________________
૧૫૨ ]
[ મહામણિ ચિંતામણિ
શ્રી ધર્મહંસ રચિત સ્તોત્રો, ચાર-પાંચ અષ્ટકો-સ્તુતિઓ, શ્રી ખરતરગચ્છીય પૂ. શ્રી વિનયપ્રભોપાધ્યાય રચિત ‘ગૌતમરાસ’ અને અચલ ગચ્છાધિપતિ પ. પૂ. આ. ભગવંત શ્રી ગુણસાગરસૂરિજીએ પણ ગૌતમસ્વામીજીનો રાસ અને અષ્ટક બનાવેલ છે જે આ ગ્રંથમાં સામેલ છે. અનેક સુંદર સ્તુતિગીતો પ્રચલિત છે. સ્તોત્ર-સાહિત્ય (સ્તુતિઓ) જૈન સાહિત્યનો એક લોકપ્રિય તેમ જ કંઠહાર સમો કાવ્યપ્રકાર છે. વૈદિકાદિ હિન્દુ ધર્મની જેમ જૈનધર્મમાં પણ અનેક પૂ. સૂરિવર્યાદિ દ્વારા રચાયેલાં ભક્તિગીતો રસમય, વૈરાગ્યગર્ભિત અને નિવણપ્રબોધક સ્તોત્રો પ્રાપ્ત થાય છે. જે દેવાધિદેવ જિનોની કે તીર્થકરોની સ્તુતિરૂપ છે. સ્તોત્રકવિઓએ તો સ્તવ, સ્તવન, સ્તુતિ અને સ્તોત્ર એ ચારેય શબ્દોને સમાનાર્થક માની પોતાની કૃતિને ગમે તે એક નામ આપ્યું છે. વળી વિવેચકો એ સ્તોત્રકાવ્યને ગીતો અથવા મુક્ત કાવ્યની કોટિમાં મૂકીને ભક્તિકાવ્ય તરીકે પણ ઓળખાવે છે. મુખ્યત્વે તો આ સ્તોત્રસર્જનનું પ્રેરક બળ તો ભક્તિભાવ જ છે. જૈન ઇતિહાસનાં સોનેરી પાનાં ઉથલાવીએ છીએ ત્યારે તેમાં આપણા પરમ શ્રદ્ધેય એવા પૂર્વકાલીન શ્રમણ ભગવંતોએ રચેલાં ગૌતમસ્વામીનાં સ્તોત્રો, ચૈત્યવંદન છંદ, અષ્ટક, સઝાય, સ્તવન, રાસ, હિતશિક્ષા વગેરે સાહિત્યમાં ખૂબ જ સુંદર ભાવોની પદ્ય દ્વારા રચનાઓ જોવા મળે છે. જૈન આગમાદિ ગ્રંથોમાં સ્તવ-સ્તોત્રનો ભારે મોટો મહિમા ગવાયો છે. સ્તોત્રના અનેક પ્રકારો પ્રસિદ્ધ છે. નામાવલી સ્તોત્રો, મહિમા સ્તોત્રો, નમસ્કાર સ્તોત્રો, ભૂજગપ્રયાતાદિ છંદ પરથી પ્રસિદ્ધ સ્તોત્રો, અને સૌમાં અતિ વિશિષ્ટ મંત્રાધિરાજગર્ભિત સ્તોત્રો જેમાં બહારથી સવાંગસુંદર હૃદયંગમ, ભાવવૃદ્ધિકારક, પરમ પ્રભાવક, ઉચ્ચ કાવ્યગુણોથી અલંકૃત સ્તોત્રરચનાઓ હોય છે. પણ તેમાં રહસ્યગર્ભરૂપે ઉત્તમ મંત્રો છુપાયેલા હોય છે. મંત્રાધિરાજ આમ ભીતરમાં હોઇને આવાં સ્તોત્રો અતિ શીધ્ર સિદ્ધિપદદાયી અને ભવતારક બની જતાં હોય છે. જૈન દર્શનમાં સ્તોત્રોના પ્રાચીન ઇતિહાસ પરિચયમાં પ્રણેતાઓને કાલાનુક્રમ સંભવતઃ આ પ્રમાણે યાદ કરી શકાય. વિક્રમની ત્રીજી સદીમાં ‘તિજયપહૃત્ત'ના કતાં શ્રી માનદેવસૂરિ મહારાજ પહેલા, વિક્રમની ચોથી-પાંચમી સદીમાં “કલ્યાણમંદિર'ના કત શ્રી સિદ્ધસેન દિવાકર વિક્રમની છઠ્ઠી સદીમાં “ઉવસગ્ગહર'ના કત શ્રી ભદ્રબાહુસ્વામીજી દ્વિતીય, વિક્રમની સાતમી સદીમાં ભક્તામર અને નમિઊણના કત શ્રી માનતંગસૂરિજી, વિક્રમની આઠમી સદીમાં “અજિતશાંતિ'ના કત શ્રી નંદિષેણ, વિક્રમની અગિયારમી સદીમાં ‘મોટી શાંતિના કત તરીકે ગણાતા શ્રી શાંતિસૂરિજી વાદિવેતાલ, સોળમી સદીમાં “સંતિકરના કતાં શ્રી મુનિસુંદરસૂરિજી ઉપરાંત દાર્શનિક સ્તોત્રોના પ્રણેતાઓમાં દિવાકર અમિતગતિજી, કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય, જિનપ્રભસૂરિજી, પાર્ધચંદ્રસૂરિજી, ઉપા) યશોવિજયજી ઈત્યાદિ મુખ્ય છે. આ સ્તોત્રસાહિત્ય અમને મેળવી આપવામાં ભાવનગરના ચુનીલાલ દુર્લભજી પરિવારમાંથી શ્રી ચીમનભાઈએ અમને ખૂબ જ મદદ કરી છે. અમો તેમના ખૂબ જ ઋણી છીએ. અત્રે આપણા સૌના પરમ ભાગ્યોદયે એવા મંત્રાધિરાજગર્ભિત શ્રી ગૌતમપ્રભુના અતિ દુર્લભ સ્તોત્રો પ્રસ્તુત કરાયાં છે જે પરમ મંગલકારક છે. એના નિત્ય કે પ્રાસંગિક અનુષ્ઠાનો કોટીભવપાપનિવારક છે. ટૂંકમાં આ સ્તોત્રનાં પાઠગાન આપણી આધ્યાત્મિક પ્રવૃત્તિનું એક પ્રધાન અંગ છે. જૈન ઇતિહાસનાં સોનેરી પૃષ્ઠો ઉપર સ્તોત્ર-રચયિતાઓમાં શ્રી વજૂસ્વામીજીનું નામ, શ્રી | જિનપ્રભસૂરિજીનું નામ પ્રથમ હરોળમાં આવે છે. સંસ્કૃત અને પ્રાકૃત રચનાઓનો જાણે અખૂટ ભંડાર. શત્રુંજયથી લઈને ગુરુ ગૌતમસ્વામી સુધીની વહેતી રહેલી પ્રવાહધારા આપણને શબ્દથી લઇને નાદબ્રહ્મ સુધી લઈ જાય છે. આ બધું લાલિત્યસભર સાહિત્ય તો ખરેખર માણવા જેવું
મકાન ના કાકા ન કર
મ
ન માનનારા બનાવવામાં માનવ મન નમક-કમ-મન-મન-મનન-મન-નાકાન