રી ગૌતમસ્વામી ઉત્તમ પાત્ર કહેવાય.
(૩) એક મુહૂર્તમાં જેમણે શ્રી વીર પ્રભુ પાસેથી ‘ત્રિપદી' (ઉપન્નઈ વા, વિગમેઈ વા, ધુવેઈ વા) પામીને, ૧૪ પૂર્વની રચના કરી એવા શ્રી ગૌતમ સ્વામીને વંદન કરવાથી, ચોવીશે તીર્થકરોના ૧૪પર ગણધરને વંદના કરી એમ સમજવું.
(૪) શ્રી ગૌતમસ્વામી ‘ગણેશ’, ‘ગણપતિ', ‘ગણધર' બિરૂદ ધરાવતા મહામંગલ પદો છે–તે સિવાય બીજા કોઈ નથી. એક હજાર પાંખડીવાળા સુવર્ણકમળ પર બેઠેલા શ્રી ગૌતમસ્વામીનું, હે દેવો તથા મનુષ્યો ! તમે પૂજન કરો.