________________
શ્રી ગુરુ ગૌતમસ્વામી ]
શ્રી ગુરુ ગૌતમસ્વામી વિષે અદ્યતન બૃહદ્ સંગ્રહ [સંદર્ભગ્રંથની સમીક્ષા
[ ૧૭૯
–શ્રી રમણલાલ ચી. શાહ
ભાઈશ્રી નંદલાલ દેવલુકે ચરમ તીર્થંકર ભગવાન શ્રી મહાવીરસ્વામીના પ્રથમ ગણધર ભગવંત ગુરુશ્રી ગૌતમસ્વામી વિષે સંકલિત-સંપાદિત કરેલો સાડા આઠસો પૃષ્ઠનો આ દળદાર ગ્રંથ શ્રી ગૌતમસ્વામી વિષે આજ પર્યંત પ્રસિદ્ધ થયેલા સાહિત્યમાં સૌથી મોટો ગ્રંથ છે. શ્રી નંદલાલ દેવલુકે એકલે હાથે જે કેટલાક મોટા ગ્રંથોનું સંપાદન–પ્રકાશન કર્યું છે તે ખરેખર ધન્યવાદને પાત્ર છે. એક મિશનરીના જેટલો ઉત્સાહ ન હોય તો આવાં કાર્યો એકલે હાથે થઈ ન શકે. આવાં મોટાં સાહસ કરવા માટે ઠીક ઠીક આર્થિક પ્રબંધ કરવાનો તો રહે જ છે; પરંતુ સાહિત્યિક અભિરુચિ, ધીરજ, ચીવટ, ખંત અને દૃઢ ધર્મભાવના ન હોય તો આવાં કાર્યો થઈ શકે નહિ. આવું મોટું કાર્ય કરવાનો સંકલ્પ કર્યા પછી તેને પાર પાડવામાં સહેજે ચાર-પાંચ વર્ષ જેટલો ગાળો નીકળી જાય છે. વળી તેમાં જાત-જાતની મુશ્કેલીઓ, પસંદગીની મૂંઝવણો વગેરે પણ આવે છે. સામાન્ય માણસ તો અધવચ્ચે જ નિરાશ થઈને આવાં કાર્ય છોડી દે; પરંતુ ભાઈશ્રી નંદલાલ દેવલુકને પૂર્વાનુભવને લીધે આવાં મોટાં સાહસભર્યાં કાર્યો કરવાની હવે સારી અનુકૂળતા આવી ગઈ છે.
ધાર્મિક સાહિત્ય વિષે સંકલન—સંપાદનના પ્રકારનો ગ્રંથ તૈયાર કરવામાં કેટલા બધા લેખકો અને સંશોધકોના સહકારની અપેક્ષા રહે છે! સ્વભાવમાં વિનમ્રતા અને સાલસતા ન હોય તો આવો સુંદર સહકાર મળવાનું સરળ નથી. ભાઈ નંદલાલ દેવલુકે આ પહેલાં પણ સંખ્યાબંધ દળદાર ગ્રંથો એકલા હાથે પ્રકાશિત કર્યા છે એ ઉપરથી એમના વ્યક્તિત્વનો સરસ પરિચય મળી રહે છે.
શ્રી ગૌતમસ્વામી વિષેનો આ પ્રકારનો ગ્રંથ અદ્યતન બૃહદ્ સંગ્રહ જેવો બન્યો છે. એ તૈયા૨ ક૨વામાં એમણે પોતાની દૃષ્ટિ અને સૂઝ અનુસાર સારી પદ્ધતિ અપનાવી છે. એમાં આરંભમાં સંસ્કૃત અને પ્રાકૃત ભાષાની રચનાઓ આપવામાં આવી છે. ત્યાર પછી ગુજરાતી ભાષામાં લખાયેલી મધ્યકાલીન અને અવિચીન પદ્ય રચનાઓ આપવામાં આવી છે. ત્યાર પછીના ત્રણેક વિભાગમાં ગુરુ ગૌતમસ્વામી વિષે અર્વાચીન કાળમાં લખાયેલા અને પ્રકાશિત થયેલા, ભિન્ન ભિન્ન પાસાંને સ્પર્શતા, પચાસથી વધુ લેખો આપવામાં આવ્યા છે. અને ગ્રંથના છેલ્લા વિભાગમાં હિન્દી ભાષામાં ગૌતમસ્વામી વિષે પ્રકાશિત થયેલ લેખો સંકલિત કરવામાં આવ્યા છે.
જૈન સાહિત્ય અત્યંત વિપુલ છે. હજુ ઘણું સાહિત્ય અપ્રકાશિત રહ્યું છે. એટલે ગૌતમસ્વામી વિષે સંસ્કૃત, પ્રાકૃત અને જૂની ગુજરાતી ભાષામાં હજુ ઘણી કૃતિઓ ઉપલબ્ધ થવાનો અવકાશ