________________
શ્રી ગુરુ ગૌતમસ્વામી |
[ ૨૧૩
શ્રી નતમસ્વાદ (અર્થ સાથે) श्री इन्द्रभूतिं वसुभूतिपुत्रं, पृथ्वीभवं गौतमगोत्ररलम् । स्तुवन्ति देवासुरमानवेन्द्राः स गौतमो यच्छतु वांछितं मे ॥१॥
અર્થ :- ગૌતમગોત્રના રત્ન સમાન, વસુભૂતિના પુત્ર, પૃથ્વી માતાથી ઉત્પન્ન થયેલા જેની ! દેવેન્દ્રો, અસુરેન્દ્રો, મનુષ્યોના રાજાઓ સ્તુતિ કરે છે, તે શ્રી ઇન્દ્રભૂતિ ગૌતમ મારાં વાંછિતોને આપો.
श्रीवर्द्धमानात् त्रिपदीमवाप्य, मुहूर्तमात्रेण कृतानि येन ।
अङ्गानि पूर्वाणि चतुर्दशापि, स गौतमो यच्छतु वाञ्छितं मे ॥२॥
અર્થ :- શ્રી વર્ધમાન મહાવીર સ્વામી પાસેથી ત્રિપદી (૩૫ન્ને રૂ વા વિગેરે સ્ વા યુવે વા) પામીને મુહૂર્તમાત્રમાં જેમણે બાર અંગો (દ્વાદશાંગી) અને ચૌદ પૂની રચના કરી તે શ્રી ગૌતમ ગણધર મારાં વાંછિતોને આપો.
. श्री वीरनाथेन पुरा प्रणीतं, मन्त्रं महानन्दसुखाय यस्य।
ध्यायन्त्यमी सूरिवराः समग्राः, स गौतमो यच्छतु वाञ्छितं मे ॥३॥
અર્થ – શ્રી વીપ્રભુએ મહાઆનંદરૂપ સુખને માટે જેમનો મંત્ર પહેલાં રચ્યો છે, અને સર્વ સૂરિવરો જેમનું ધ્યાન કરે છે તે શ્રી ગૌતમ ગણધર મારાં વાંછિતોને આપો.
यस्याभिधानं मुनयोऽपि सर्वे, गृह्णन्ति भिक्षाभ्रमणस्य काले।
मिष्टान्नपानाम्बरपूर्णकामाः, स गौतमो यच्छतु वाञ्छितं मे ॥४॥
અર્થ :- સર્વ મુનિઓ ભિક્ષા ગ્રહણ કરવાના સમયે જેમનું નામ લે છે અને મિષ્ટાન્ન-પાન-અને | વસ્ત્રો મેળવી પૂર્ણ ઇચ્છાવાળા થાય છે, તે શ્રી ગૌતમ ગણધર મારાં વાંછિતોને આપો.
अष्टापदाद्री गगने स्वशक्त्या, ययौ जिनानां पदवन्दनाय।
निशम्य तीर्थातिशयं सुरेभ्यः स गौतमो यच्छतु वाञ्छितं मे ॥५॥
અર્થ – જેઓ અષ્ટાપદ પર્વત ઉપર શ્રી જિનેશ્વરોનાં ચરણને વંદવા માટે દેવો પાસેથી તીર્થનો અતિશય સાંભળીને પોતાની શક્તિથી આકાશમાર્ગે ગયા તે શ્રી ગૌતમ ગણધર મારાં ઇચ્છિતોને આપો.
त्रिपञ्चसंख्याशततापसानां, तपःकृशानामपुनर्भवाय ।
अक्षीणलब्ध्या परमानदाता स गौतमो यच्छतु वाञ्छितं मे ॥६॥ અર્થ :- તપ કરવાથી કૃશ (દુર્બળ) થયેલા પંદરસો તાપસોને મોક્ષ માટે અક્ષીણમહાનસી લબ્ધિ વડે પરમાત્ર-ખીરને જેમણે આપી તે શ્રી ગૌતમ ગણધર મારાં ઇચ્છિતોને આપો.
सदक्षिणं भोजनमेव देयं, साधर्मिकं संघसपर्ययेति। कैवल्यवस्त्रं प्रददौ मुनीनां, स गौतमो यच्छतु वाञ्छितं मे |७||
અર્થ :- સાધર્મિકને સંઘપૂજા પૂર્વક દક્ષિણા સહિત ભોજન આપવું જોઈએ, એથી મુનિઓને | પંદરસો તાપસોને કેવળ | (પદરસો તાપસીને) કેવળજ્ઞાનરૂપી વસ્ત્ર જેમણે આપ્યું. તે શ્રી ગૌતમ ગણધર મારાં વાંછિતોને આપો.